________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧
વીતરાગને અને અપ્રમત્તસાધુઓને જીવ વિરાધના હોવા છતાં પણ આરંભિકી અને પ્રાણાતિપાતિકીક્રિયાનો અભાવ ભગવતીસૂત્રમાં કહેવાયો છે. તેમાં ભગવતીની સાક્ષી આપે છે તે પ્રમાણે સંયત સાધુઓ બે પ્રકારના છે ઃ સરાગસંયત અને વીતરાગસંયત. તેમાં જે વીતરાગસંયત છે તે અક્રિયાવાળા છે. જે સરાગસંયત છે તે બે પ્રકારના છે ઃ પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત. તેમાં જે અપ્રમત્તસંયત છે તેઓને માયાપ્રત્યયિકીક્રિયા પ્રવચનના ઉડ્ડાહ આદિના રક્ષણના પ્રયોજનથી ક્યારેક હોઈ શકે છે. જે પ્રમત્તસંયત છે તેઓને આરંભિકી અને માયાપ્રત્યયિકી બે ક્રિયાઓ હોય છે; કેમ કે પ્રમત્તસંયતનો સર્વ યોગ આરંભવાળો છે અને કષાય અક્ષીણ હોવાને કારણે પ્રમત્તસંયતને માયાપ્રત્યયિકીક્રિયા હોવાનો પણ સંભવ છે. આ વચનથી એ સિદ્ધ થયું કે વીતરાગને અને અપ્રમત્તસાધુને આરંભિકીક્રિયા નથી, પરંતુ પ્રમત્તસાધુને જ આરંભિકીક્રિયા છે.
૨૩૮
વળી ભગવતીના આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશમાં પ્રશ્ન કરેલ છે કે ઔદારિકશરીરવાળા જીવો કેટલી ક્રિયા કરે છે ? તેના જવાબરૂપે કહ્યું કે કથંચિત્ ત્રણ ક્રિયા કરે છે, કથંચિત્ ચાર ક્રિયા કરે છે, કથંચિત્ પાંચ ક્રિયા કરે છે અને કથંચિત્ અક્રિયાવાળા છે.
તેથી એ પ્રાપ્ત થાય કે ઔદારિકશરીરવાળા મનુષ્યો, સાધુ પણ હોય, સંસારી જીવો પણ હોય અને વીતરાગ પણ હોય, તેમાં જેઓ પ્રમત્તસાધુ છે તેઓ ત્રણ ક્રિયા કરે છે, ચાર ક્રિયા કરે છે કે પાંચ ક્રિયા કરે છે. જેઓ વીતરાગ છે તેઓ અક્રિયાવાળા છે અને જે અપ્રમત્ત છે તેઓ પણ અક્રિયાવાળા છે. તેથી વીતરાગને અને અપ્રમત્તસાધુને પ્રાણાતિપાતિકીક્રિયા નથી, તેમ સિદ્ધ થાય છે. આમ, ભગવતીસૂત્રના વચન અનુસાર એ ફલિત થાય છે કે આરંભિકીક્રિયા પ્રમત્ત ગુણસ્થાનક સુધી જ છે અને જીવવિરાધના થવા છતાં અપ્રમત્ત ગુણસ્થાનક આદિમાં આરંભિકીક્રિયા નથી. પ્રદ્વેષ યુક્ત જીવને પ્રાણાતિપાતકાળમાં પ્રાણાતિપાતિકીક્રિયા હોય છે, તેવી પ્રાણાતિપાતની ક્રિયા અપ્રમત્તને સંભવતી નથી. તેથી વીતરાગના યોગને આશ્રયીને જીવવિરાધના થાય તોપણ આરંભિકીક્રિયા અને પ્રાણાતિપાતિકીક્રિયાનો તેઓને અભાવ જ છે. માટે વીતરાગના યોગને આશ્રયીને અશક્યપરિહારરૂપ હિંસા થાય તોપણ તેઓને આરંભિકીક્રિયા અને પ્રાણાતિપાતિકીક્રિયા નહીં હોવાથી તે પ્રકારનો કર્મબંધ નથી. માટે વીતરાગને જેમ દ્રવ્યપરિગ્રહ સંભવે છે તેમ અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસા પણ સંભવી શકે છે તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ.
અહીં કોઈ શંકા કરે કે અવીતરાગની કાયા બાઘહિંસાનું કારણ બને એમ હોવાથી અધિકરણરૂપ છે, અપ્રમત્તસાધુ અવીતરાગ હોવાથી પ્રદ્વેષથી અન્વિત છે. તેથી જ્યારે તેઓ કાયિકીક્રિયા કરતા હોય ત્યારે જો તેમની કાયાથી પ્રાણાતિપાત થતો હોય તો તેમને ત્રણ ક્રિયાની પ્રાપ્તિ થાય, એ નિયમ પ્રમાણે અવીતરાગ એવા અપ્રમત્તસાધુને પણ તેમના યોગથી પ્રાણાતિપાતનો વ્યાપાર થતો હોય તો તેઓને પ્રાણાતિપાતિકીક્રિયાનો સંભવ છે એમ માનવું પડે. તેનું નિરાકરણ કરતાં કહે છે -
કાયિકીક્રિયા પણ પ્રાણાતિપાતજનક પ્રદ્વેષાદિ વિશિષ્ટ જ ગ્રહણ કરેલ છે તેથી અપ્રમત્તસાધુની કાયાથી અશક્યપરિહારરૂપ પ્રાણાતિપાત થતો હોય તોપણ પ્રાણાતિપાતજનક પ્રદ્વેષથી વિશિષ્ટ નહીં હોવાથી તેઓને પ્રાણાતિપાત નથી. માટે જેઓની કાયાની ક્રિયા કાયિકી આદિ ત્રણ ક્રિયાઓથી યુક્ત હોય તેઓની