________________
૫૪.
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
વ્યવહારથી સચિત્ત છે માટે આ જલ સચિત્ત છે તેવો નિર્ણય કરીને યતનાપૂર્વક નદી ન ઊતરવામાં આવે તો કદાચ તે જલ અચિત્ત થયેલું હોય તો પણ સાધુને જીવવિરાધનાકૃત અવશ્ય કર્મબંધ થાય છે. તેથી જીવવિરાધનાકૃત કર્મબંધના પરિહાર અર્થે સાધુ આ જલ સચિત્ત છે તેવો નિર્ણય કરીને જ નદી ઊતરવાની ક્રિયા યતનાપૂર્વક કરે છે.
અહીં પૂર્વપક્ષી કહે કે સાધુને નદીમાં જલના જીવોનો અનાભોગ જ છે, ફક્ત ભગવાને કહેલી યતનાના ક્રમના પ્રામાણ્યથી આ જલ અચિત્ત છે એવી શંકા કરીને અયતનાપૂર્વક જતા નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે –
તે યતના પણ બહુ અસત્ પ્રવૃત્તિની નિવૃત્તિરૂપ હોવાથી વિવેક દ્વારા પરિજ્ઞાનરૂપ ન્યૂનાધિક જલના જીવોની વિરાધનાના આભોગને આધીન છે અર્થાત્ એ સાધુને પરિજ્ઞાન છે કે આ પ્રકારે જ્યાં અલ્પ જલનો પ્રવાહ છે ત્યાંથી જઈશ તો અલ્પ જીવોની વિરાધના થશે અને અધિક જલના પ્રવાહમાંથી જઈશ તો અધિક વિરાધના થશે. તેથી ન્યૂન પ્રવાહમાંથી જવાનો યત્ન કરવાથી ન્યૂન વિરાધના થશે અને આ પ્રકારે યતના ન કરવાથી વધારે વિરાધના થશે એ પ્રકારના બોધને આધીન વ્યવહારથી સચિત્તપણારૂપે જ જીલજીવનો આભોગ સ્વીકારવો આવશ્યક છે. માટે ભગવાનના વચનાનુસાર યતનાને સ્વીકારનાર સાધુ માટે જલજીવોના વિષયમાં અનાભોગ છે એ પ્રકારનું પરસ્પર વિરોધી વચન બોલવું તારા માટે મહાલજ્જાનું કારણ છે. ટીકા -
किञ्च - नद्यादिजलजीवानां निश्चयतश्छद्मस्थानां सचित्तत्वापरिज्ञानेऽपि तत्र स्थितपनकसेवालादीनां निश्चयतोऽपि सचित्तत्वं परिज्ञायते एव, तदुक्तमोघनिर्युक्तौ - 'सव्वो वऽणंतकाओ सच्चित्तो होइ णिच्छयणयस्स । ववहारओ अ सेसो मीसो पम्हाणरोट्टाइ ।।१।।' (ओघनियुक्ति ३६३) (पिण्डनियुक्ति ४४)
एतदवृत्तिर्यथा-"सर्व एवानन्तवनस्पतिकायो निश्चयनयेन सचित्तः, शेषः परीतवनस्पतिर्व्यवहारनयमतेन सचित्तो मिश्रश्च प्रम्लानानि यानि फलानि कुसुमानि पर्णानि च, ‘रोट्टो लोट्टो तंदुलाः कुट्टिताः तत्थ तंदुलमुहाइं अच्छंति, तेण कारणेन सो मीसो भन्नइ" त्ति ।।
ते च पनकशेवालादयो जलेऽवश्यं भाविनः, इति तद्विषयविराधना निश्चयतोऽप्याभोगेन सिद्धा, इति 'तत्रानाभोगेनैव जीवविराधना' इति दुर्वचनम्, न च 'ते तत्रास्माभिः प्रत्यक्षतो न दृश्यन्ते, अतस्तद्विराधनाऽनाभोगजैव' इति वक्तव्यं, स्वच्छस्तोकजलनद्यादिषु पनकादीनामस्माभिरप्युपलभ्यमानत्वेन 'नास्माभिस्ते तत्र दृश्यन्त' इत्यस्यासिद्धत्वात् ।