________________
૨૬૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩
ભાવાર્થ :
વળી સુસાધુ સંયમના પ્રયોજનથી યતનાપૂર્વક નદી ઊતરતા હોય ત્યારે પણ મંડૂકાદિ ત્રસજીવોની વિરાધના ઘણી વખત થતી હોય છે. મંડૂકાદિ જીવો પ્રત્યક્ષ છે તેથી નદી ઊતરવામાં સાધુને સ્પષ્ટ બોધ છે કે જલ અતંર્ગત મંડૂકાદિ ત્રસ જીવોની પણ વિરાધના થશે; છતાં સાધુ નદી ઊતરે છે એથી મંડૂકાદિ જીવોની આભોગપૂર્વકની વિરાધના જ સાધુથી થાય છે આ પ્રકારે અનુભવ અનુસાર ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે સાધુથી નદી ઊતરવામાં આવ્યોગપૂર્વકની ત્રસની હિંસા થાય છે છતાં સાધુ જીવના ઘાતક નથી એ કથનથી પર વડે કહેવાયેલ કથનનું નિરાકરણ થાય છે.
પર શું કહે છે ? તે બતાવે છે – પર એવો પૂર્વપક્ષી કેવલીના યોગથી જીવવિરાધના સ્વીકારતો નથી. તે કહે છે કે આ જીવ છે એ પ્રમાણે સાક્ષાત્ કરીને જે જીવઘાત કરે છે તેને વિરતિ પરિણામ હોઈ શકે નહીં, પરંતુ તેનામાં નિશ્ચયથી સમકિત પણ નથી; કેમ કે સમકિતના લક્ષણરૂપ અનુકંપાનો જ અભાવ છે આમ કહીને પૂર્વપક્ષી એમ કહે છે કે કેવલી કેવલજ્ઞાનથી સાક્ષાતું જાણે છે કે મારા ગમનથી જીવઘાત થવાનો છે છતાં કેવલી ગમન કરે તો કેવલીને વિરતિનો પરિણામ નથી તેમ માનવું પડે, તેટલું જ નહીં પરંતુ તેમનામાં સમ્યક્ત પણ નથી, તેમ માનવું પડે; કેમ કે જીવો પ્રત્યેની અનુકંપાનો અભાવ છે.
પૂર્વપક્ષીનું આ કથન યત્કિંચિત્ છે; કેમ કે યતનાપૂર્વક નદી ઊતરનાર સાધુને સ્પષ્ટ જ્ઞાન છે કે નદી ઊતરવામાં મંડૂકાદિ ત્રસ જીવોની વિરાધના થશે; છતાં સંયમની વૃદ્ધિના પ્રયોજનથી નદી ઊતરે છે ત્યાં આભોગપૂર્વકની હિંસા હોવા છતાં સંયમનો પરિણામ નાશ પામતો નથી કે સમકિત નાશ પામતું નથી તેમ કેવલી પણ યોગ્ય જીવોના ઉપકાર અર્થે ગમનાદિ કરતા હોય ત્યારે આભોગપૂર્વકની હિંસા થવા છતાં અશક્યપરિહારરૂપ તે હિંસા હોવાથી કેવલીના વિરતિના પરિણામને કે સમકિતના પરિણામને કોઈ બાધ નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે નદી ઊતરતી વખતે સાધુને આપ્તવચનથી નિશ્ચિત છે કે મંડૂકાદિ ત્રસ જીવોની વિરાધના થશે, પરંતુ ઊતરતી વખતે અવશ્ય ત્રસ જીવો મરશે તેવો નિશ્ચય નથી; છતાં ક્યારેક તેમના પગ નીચે મંડૂકાદિના અદર્શનને કારણે મંડૂકાદિની હિંસા થાય છે તે અનાભોગપૂર્વકની છે, જ્યારે કેવલીને તો ગમનપૂર્વે જ કેવલજ્ઞાનથી નિશ્ચય છે કે મારા યોગથી ત્રસ જીવોની હિંસા થશે; છતાં કેવલી જાય તો કેવલીનું સંયમ નાશ પામે અને સાધુને તેવું જ્ઞાન નથી, ફક્ત આપ્તના વચનથી જ નિશ્ચય છે કે નદી ઊતરતાં મંડૂકાદિની વિરાધનાનો સંભવ છે તેથી છબસ્થ સાધુથી નદી ઊતરવામાં થતી ત્રસની વિરાધના અનાભોગપૂર્વકની છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ રીતે શાસ્ત્રવચનથી નદી ઊતરવામાં ત્રસાદિની વિરાધનાને જાણવા છતાં “ત્રસ જીવો છે” તેવું પોતાને દર્શન નહીં હોવાથી સાધુની હિંસાને અનાભોગપૂર્વક કહેવામાં આવે તો સાધુ વસ્ત્રાદિ ધુએ છે તે વખતે ત્યાં સૂક્ષ્મ ત્રસ જીવોની વિરાધનાનો સંભવ છે તેથી તેના પરિહારાર્થે વસ્ત્ર ધોતાં પૂર્વે જે પ્રકારની