________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧
૨૩૭
“હે ભગવાન ! જીવો પ્રાણાતિપાતથી કઈ કર્મ પ્રકૃતિઓ બાંધે છે ? ભગવાન કહે છે હે ગૌતમ, સાત પ્રકારની કર્મપ્રકૃતિઓ બાંધે છે અથવા આઠ પ્રકારની કર્મપ્રકૃતિઓ બાંધે છે.” એ પ્રકારની ઉક્ત વ્યવસ્થાની અનુપપત્તિ છે.
અહીં ‘નનુ’થી કોઈ પૂર્વપક્ષી શંકા કરે છે આ રીતે=પૂર્વમાં કહ્યું કે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકમાં છ કર્મ બાંધે છે માટે તેઓને પ્રાણાતિપાતિકીક્રિયા નથી એ રીતે, “હે ભગવાન્ ! જીવો જ્ઞાનાવરણીયકર્મ બાંધતાં કેટલી ક્રિયા કરે છે ? તેનો ઉત્તર આપતાં ભગવાન કહે છે હે ગૌતમ ! કથંચિત્ ત્રણ ક્રિયા કરે છે, કથંચિત્ ચાર ક્રિયા કરે છે, કથંચિત્ પાંચ ક્રિયા કરે છે.” એ પ્રકારના પ્રજ્ઞાપનાસૂત્રની કઈ ગતિ થાય ? અર્થાત્ એ પ્રજ્ઞાપનાસૂત્ર સંગત થાય નહીં; કેમ કે તમારી કહેવાયેલી રીતિથી જ્ઞાનાવરણીયકર્મને બાંધતા દશમા ગુણસ્થાનકવર્તી જીવોને અક્રિયત્વનો પણ સંભવ હોવાથી સ્થાત્ અક્રિય એ પ્રકારના ભંગનું ન્યૂનપણું છે=પ્રજ્ઞાપનાસૂત્રમાં સ્થાત્ ત્રણ ક્રિયાવાળા, સ્થાત્ ચાર ક્રિયાવાળા, સ્થાત્ પાંચ ક્રિયાવાળા બતાવ્યા તેમ સ્યાત્ અક્રિયાવાળા પણ બતાવવા જોઈએ, તે ભંગના ન્યૂનતત્વની પ્રાપ્તિ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે
છે
સ્વસહચરિત્ર જ્ઞાનાવરણીયમાં અથવા સ્વકાર્ય એવા જ્ઞાનાવરણીયમાં=પ્રાણાતિપાતની સાથે સહચરિત્ર અથવા પ્રાણાતિપાતના કાર્યરૂપ જ્ઞાનાવરણીયકર્મમાં, પ્રાણાતિપાતની પરિસમાપ્તિના નિવૃત્તિના=નિષ્પત્તિના, ભેદના પ્રકારને બતાવનાર આ સૂત્ર છે=પ્રજ્ઞાપનાનું સૂત્ર છે. પરંતુ તેના બંધમાં=જ્ઞાનાવરણીયતા બંધમાં, ક્રિયાના વિભાગના નિયમનના પ્રદર્શનપર પ્રજ્ઞાપનાસૂત્ર નથી એથી આ ગતિ છે=પ્રજ્ઞાપનાસૂત્રની આ વ્યવસ્થા છે, એ પ્રમાણે તું ગ્રહણ કર.
તેની વૃત્તિમાં=પ્રજ્ઞાપનાની વૃત્તિમાં, તે કહેવાયું છે=ગ્રંથકારશ્રીએ જે સમાધાન કર્યું તે કહેવાયું અહીં=સંસારમાં, જીવ પ્રાણાતિપાતથી પૂર્વમાં કહેવાયેલ સાત પ્રકારનું અથવા આઠ પ્રકારનું કર્મ બાંધે છે. વળી, જ્ઞાનાવરણીય આદિ કર્મોને બાંધતો એવો તે–તે જીવ, કેટલી ક્રિયાઓથી તે જ પ્રાણાતિપાતને સમાપન કરે છે ?–કેટલી ક્રિયાઓથી પૂર્ણ કરે છે ? એ પ્રકારે પ્રતિપાદન કરાય છે અને વળી કાર્ય એવા જ્ઞાનાવરણીયકર્મથી કારણ એવા પ્રાણાતિપાતના નિવૃત્તિનો ભેદ બતાવાય છે. અને તેના ભેદથી બંધવિશેષ પણ કહેવાય છે. અને કહેવાયું
છે
ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયાથી હિંસા ક્રમશઃ સમાપ્ત થાય છે અને આનો બંધ=ત્રણાદિ ક્રિયા કરનારનો બંધ, વિશિષ્ટ થાય; જો યોગપ્રદ્વેષનું સામ્ય હોય, એથી તેને જ=પ્રાણાતિપાતના નિવૃત્તિના ભેદને જ, બતાવે છે સ્યાત્ ત્રણ ક્રિયાવાળા ઇત્યાદિ.
-
=
–
-
ભાવાર્થ:
પૂર્વપક્ષી બારમા, તેરમા ગુણસ્થાનકે દ્રવ્યહિંસારૂપ પ્રાણાતિપાતને સ્વીકારતો નથી અને કહે છે કે કેવલીને અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસા સંભવી શકે નહીં. તેનું નિરાકરણ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં કર્યું. હવે ‘ગ્નિ’થી કેવલીના યોગને આશ્રયીને અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસાનો સંભવ છે તે બતાવવા અર્થે કહે છે