________________
૨૪૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧, પર અધિકરણરૂપ પણ છે તેથી અધિકરણિકીક્રિયા છે અને તેઓને દુષ્કત પ્રત્યે કે પ્રમાદ પ્રત્યે દ્વેષ વર્તે છે તેથી પ્રાષિક ક્રિયા પણ છે. માટે પ્રમત્તસાધુને કાયિકી, અધિકરણિકી અને પ્રાદેષિકીક્રિયા પ્રમત્ત ગુણસ્થાનકમાં સદા પ્રાપ્ત થાય છે. વળી યતનાના અભાવને કારણે કોઈને પરિતાપના થાય તેવો વચનપ્રયોગ કરે કે પડિલેહણાદિ કરે ત્યારે પારિતાપનિકી ક્રિયાની પણ પ્રાપ્તિ થાય. વળી અયતનાને કારણે કોઈના પ્રાણ નાશ થાય તે પ્રકારે પ્રવૃત્તિ કરે ત્યારે પ્રાણાતિપાતિક ક્રિયા છે.
વળી શાસ્ત્રમાં કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને અતિપાતિની એમ પાંચ પ્રકારની ક્રિયા બતાવી તેમ આરંભિકી, પ્રાણાતિપાતિકી, માયાપ્રત્યયિકી ઇત્યાદિ અન્ય પ્રકારે પણ પાંચ ક્રિયા બતાવેલ છે. ગ્રંથકારશ્રીએ કાયિકી આદિ ત્રણ ક્રિયા સાથે આરંભિક ક્રિયા નિયત છે તેમ બતાવેલ છે અને કાયિકક્રિયા પણ દુષ્પયુક્ત હોય ત્યારે આરંભિકીક્રિયા અને પ્રાણાતિપાતિકીક્રિયા એમ બન્ને ક્રિયાની પ્રાપ્તિ છે તેમ બતાવેલ છે. તેથી પ્રમત્ત ગુણસ્થાનકમાં કોઈક મહાત્મા કાયિકી આદિ ત્રણ ક્રિયાની પ્રાપ્તિ હોય ત્યારે જો તે મહાત્મા અનુપરત કાયિકક્રિયાવાળા હોય તો તેઓનો રાગ જિનવચનાનુસાર ક્રિયા કરવામાં જ વર્તે છે અને જિનવચનાનુસાર વિધિમાં અલના થાય તેના પ્રત્યે પ્રષ વર્તે છે, માટે પ્રાષિકીક્રિયા છે અને કાયા સંયમમાં પ્રવર્તાવતા હોવા છતાં રાગપૂર્વકની સંયમની ક્રિયા છે તેથી અધિકરણિકીક્રિયાની પણ પ્રાપ્તિ છે. વળી કાયાથી સંયમના રાગપૂર્વક પ્રવૃત્તિ હોવાથી આરંભિકીક્રિયાની પણ પ્રાપ્તિ છે. પરંતુ ભગવાનના વચનાનુસાર સંયમમાં યત્ન હોવાથી અને સ્કૂલના પ્રત્યે દ્વેષ હોવાથી, અલનાના નિવારણ માટે યત્ન હોવાથી દુષ્યયુક્ત કાયિક ક્રિયા નથી. માટે પ્રાણાતિપાતિકીક્રિયા પણ નથી. આ પ્રકારે પ્રસ્તુત ગાથાથી વિશેષ અર્થ ફલિત થાય છે. આપણા અવતરણિકા:
अथावश्यंभाविन्यां जीवविराधनायामाभोगवतो भगवतो यद् घातकत्वमापाद्यते तत्किं लोकोतरव्यवहाराद्, उत लौकिकव्यवहाराद् उताहो स्वमतिविकल्पितव्यवहाराद? नाद्यः, लोकोत्तरघातकत्वव्यवहारे आभोगेन जीवविराधनामात्रस्यातन्त्रत्वाद्, आभोगेनापि जायमानायां तस्यामपवादपदप्रतिषेविणोऽघातकत्वस्य, अनाभोगेनापि जायमानायां तस्यां प्रमादिनो घातकत्वस्य च तद् व्यवहारेणेष्टत्वाद् । नापि द्वितीयः, यतो लोका अपि नाभोगेन जीवघातमात्रादेव घातकत्वं व्यवहरन्ति, कूपनष्टायां गवि तत्कर्तुर्गोवधकर्तृत्वप्रसङ्गाद्, गोराभोगस्यापि तदा स्फुटत्वाद्, आभोगजन्यत्वस्य च हिंसायामसिद्धत्वात् । हिंसायां हि जिघांसा हेतुराभोगस्त्वन्यथासिद्ध इति, एतद्दोषवारणार्थं 'मरणोद्देश्यकमरणानुकूलव्यापारवत्त्वं हिंसा वक्तव्या, तथापि काशीमरणोद्देशपूर्वकानुष्ठाने आत्महिंसात्वापत्तिवारणार्थमदृष्टाद्वारकत्वं विशेषणं देयं, इत्यदृष्टाद्वारकमरणोद्देश्यकमरणानुकूलव्यापारवत्त्वमेव हि हिंसा न्यायशास्त्रसिद्धेति । तृतीयस्तु पक्षोऽवशिष्यते, स तु स्वमतिविकल्पितत्वादेव स्वशास्त्रप्रतिज्ञाबाधया महादोषावह इत्यभिप्रायेणाह -