________________
૨૪૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧
જ છે. સૂક્ષ્મસં૫રાયગુણસ્થાનકમાં પ્રદ્વેષનો સંભવ નથી, તેથી તેઓ અક્રિયાવાળા જ છે તોપણ તે અલ્પકાળ માટે જ છે. જ્યારે વીતરાગને જ અક્રિયાપણું સ્થિર થયેલ છે તે બતાવવા માટે ભગવતીમાં વીતરાગને અક્રિયાવાળા કહ્યા છે, અપ્રમત્તસાધુને અક્રિયાવાળા કહ્યા નથી; તોપણ અવશેષથી સૂક્ષ્મસંપ૨ાયવાળાને પણ અક્રિયાવાળા અવશ્ય માનવા જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનકમાં પ્રદ્વેષનો અભાવ હોવા છતાં તેમની કાયાથી જ્યારે હિંસા થતી હોય ત્યારે કાયિકીક્રિયા અને અધિકરણિકીક્રિયા સ્વીકારી શકાય, તેથી અપ્રમત્તસાધુઓને અક્રિયાવાળા કહી શકાય નહીં; પરંતુ ભગવતીમાં કહ્યું તે પ્રમાણે વીતરાગ જ અક્રિયાવાળા છે, બીજા કોઈ અક્રિયાવાળા નથી તેમ માનવું જોઈએ.
આ પ્રમાણે કહીને પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે ભગવતીના વચનાનુસાર વીતરાગ જ અક્રિયાવાળા છે, માટે વીતરાગના યોગથી હિંસા થઈ શકે નહીં. તે બતાવવા માટે જ ભગવતીમાં વીતરાગને અક્રિયાવાળા કહ્યા છે અને બાદરસંપરાયવાળા અને સૂક્ષ્મસં૫રાયવાળા અપ્રમત્તસાધુઓને પણ કાયાથી હિંસા થતી હોય ત્યારે અક્રિયાવાળા કહી શકાય નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે —
સૂક્ષ્મસંપ૨ાયવાળા જીવોને પ્રદ્વેષનો અભાવ હોવા છતાં કાયિકી અને અધિકરણિકીક્રિયા સ્વીકારવામાં આવે તો ભગવતીમાં કાયિકી આદિ ક્રિયાત્રયનો પરસ્પર નિયમ કહ્યો છે તે ઘટે નહીં. અર્થાત્ ભગવતીની વૃત્તિમાં સ્પષ્ટ કહેલ છે કે કાયિકી, પ્રાàષિકી અને અધિકરણિકી ત્રણે ક્રિયાઓ પરસ્પર સાથે જ હોય છે, તે નિયમ સંગત થાય નહીં. માટે સૂક્ષ્મસંપ૨ાયવાળા અપ્રમત્તસાધુઓ અક્રિયાવાળા છે તેમ સ્વીકારવું જોઈએ.
વળી કાયિકીક્રિયા બે પ્રકારની છે : અનુપરતકાયિકીક્રિયા અને દુષ્પ્રયુક્તકાયિકીક્રિયા. તેથી જે પ્રમત્તસાધુઓ છે તેઓને કાયિકી આદિ ત્રણ ક્રિયાઓ હોય છે ત્યારે જો તે પ્રમત્તસાધુ જિનવચનાનુસાર ઉપયુક્ત થઈને ક્રિયા કરતા હોય તો તેઓને અનુપરત કાયિકીક્રિયા હોય છે; કેમ કે અપ્રમત્તદશામાં નથી. અને પ્રમત્ત ગુણસ્થાનકવાળા સાધુઓ જ્યારે પ્રમાદપૂર્વક પડિલેહણાદિ કરતા હોય ત્યારે દુષ્પ્રયુક્ત કાયિકીક્રિયા છે. આ પ્રકારે શાસ્ત્રમાં કહેલું હોવાથી=પ્રમત્ત ગુણસ્થાનકમાં અનુપરત કાયિકીક્રિયા અથવા દુષ્પ્રયુક્ત કાયિકીક્રિયા હોય છે એ પ્રકારે શાસ્ત્રમાં કહેલું હોવાથી, કાયિકીક્રિયા આરંભિકીક્રિયા સાથે સમનિયત છે. માટે પ્રમત્ત ગુણસ્થાનકમાં આરંભિકીક્રિયા પણ અવશ્ય હોય છે. પ્રાણાતિપાતિકીક્રિયા પ્રાણાતિપાતના વ્યાપારના ફળથી ઉપહિતપણું હોવાને કારણે તદ્ વ્યાપ્ય જ છે=કાયિકીક્રિયા સમનિયત નથી, પરંતુ કાયિકીક્રિયાની સાથે વ્યાપ્ય જ છે; કેમ કે પ્રમત્તસાધુ જ્યારે પ્રમાદપૂર્વક પડિલેહણાદિ ક્રિયા કરે છે ત્યારે પ્રાણાતિપાતાદિની ક્રિયા હોય છે અને પ્રમત્ત ગુણસ્થાનકવાળા સાધુ જ જ્યારે ઉપયુક્ત થઈને પડિલેહણાદિ કરે છે ત્યારે કાયિકીક્રિયા હોવા છતાં પ્રાણાતિપાતિકીક્રિયા નથી. માટે કાયિકીક્રિયાની સાથે પ્રાણાતિપાતિકીક્રિયા સમનિયત નથી, પરંતુ કાયિકીક્રિયા સાથે વ્યાપ્ય છે.