________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-પ૧
૨૩૯ જ કાયાથી થતી હિંસાને પ્રાણાતિપાતિકીક્રિયા સ્વીકારાય છે. માટે વીતરાગને કે અપ્રમત્તસાધુને પ્રાણાતિપાતાદિ ક્રિયા નથી તેથી તેઓના યોગને આશ્રયીને જે હિંસા થાય છે તે અશક્યપરિહારરૂપ હોવાથી તેઓને કર્મબંધનું કારણ નથી.
વળી પૂર્વપક્ષી કહે છે તેમ અવીતરાગને પ્રàષનો પરિણામ સાક્ષાત્ ઉપયોગરૂપે નહીં હોવા છતાં અંતરંગ વૃત્તિથી પ્રદ્વેષનો અવિચ્છેદ હોવાને કારણે અપ્રમત્તસાધુને પણ કાયિકી આદિ ક્રિયાત્રય સ્વીકારવામાં આવે તો સૂક્ષ્મસંપરાયચારિત્રકાલમાં પ્રાણાતિપાતની પ્રાપ્તિમાં પ્રાણાતિપાતની ક્રિયાને કારણે વિધબંધકત્વની પણ શાસ્ત્રમાં ઉપપત્તિ બતાવી છે તે સંગત થાય નહીં.
આશય એ છે કે પૂર્વપક્ષી કહે છે કે અવીતરાગની કાયા અધિકરણરૂપ છે અને અવીતરાગ હોવાથી પ્રદ્વેષનો પરિણામ નાશ થયો નથી, તેથી અવીતરાગ એવા અપ્રમત્તસાધુથી પણ પ્રાણાતિપાતની ક્રિયા થાય ત્યારે અધિકરણિકી અને પ્રાàષિક ક્રિયાની પ્રાપ્તિ છે. માટે અપ્રમત્તસાધુથી જ્યારે કાયિકી હિંસા થતી હોય ત્યારે ત્રિક્રિયાવાળા સ્વીકારવા જોઈએ, અક્રિયાવાળા સ્વીકારવા જોઈએ નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે –
સૂક્ષ્મસંપાયમાં વર્તતા અપ્રમત્તમુનિની કાયાથી કોઈ પ્રાણીની અશક્યપરિહારરૂપ હિંસા થતી હોય ત્યારે પણ શાસ્ત્રકારોએ તેને છ કર્મોનો જ બંધક કહેલ છે, સાત કર્મોનો બંધક કહેલ નથી અને પ્રાણાતિપાતિક ક્રિયા કરનારને શાસ્ત્રમાં સાત કર્મ કે આઠ કર્મનો બંધક સ્વીકારેલ છે. માટે અપ્રમત્તસાધુની કાયાથી હિંસા થતી હોય તો પણ તેઓને પ્રાણાતિપાતની ક્રિયા નથી, તેમ સ્વીકારવું જોઈએ. અપ્રમત્તસાધુને અને વીતરાગને પ્રાણાતિપાતિકીક્રિયા નહીં હોવાને કારણે તેઓના યોગથી થતી હિંસાને દ્રવ્યહિંસા જ સ્વીકારવી જોઈએ. આ હિંસા અશક્યપરિહારરૂપ જ છે.
અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે પ્રજ્ઞાપના સૂત્રમાં જ્ઞાનાવરણીયકર્મના બંધક જીવોને ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળા કે પાંચ ક્રિયાવાળા સ્વીકાર્યા છે. જ્ઞાનાવરણીયકર્મના બંધક સૂક્ષ્મસંપરા ગુણસ્થાનકવાળા જીવો પણ છે. તેથી તેઓને પણ ત્રણ ક્રિયા છે તેમ પ્રજ્ઞાપનાસૂત્ર અનુસાર સ્વીકારવું જોઈએ. જો આવું સ્વીકારીએ તો સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકમાં પણ પ્રાણાતિપાતિકીક્રિયાની પ્રાપ્તિ થાય છે. જો આ પ્રમાણે ન સ્વીકારીએ તો પ્રજ્ઞાપના સૂત્રમાં જ્ઞાનાવરણીયકર્મના બંધકને જેમ ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળા કે પાંચ ક્રિયાવાળા સ્વીકાર્યા તેમ અક્રિયાવાળા પણ સ્વીકારવા જોઈએ. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
પ્રજ્ઞાપના સૂત્રમાં ત્રણાદિ ક્રિયાથી સહચરિત જ્ઞાનાવરણીયકર્મના બંધમાં પ્રાણાતિપાતની પરિસમાપ્તિની નિષ્પત્તિનો ભેદ બતાવવા માટે છે. તેથી જેઓ પ્રાણાતિપાતિકીક્રિયા કરતા હોય તે વખતે જ્ઞાનાવરણીયકર્મ બાંધી રહ્યા હોય છે ત્યારે કેટલી ક્રિયાઓ કરે છે તે બતાવવા માટે ત્રણ ક્રિયા, ચાર ક્રિયા કે પાંચ ક્રિયાનું કથન કરેલ છે, પરંતુ અક્રિયાનું કથન કરેલ નથી; કેમ કે પ્રાણાતિપાતિકીક્રિયા કરનારા પ્રમત્તસાધુ જ હોય છે, અપ્રમત્તસાધુ હોતા નથી. પ્રમત્તસાધુઓને ત્રણ, ચાર કે પાંચ ક્રિયાની પ્રાપ્તિ છે; પરંતુ જ્ઞાનાવરણીયકર્મના બંધમાં કેટલી ક્રિયા છે ? તે વિભાગના નિયમને બતાવવા માટે પ્રજ્ઞાપનાસૂત્રનું કથન નથી.