________________
૨પ૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ वाच्यं, 'इदं जलं' इति ज्ञानमात्रेण 'इदं जलं सचित्तं' इति विवेकेन परिज्ञानोदयप्रसक्तेः, तस्मात् 'दुविहा पुढविकाइआ पत्नत्ता तंजहा परिणया चेव अपरिणया चेव, जाव वणप्फइकाइअ' त्ति (श्रीस्थानाङ्ग सू. ६३ मूल) 'तत्र परिणताः स्वकायपरकायशस्त्रादिना परिणामान्तरमापादिता अचित्तीभूता इत्यर्थः' (श्रीस्थानाङ्ग सू. ६३ टीका) इत्यादिप्रवचनवचनेन नद्यादिजले सचित्ताचित्तयोरन्यतरत्वेन परिज्ञाने सत्यपि 'इदं जलं सचित्तं-इदं वाऽचित्तं' इति व्यक्त्या विवेकमधिकृत्य परिज्ञानाभावेन छद्मस्थसंयतानामनाभोग एव, तेन सिद्धा नद्युत्तारादौ जलजीवविराधनाऽनाभोगजन्याऽशक्यपरिहारेण - इत्याशङ्कायाમઠ - અવતરણિયાર્થ:
નવૅસિદ્ધ, ... શાળામાદા “નથી પૂર્વપક્ષી કહે છે આ=નદી ઊતરવામાં સાધુને આભોગપૂર્વકની હિંસા છે એ અસિદ્ધ છે. દિ=જે કારણથી, જલજીવોનું અપ્રત્યક્ષપણું હોવાને કારણે આ જલના શરીરમાં જીવો છે કે તેથી તે ઈન્દ્રિયોથી અપ્રત્યક્ષ હોવાને કારણે, તેઓની વિરાધનાનું પ્રત્યક્ષપણું સંભવતું નથી.
અહીં પ્રશ્ન થાય કે નદીનું જલ ચક્ષુથી પ્રત્યક્ષ દેખાય છે અને તે જલના જીવોનું શરીર છે. તેથી જલના જીવોનું અપ્રત્યક્ષપણું છે તેમ કેમ કહી શકાય ? તેમાં હેતુ કહે છે –
પ્રતિયોગીનું અપ્રત્યક્ષપણું હોતે છતે=જલના શરીરમાં આધેયભૂત એવા જીવોનું ચેતનત્ય નિયામક પ્રતિયોગીનું અપ્રત્યક્ષપણું હોતે છતે તે જીવોના આધારભૂત એવા તેના અનુયોગીનું પણ અપ્રત્યક્ષપણું છે=જીવોના આધારભૂત આ શરીર છે એરૂપે શરીરનું અપ્રત્યક્ષપણું છે.
અહીં કોઈ કહે કે જલનું પ્રત્યક્ષપણું હોવાને કારણે તેના જીવોનું પણ પ્રત્યક્ષપણું છે. તેને પૂર્વપક્ષી કહે છે – એમ ન કહેવું; કેમ કે આ જ છે એટલા જ્ઞાનમાત્રથી આ જલ સચિત છે એ પ્રકારે વિવેકીને પરિજ્ઞાનના ઉદયની પ્રસક્તિ છે. તે કારણથી=જલના જીવો અપ્રત્યક્ષ હોવાને કારણે જલના જીવોની વિરાધના અપ્રત્યક્ષ છે તે કારણથી, “બે પ્રકારના પૃથ્વીકાય કહેવાયા છે, તે આ પ્રમાણે – પરિણત અને અપરિણત; યાવત્ વનસ્પતિકાય (બે પ્રકારના કહેવાયા છે.)” (સ્થાનાંગસૂત્ર સૂત્ર-૬૩ મૂલ) ત્યાં સ્થાનાંગસૂત્રના ઉદ્ધરણમાં “પરિણત સ્વકાયપરકાયશસ્ત્રાદિથી=સ્વકાયશસ્ત્ર, પરકાયશસ્ત્ર આદિથી, પરિણામાંતર આપાદિત અચિત્તભૂત છે એ પ્રકારે અર્થ છે.” (સ્થાનાંગસૂત્ર સૂત્ર-૬૩ ટીકા) ઈત્યાદિ પ્રવચનના વચનથી નદી આદિના જલમાં સચિત અચિતના અન્યતરપણાનું પરિણાન થયે છતે પણ આ જલ સચિત છે અથવા આ અચિત છે એ પ્રમાણે પ્રગટપણાથી વિવેકને આશ્રયીને પરિજ્ઞાનનો અભાવ હોવાને કારણે છદ્મસ્થ સંયતોને અનાભોગ જ છે=જલના જીવોની હિંસામાં અનાભોગ જ છે. તેથી નદી ઉત્તરણ આદિમાં સિદ્ધ એવી જલતા જીવોની વિરાધના અનાભોગથી જન્ચ અશક્યપરિહારથી થાય છે. એ પ્રકારની આશંકામાં=એ પ્રકારની પૂર્વપક્ષીતી શંકામાં, ગ્રંથકારશ્રી કહે છે –