________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
૨૪3 તેથી એ ફલિત થાય કે આરંભકપણું અને પ્રાણાતિપાતપણું દ્રવ્યહિંસા હોતે છતે પણ પ્રમત્તને જ સંભવે છે, અપ્રમત્તસાધુને દ્રવ્યહિંસા હોતે છતે પણ આરંભકપણું અને પ્રાણાતિપાતપણું સંભવતું નથી. એથી ભગવાનને=વીતરાગ થયેલા એવા ભગવાનને, અપ્રમત્તભાવ સ્થિર હોવાથી તેઓના યોગને આશ્રયીને અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસા થાય તેના કારણે તેઓમાં આરંભકપણું છે અને પ્રાણાતિપાતપણું છે એ પ્રકારે જે પૂર્વપક્ષી આપાદન કરે છે તે અયુક્ત છે.
આશય એ છે કે પૂર્વપક્ષી કેવલીના યોગથી દ્રવ્યહિંસા થાય છે તેમ સ્વીકારતો નથી. તેથી તે કહે છે કે કેવલીના યોગથી દ્રવ્યહિંસા થાય છે તેમ તમે સ્વીકારશો તો કેવલીને આરંભિકીક્રિયાની અને પ્રાણાતિપાતિકીક્રિયાની પ્રાપ્તિ છે એમ તમારે માનવું પડશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
કેવલીના યોગથી દ્રવ્યહિંસા હોવા છતાં પણ જેમ અપ્રમત્તસાધુને આરંભિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા નથી તેમ કેવલીને પણ આરંભિકી અને પ્રાણાતિપાતિકીક્રિયા નથી તેમ સ્વીકારવું જોઈએ.
આ સર્વ કથનથી એ ફલિત થાય કે પ્રમત્તસાધુઓને કાયિકી, અધિકરણિકી અને પ્રાàષિકીક્રિયા અવશ્ય હોય છે. વળી, આરંભિકી અને પ્રાણાતિપાતિકીક્રિયામાંથી આરંભિકીક્રિયા અવશ્ય હોય છે. પ્રમત્તસાધુઓ પ્રમાદપૂર્વક પડિલેહણાદિ કરતા હોય ત્યારે તેમને પ્રાણાતિપાતિકીક્રિયાની પ્રાપ્તિ છે. વળી અપ્રમત્તસાધુઓ અક્રિયાવાળા જ હોય છે. આમ છતાં શાસનના ઉડ્ડાહના રક્ષણાર્થે માયાપ્રત્યયિકીક્રિયાવાળા હોય ત્યારે અપ્રમત્તસાધુ પણ બાદરjપરાયગુણસ્થાનક સુધી કાયિકી, અધિકરણિકી અને પ્રાàષિકી ક્રિયાવાળા પ્રાપ્ત થાય છે અને તે સિવાય અપ્રમત્તસાધુ અક્રિયાવાળા જ હોય છે. વળી અપ્રમત્તસાધુઓને આરંભિકીક્રિયા કે પ્રાણાતિપાતિકીક્રિયા ક્યારેય હોતી નથી, ક્વચિત્ તેઓના યોગથી દ્રવ્યહિંસા થાય તોપણ અપ્રમત્ત પરિણામ હોવાને કારણે આરંભિકી કે પ્રાણાતિપાતિકીક્રિયા તેઓને નથી. વળી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવાળો જીવો નિયમા અક્રિયાવાળા હોય છે તેથી તેઓને કાયિક, અધિકરણિકી અને પ્રાàષિકીક્રિયા નથી, તદુપરાંત આરંભિક ક્રિયા અને પ્રાણાતિપાતિકીક્રિયા પણ નથી. વીતરાગ પણ અક્રિયાવાળા જ છે, તેથી તેઓને કાયિકી આદિ ત્રણ ક્રિયાઓ પણ નથી, આરંભિકીક્રિયા પણ નથી અને પ્રાણાતિપાતિકીક્રિયા પણ નથી; છતાં વીતરાગના યોગોને પામીને અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસાનો ક્યારેક સંભવ હોય છે; કેમ કે ધર્મના પ્રયોજનથી ગમનાદિની પ્રવૃત્તિકાળમાં તે દ્રવ્યહિંસા અવર્જનીય છે.
પ્રમત્ત ગુણસ્થાનકવાળા સાધુ, અપ્રમત્ત ગુણસ્થાનકવાળા સાધુની જેમ નિર્વિકલ્પ ઉપયોગમાં નથી તેથી તેઓ અપ્રમાદપૂર્વક સંયમની ક્રિયા કરતા હોય ત્યારે પણ સમભાવનો રાગ અને અસમભાવનો દ્વેષ વિકલ્પરૂપે વર્તે છે. આથી જ તેઓને કાયિકક્રિયા હોય છે; કેમ કે રાગપૂર્વક કાયાનું પ્રવર્તન છે, માટે કાયિકક્રિયા છે. અપ્રમત્તસાધુઓ વિકલ્પને શાંત કરીને આત્માના નિર્વિકલ્પ સ્વરૂપમાં નિવેશ પામવા યત્ન કરતા હોય છે, તેથી કાયા સાથે સંલગ્ન થઈને તેઓની કાયિકક્રિયા નથી, પરંતુ વિકલ્પથી પર એવા સામાયિકના પરિણામમાં તેઓ વર્તે છે, માટે અક્રિયાવાળા છે. વળી પ્રમત્ત ગુણસ્થાનકવાળા સાધુ જિનવચનાનુસાર ક્રિયા કરતા હોય ત્યારે દુષ્પયુક્ત કાયિકીક્રિયા નથી, પરંતુ અનુપરત કાયિકીક્રિયા છે. તે વખતે તેમની કાયા