________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
૨૪૧
અને પ્રàષના અભાવને કારણે ત્યાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકમાં, કાયિકી અને અધિકરણિકીક્રિયા સ્વીકાર કરાયે છતે કાયિકીઆદિ ક્રિયાત્રયના કાયિકી, અધિકરણિકી અને પ્રાકૅપિકી એ રૂપ ક્રિયાત્રયના, પરસ્પર નિયમની અનુપપત્તિ છે. “કાયિકીક્રિયા બે પ્રકારની છે : અનુપરત કાયિકીક્રિયા અને દુષ્પયુક્ત કાયિકીક્રિયા." એ પ્રકારે સિદ્ધાંતમાં વિધાન હોવાને કારણે કાયિકીક્રિયા, આરંભિકીક્રિયા સાથે સમલિયત છે અને પ્રાણાતિપાતિકીક્રિયા પ્રાણાતિપાતના વ્યાપારના ફળથી ઉપહિતપણું હોવાને કારણે તેની વ્યાપ્ય જ છે પ્રાણના અતિપાતની ક્રિયા હોય પણ અને ન પણ હોય એ પ્રકારની પ્રાણાતિપાતિકીક્રિયાની વ્યાપ્ય જ છે, એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. તેથી આરંભકપણું અને પ્રાણાતિપાતપણું દ્રવ્યહિંસા હોતે છતે પણ પ્રમતને જ સંભવે છે, અપ્રમતને નહીં. એથી ભગવાનને તેનાથી દ્રવ્યહિંસાથી, તેનું આપાદન=પ્રાણાતિપાતિકીક્રિયા આપાદાન કે આરંભકપણાનું આપાદન, અયુક્ત જ છે, એ પ્રમાણે દિશાસૂચન છે. પલા ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ શાસ્ત્રપાઠથી સ્થાપન કર્યું કે અપ્રમત્તસાધુઓને અક્રિયાપણું હોય છે, પરંતુ આરંભિકી કે પ્રાણાતિપાતિકીક્રિયા હોતી નથી. ત્યાં અથથી પૂર્વપક્ષી શંકા કરે છે –
તમે સ્થાપન કર્યું એ રીતે અપ્રમત્તસાધુને અક્રિયાનું સ્વામીપણું સુલભ હોય તો ભગવતીની વૃત્તિમાં અક્રિયપણું વિતરાગઅવસ્થાને જ આશ્રયીને કેમ કહ્યું ? અર્થાત્ પૂર્વે કહ્યું તેમ ભગવતીસૂત્રમાં કહ્યું છે કે બે પ્રકારના સંયત જીવો છે : (૧) સરાગસંયત અને (૨) વીતરાગસંયત. જે વીતરાગસંયત છે તે અક્રિયાવાળા છે અને જે સરાગસંયત છે તેના બે ભેદો છે : (૧) પ્રમત્તસંયત અને (૨) અપ્રમત્તસંયત. તેમાં જે પ્રમત્તસંયત છે તેમને બે ક્રિયા છે અને અપ્રમત્તસંયતને એક માયાપ્રત્યયિકક્રિયા છે તેથી ભગવતીમાં તમારા કથનાનુસાર અપ્રમત્તસાધુને અક્રિયપણું કેમ ન કહ્યું ? અને વીતરાગને જ અક્રિયપણું કેમ કહ્યું ? તેને ગ્રંથકારશ્રી કહે છે –
સ્પષ્ટપણા માટે વિતરાગને ભગવતીમાં અક્રિયાવાળા કહ્યા છે; કેમ કે બાદરસપરાયરૂપ નવમાં ગુણસ્થાનકમાં પ્રવચનના ઉડ્ડાહના રક્ષણાર્થે અપ્રમત્તસાધુ પણ જ્યારે માયાપ્રત્યયિકીક્રિયા કરતા હોય ત્યારે પ્રદ્વેષથી અન્વિત છે. તેથી અપેક્ષાએ ત્રિક્રિયત્નો અભ્યાગમ બાદરગંપરાય ગુણસ્થાનકમાં છે, તોપણ સૂક્ષ્મસંપરામાં પ્રકેષથી અન્વિતપણું નહીં હોવાથી અક્રિયપણું પરિશિષ્ટપણાથી છે અર્થાત્ વીતરાગને અક્રિયપણું સ્થિર થયેલું છે જ્યારે સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકમાં પરિશિષ્ટપણાથી અક્રિયપણું છે તે બતાવવા માટે ભગવતીસૂત્રમાં જે પ્રકારે કથન કર્યું તે અવશ્ય આશ્રયણીય છે.
આશય એ છે કે અપ્રમત્તમુનિ પ્રાયઃ અક્રિયાવાળા હોય છે, છતાં શાસનના ઉડ્ડાહના રક્ષણાર્થે પ્રàષથી યુક્ત હોય ત્યારે મોહ ઉન્મેલન માટે અપ્રમાદથી યત્ન કરનારા હોવા છતાં તેઓને ત્રણ ક્રિયાનો સ્વીકાર કરાયો છે તેથી તે વખતે તેઓ અક્રિયાવાળા નથી. આવો કોઈ પ્રસંગ ન હોય તો અપ્રમત્તસાધુ અક્રિયાવાળા