________________
ધર્મપરીક્ષા ભાગ-૨ ગાથા-પર
૨૪૫
અવતરણિકાર્ય :
નાથી ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને કહે છે – અવશ્યભાવી એવી જીવવિરાધનામાં કેવલી ભગવંતને આભોગથી જે ઘાતકપણું આપાદન કરાય છેeતમારા મતે જે ઘાતકપણું આપાદન કરાય છે, તે શું (૧) લોકોત્તર વ્યવહારથી છે ? અથવા (૨) લૌકિક વ્યવહારથી છે ? અથવા (૩) સ્વમતિથી વિકલ્પિત વ્યવહારથી છે ?
આ પ્રકારે ત્રણ વિકલ્પ પાડીને ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને કહે છે – પ્રથમ વિકલ્પ સંગત નથી. કેમ સંગત નથી ? તેમાં હેતુ કહે છે – લોકોત્તર ઘાતકત્વના વ્યવહારમાં આભોગથી જીવવિરાધનામાત્રનું અતંત્રપણું છે=અકારણ પણું છે. કેમ આભોગથી થતી પણ જીવવિરાધનામાં લોકોત્તર ઘાતકત્વ નથી ? તેમાં બે હેતુ આપે છે –
અને આભોગથી પણ થતી એવી જીવવિરાધનામાં અપવાદપદથી પ્રતિસેવના કરનારા સાધુના અઘાતકત્વનું તેના વ્યવહારથી ઈષ્ટપણું છે લોકોત્તર વ્યવહારથી ઈષ્ટપણું છે. અને અનાભોગથી પણ થતી એવી હિંસામાં પ્રસાદીના ઘાતકત્વનું લોકોત્તર વ્યવહારથી ઈષ્ટપણું છે.
વળી બીજો વિકલ્પ પણ બરાબર નથી=લોકિક વ્યવહારથી પણ કેવલીનું ઘાતકપણું પ્રાપ્ત થાય છે એ રૂપ બીજો વિકલ્પ પણ બરાબર નથી. જે કારણથી લોકો પણ આભોગ વડે જીવઘાતમાત્રથી ઘાતકત્વનો વ્યવહાર કરતા નથી; કેમ કે કૂવામાં પડેલી ગાયમાં કૂવાના કરનારાને ગોવધ કરનારારૂપે સ્વીકારવાનો પ્રસંગ છે. કેમ કૂવાના કરનારને ગોવધ કરનાર સ્વીકારવાનો પ્રસંગ છે ? તેમાં હેતુ કહે છે –
ત્યારે કૂવો બનાવતી વખતે, ગાયના આભોગનું પણ સ્પષ્ટપણું છે=આ કૂવામાં ગાય પડીને મરી શકે છે, તેવા પ્રકારનો બોધ કૂવો કરનારને સ્પષ્ટ છે. તેથી શું ફલિત થાય ? તે બતાવવા અર્થે ત્રીજો હેતુ કહે છે –
આભોગજન્યપણાનું હિંસામાં અસિદ્ધપણું છે-કૂવો ખોદનારને સ્પષ્ટ બોધ છે કે આમાં ગાય પડીને મરી શકે છે તે પ્રકારના આભોગથી ગાય પડીને મરે ત્યારે તે હિંસામાં આવ્યોગજન્યત્વની પ્રાપ્તિ હોવા છતાં તે હિંસારૂપે પ્રસિદ્ધ નથી અર્થાત્ કૂવો ખોદાવનાર દ્વારા હિંસા કરાઈ છે તે રીતે લૌકિક વ્યવહારથી સિદ્ધ નથી. દિ=જે કારણથી, હિંસામાં મારવાની હેતુ છે. વળી આભોગ અન્યથા સિદ્ધ છે કૂવો ખોદાવનારને બોધ છે કે આમાં હિંસા થઈ શકશે એ પ્રકારનો આભોગ હિંસા પ્રત્યે કારણ નથી પરંતુ અન્યથા સિદ્ધ છે, એથી આ દોષના વારણ માટે આભોગપૂર્વક હિંસા થતી હોય તે હિંસા છે એ પ્રકારના દોષના વારણ માટે, મરણ ઉદ્દેશક મરણાનુકૂલ વ્યાપારવાનપણું હિંસા કહેવી જોઈએ; તોપણ કાશીમરણ ઉદ્દેશપૂર્વક અનુષ્ઠાનમાં આત્મહિંસાત્વ આપત્તિના વારણ માટે