________________
૨૪૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પર
હોય તે જીવ જ તે અદૃષ્ટ દ્વારા કાશીમરણ સ્વીકારે છે તેમ લૌકિક શાસ્ત્ર કહે છે. તેની કાશીમાં કરવત મુકાવવાની ક્રિયા અદષ્ટ દ્વારા હોવાથી હિંસારૂપ કહેવાતી નથી, પરંતુ જેઓ મોહથી આકુળ થઈને પૃપાપાતાદિ કરીને આત્મહત્યા કરે છે તેને જ આત્મહિંસા કહેવાય છે.
તેથી જેમ આભોગપૂર્વક કાશી આદિમાં મરણ સ્વીકારનારને લૌકિકો હિંસકરૂપે સ્વીકારતા નથી તેમ કેવલી ભગવાનના યોગથી આભોગપૂર્વક હિંસા થાય તેટલામાત્રથી કેવલીને ઘાતક કહી શકાય નહીં, પરંતુ જો કેવલી જીવોને મારવાની ઇચ્છાથી ત્યાં ગમન કરતા હોય અને જીવહિંસા થાય તો જ કેવલીને ઘાતક કહેવાનો પ્રસંગ આવે, માટે લૌકિક વ્યવહારથી પણ કેવલીને ઘાતક કહી શકાય નહીં.
આ રીતે લોકોત્તર વ્યવહારથી અને લૌકિક વ્યવહારથી કેવલીનું ઘાતકપણું સ્વીકારી શકાય નહીં તેમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. તેથી કેવલીના આભોગપૂર્વકની હિંસામાં ઘાતકત્વ સ્વીકારવા માટે ત્રીજો પક્ષ જ અવશેષ રહે છે. તે પ્રમાણે પૂર્વપક્ષી સ્વમતિવિકલ્પિત વ્યવહારથી કેવલીને ઘાતક કહે તો તે સ્વમતિવિકલ્પિત હોવાને કારણે સ્વશાસ્ત્રની જ પ્રતિજ્ઞાનો બાધ થતો હોવાથી મહાદોષવાળું છે અર્થાત્ સ્વમતિવિકલ્પિતપણાથી પૂર્વપક્ષી કેવલીને ઘાતકપણું કહે તો જિનવચનાનુસાર કહેવાની તેની પ્રતિજ્ઞાનો જ બાધ થાય છે માટે ત્રીજો વિકલ્પ મહાદોષવાળો છે. તે અભિપ્રાયથી ગ્રંથકારશ્રી ગાથામાં કહે છે –
ગાથા :
अणुसंगयहिंसाए जिणस्स दोसं तुहं भणंतस्स । . साहूण वि आभोगा णइउत्ताराइ विहडिज्जा ।।५२।।
છાયા :
अनुषङ्गजहिंसया जिनस्य दोषं तव भणतः ।
साधूनामप्याभोगाद् नद्युत्तारादि विघटेत ।।५२।। અન્વયાર્થ :
અલંકા હિંસાઅનુષંગથી થનારી હિંસાથી, નિર=જિનને, તો દોષ, મvid=કહેતા એવા, તુરં તને, સાદૂન વિકસાધુને પણ, ગામોr=આભોગથી, અફકત્તારૂ નદી ઉત્તરણાદિ, વિડિm= વિઘટન પામે. પરા ગાથાર્થ :
અનુષંગથી થનારી હિંસાથી જિનને દોષ કહેતા એવા તને સાધુને પણ આભોગથી નદી ઉત્તરણાદિ વિઘટન પામે. IFપરા