________________
૨૫૯
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ मानाऽऽभोगपूर्विकैव इति एवं च सति - 'जीवोऽय मिति साक्षात्कृत्वा यो जीवघातं करोति तस्य विरतिपरिणामो दूरे, निश्चयतः सम्यक्त्वमपि न स्यात्, अनुकंपाया अभावेन सम्यक्त्वलक्षणाभावाद् - इत्यादि परोक्तं यत्किञ्चिदेव, आप्तवचनाज्जीवत्वेन निश्चितस्य विराधनायाः स्वादर्शनमात्रेणाभोगपूर्वकत्वाभावे आप्तोक्तवस्त्राद्यन्तरितत्रसादिविराधनायामपि तदापत्तेः, दृष्ट्वा स्थूलत्रसविराधनायामाभोगविशेषाद्विषयविशेषाच्च पातकविशेषस्तु स्याद्, न चैतावताऽन्यत्रानाभोग एव व्यवस्थापयितुं शक्यते, न खलु राजदारगमने महापातकाभिधानादन्यत्र परदारगमने परदारगमनत्वमेव नेति वक्तुं युक्तम् । ટીકાર્ય :વિશ્વ નથુતારા-યુમ્ ! વળી ગ્રંથકારશ્રી “
વિશ્વથી નદી ઊતરવામાં સાધુને આભોગપૂર્વકની હિંસા છે તે સ્પષ્ટ કરે છે –
નદી ઉત્તારાદિમાં સાક્ષાત્ જીવો ન દેખાતા હોય પરંતુ શાસ્ત્રવચનથી ત્રસાદિની વિરાધના છે તેવા નદી ઉત્તરણ આદિ સ્થળમાં, મંડૂકાદિ ત્રસ જીવોની વિરાધના અવશ્ય આભોગપૂર્વક જ થાય છે; કેમ કે “ત્રસજીવો પ્રત્યક્ષ છે" એ પ્રકારનું શાસ્ત્રવચન છે. અને આમ હોતે છતે સાધુને નદી ઊતરતી વખતે આભોગપૂર્વકની હિંસા હોવા છતાં યતનાપરાયણ સાધુને સંયમના દોષની પ્રાપ્તિ નથી એમ હોતે છતે, “આ જીવ છે એ પ્રમાણે સાક્ષાત્ કરીને જે જીવઘાત કરે છે તેને વિરતિનો પરિણામ તો નથી જ, નિશ્ચયથી સમ્યક્ત પણ નથી; કેમ કે અનુકંપાના અભાવના કારણે સમકિતના લક્ષણો અભાવ છે. ઈત્યાદિ” પર વડે કહેવાયેલું યત્કિંચિત્ જ છે અર્થ વગરનું જ છે.
આમ કહીને પૂર્વપક્ષી કેવલીના યોગથી હિંસા સંભવે નહીં તેમ સ્થાપન કરે છે અને કેવલીના યોગથી હિંસા સ્વીકારવામાં આવે તો કેવલીને વિરતિના પરિણામની અપ્રાપ્તિ અને સમ્યક્તની અપ્રાપ્તિ સ્વીકારવાની આપત્તિ આપે છે તેમ કહે છે તે અર્થ વગરનું છે; છતાં તેનું તે વચન ઉચિત નથી તે બતાવવા હેતુ કહે
આપ્તવચનથી=નદી આદિમાં જીવો છે એ પ્રકારના આપ્તવચનથી, જીવત્વરૂપે નિશ્ચિત એવા સાધુની વિરાધનામાં સ્વાદર્શનમાત્રથી આભોગપૂર્વકત્વનો અભાવ હોતે છતે આપ્તથી કહેવાયેલા વસ્ત્રાંતરિત ત્રસાદિની વિરાધનામાં પણ તેની આપત્તિ છે=અનાભોગવરૂપ હિંસાની આપત્તિ છે. જોઈને સ્કૂલત્રસ જીવોની વિરાધના કરવામાં આવ્યોગવિશેષ હોવાના કારણે અને વિષયવિશેષ હોવાના કારણે=સ્થાવર કરતાં ત્રસરૂપ વિષયવિશેષ હોવાને કારણે પાતકવિશેષ થાય, અને એટલામાત્રથી ત્રસજીવોની હિંસામાં પાતકવિશેષ થાય છે એટલા માત્રથી, અન્યત્ર=અનાભોગ, જ વ્યવસ્થાપન કરવું શક્ય નથી. ખરેખર રાજરાણીના ગમતમાં મહાપાપનું અભિધાન હોવાથી અન્યત્ર પરદારગમતમાં પરદારગમતત્વ જ નથી, એમ કહેવું યુક્ત નથી.