________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
૨૩૫
ક્યારેક ઉડાહના રક્ષણની પ્રવૃત્તિવાળા અપ્રમત્તસાધુઓને અક્ષીણકષાયપણું હોવાથી માયાપ્રત્યયિકીક્રિયા હોય છે. અને આરંભિકીક્રિયા પ્રમત્તસંયતોને હોય છે. સર્વ પ્રમત્તયોગ આરંભરૂપ છે એથી કરીને આરંભિકીક્રિયા થાય. અને અક્ષીણકષાયપણું હોવાથી પ્રમત્તસંયતોને માયાપ્રત્યયિકીક્રિયા થાય.”
અને ત્યાં જ=ભગવતીસૂત્રમાં જ, આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં કહેવાયું છે – “હે ભગવાન ! ઔદારિકશરીરવાળો જીવ કેટલી ક્રિયા કરે ? તેનો ભગવાન ઉત્તર આપે છે – હે ગૌતમ ! સ્યાત્ ત્રણ ક્રિયાવાળો= કથંચિત્ ત્રણ ક્રિયાવાળો, કથંચિત્ ચાર ક્રિયાવાળો, કથંચિત્ પાંચ ક્રિયાવાળો અને કથંચિત્ અક્રિયાવાળો હોય.”
આની વૃત્તિ ભગવતીની વૃત્તિ “યથાથી બતાવે છે –
“પરના ઔદારિક આદિ શરીરને આશ્રયીને જીવની અને તારક આદિની ક્રિયાને કહેવા માટે કહે છે. નીfમત્યદ્દિ' એ પ્રતીક છે, ઔદારિકશરીર - ઔદારિકશરીરથી પરકીય ઔદારિકશરીરને આશ્રયીને કેટલી ક્રિયાવાળો જીવ છે ? એ પ્રકારનો ગૌતમસ્વામીનો પ્રશ્ન છે. તેનો ઉત્તર ભગવાન આપે છે “ચાત્' ત્રણ ક્રિયાવાળો,
જ્યારે એક જીવ અન્ય પૃથ્વીકાય આદિ સંબંધી ઔદારિકશરીરને આશ્રયીને કાયાનો વ્યાપાર કરે છે ત્યારે ત્રણ ક્રિયાવાળો છે; કેમ કે કાયિકી, અધિકરણિકી અને પ્રાદેશિકી ક્રિયાનો ભાવ છે. અને આ ત્રણ ક્રિયાનું પરસ્પર અવિનાભૂતપણું છે, કથંચિત્ ત્રણ ક્રિયાવાળો એ પ્રમાણે કહેવાયું. પરંતુ સ્થાત્ એક ક્રિયાવાળો, સ્યાત્ બે ક્રિયાવાળો કહેવાયો નહીં એથી ત્રણે ક્રિયાઓ પરસ્પર અવિનાભાવી છે. અને તેઓનો ત્રણ ક્રિયાઓનો અવિનાભાવ આ પ્રમાણે છે – અધિકૃત ક્રિયા=ઔદારિક-શરીરની ક્રિયા, અવીતરાગને જ હોય છે. ઈતરને નહીં, વીતરાગને નહીં; અને તેવા પ્રકારના કર્મબંધના હેતુપણાથી અવીતરાગની કાયાનું અધિકરણપણાથી અને પ્રષ અવિતપણાથી કાય ક્રિયાના સદ્ભાવમાં ઈતર બે ક્રિયાના અવશ્યભાવ છે=અધિકરણ અને પ્રદ્વેષ અવિત એવી બે ક્રિયાઓનો અવશ્ય સદ્ભાવ છે અને ઈતરના ભાવમાં=અધિકરણની ક્રિયામાં અને પ્રષની ક્રિયામાં, કાયિકી ક્રિયાનો સદ્ભાવ છે.
અને પ્રજ્ઞાપનામાં આ અર્થના વિષયમાં કહેવાયું છે – જે જીવની કાયિકક્રિયા છે તેને અધિકરણિકીક્રિયા નિયમો હોય છે. જે જીવને અધિકરણિકીક્રિયા છે. તે જીવને કાયિકીક્રિયા નિયમ છે ઈત્યાદિ. તે રીતે=પૂર્વમાં કહ્યું તે રીતે, આદ્ય ક્રિયાત્રયના સદ્ભાવમાં ઉત્તરની ક્રિયાદ્વય ભજનાથી છે, જેને કહે છે – જે જીવને કાયિકીક્રિયા છે તેને પારિતાપનિકી હોય પણ અને ન પણ હોય, ઈત્યાદિ. અને તેથી જ્યારે કાયવ્યાપાર દ્વારા આદ્ય ક્રિયાત્રય જ વર્તે છે ત્યારે પરિતાપના કરતો નથી અને અતિપાત કરતો નથી, તે વખતે ત્રિક્રિયાવાળો જ છે, આથી પણ કથંચિત્ ત્રણ ક્રિયાવાળો છે એમ કહેવાયું. વળી, જ્યારે જીવ પરિતાપન કરે છે ત્યારે ચાર ક્રિયા થાય; કેમ કે ત્યાં પરિતાપન ક્રિયામાંઆદ્ય ક્રિયાત્રયનો અવયંભાવ છે. જ્યારે વળી અતિપાતન કરે છે ત્યારે પાંચ ક્રિયાવાળો છે; કેમ કે ત્યાં=અતિપાતની ક્રિયામાં, આદ્ય ક્રિયા ચારનો અવશ્યભાવ છે. અને કહેવાયું છે – જેને પારિતાપનિકી ક્રિયા છે તેને કાયિકીક્રિયા નિયમ છે ઈત્યાદિ. આથી જ કહે છે – કથંચિત્ ચાર ક્રિયાવાળા છે, કથંચિત્ પાંચ ક્રિયાવાળા છે અને ચાતુ અક્રિયાવાળા છે. વીતરાગ અવસ્થાને આશ્રયીને અક્રિયાવાળા છે; હિં=જે કારણથી, તેમાં=અક્રિયા અવસ્થામાં, વીતરાગપણું હોવાથી જ અધિકૃત ક્રિયા નથી.”
આ વચન અનુસારથી=પૂર્વમાં ભગવતી આદિવાં વચનોની સાક્ષી આપી એ વચનાનુસારથી, આ પ્રતીત થાય છે=આગળમાં બતાવે છે એ પ્રતીત થાય છે. જે આરંભિકીક્રિયા પ્રમાદપર્યા જ છે. પરંતુ