________________
૧૧
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૯
આ સર્વ કથનથી શું ફલિત થાય ? તે પૂર્વપક્ષી કહે છે –
સર્વ સંયત સાધુઓને દ્રવ્યાશ્રવ જ થાય છે, ભાવાશ્રવ થતો નથી. પ્રમત્તસંયતને અપવાદથી પ્રતિસેવનાકાળમાં આભોગ હોવા છતાં અર્થાતુ પોતાની પ્રવૃત્તિથી હિંસા થાય છે તેવું જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાનાદિ રક્ષાના અભિપ્રાયથી પ્રતિસેવા થવાને કારણે તેઓનો સંયમનો પરિણામ નાશ પામતો નથી. માટે તેઓના યોગથી થતી હિંસામાં દ્રવ્યાશ્રયપણું છે, ભાવાશ્રવપણું નથી. જે વખતે પ્રમત્તસંયત અપવાદથી પ્રતિસેવના નથી કરતા ત્યારે અનાભોગથી જ દ્રવ્યહિંસા છે માટે તેઓને દ્રવ્યાશ્રવ છે ભાવાશ્રવ નથી. વળી અપ્રમત્તસાધુઓને તો અપવાદનો અધિકાર નથી તેથી આભોગથી પણ તેમને હિંસા નથી અને અપ્રમાદ હોવાને કારણે પણ તેઓને હિંસા નથી, તેથી અનાભોગથી સહકૃત એવું અવશિષ્ટ મોહનીયકર્મ જ તેઓના યોગથી જીવવાતાદિનું કારણ બને છે. જ્યારે તેઓને પ્રમાદ પણ નથી અને અનાભોગ પણ નથી એવા કેવલીઓને દ્રવ્યાશ્રવ નથી જ થતો અને ક્ષીણમોહવાળા જીવોને મોહનીયની સત્તા નહીં હોવાને કારણે દ્રવ્યાશ્રવ થતો નથી, ફક્ત અનાભોગને કારણે સંભાવનારૂઢ આશ્રવછાયારૂપ દોષ સંભવે છે, તે પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે – ઇતરથા=મોહજન્ય પરિણતિરૂપ દ્રવ્યાશ્રવ છે એમ સ્વીકાર કરાય છd, દ્રવ્યપરિગ્રહયુક્ત એવા જિન મોહવાળા થવા જોઈએ; કેમ કે પૂર્વપક્ષીના મતાનુસાર દ્રવ્યહિંસા જેમ મોહની સત્તાજન્ય છે કે મોહના ઉદયજન્ય છે, તેમ દ્રવ્યપરિગ્રહની પરિણતિ પણ મોહની સત્તા કે મોહના ઉદયજન્ય માનવી પડે અર્થાત્ જેઓને વસ્ત્રાદિમાં મૂચ્છ છે તેઓનું દ્રવ્યપરિગ્રહ મોહના ઉદયજન્ય છે અને જેઓને ક્યાંય મૂર્છા નથી તેવા અપ્રમત્તસાધુ, વીતરાગ કે કેવલીને મોતની સત્તાજન્ય વસ્ત્રાદિ ધારણ છે તેમ માનવાનો પ્રસંગ આવે; કેમ કે કેવલી પણ વસ્ત્ર ધારણ કરે છે તે શાસ્ત્રસિદ્ધ છે અને કેવલી મોહ વગરના છે તે પણ શાસ્ત્રસંમત છે. તેથી જેમ દ્રવ્યપરિગ્રહ મોહ વગર સંભવી શકે તેમ દ્રવ્યહિંસા પણ મોહ વગર થઈ શકે એમ માનવું જોઈએ. માટે કેવલી મોહ વગરના હોવા છતાં કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ હિંસા થઈ શકે છે તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ; કેમ કે યતનાપરાયણ એવા કેવલીને પણ અશક્યપરિહારરૂપ હિંસા શાસ્ત્ર સ્વીકારે છે એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે ધર્મ ઉપકરણ એ દ્રવ્યપરિગ્રહરૂપ શાસ્ત્રસંમત નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
દશવૈકાલિકસૂત્ર અને પાક્ષિક સૂત્રની વૃત્તિ અને ચૂર્ણિ આદિમાં ધર્મઉપકરણ દ્રવ્યપરિગ્રહરૂપે સુપ્રસિદ્ધ છે. વળી, દ્રવ્યપરિગ્રહવાળા ભગવાનને મોહ ઇચ્છતો નથી આથી દ્રવ્યાશ્રવની પરિણતિ મોહજન્ય નથી. તેથી કેવલીના યોગથી કોઈ જીવોની હિંસા અશક્યપરિહારરૂપે થાય તે રૂપ દ્રવ્યાશ્રવની પરિણતિ મોહજન્ય નથી, પરંતુ યોગજન્ય છે, તેમ સ્વીકારવું જોઈએ. આજના