________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૦
૧૫
કઈ રીતે કેવલીને હિંસાનુબંધીરૌદ્રધ્યાનનો પ્રસંગ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે –
છપ્રસ્થ સંયત જીવો જીવઘાત ન થાય તેવી યતનાવાળા છે છતાં તેઓના કાયાદિના વ્યાપારથી જ્યારે જીવઘાત થાય છે ત્યારે ઘાત્ય એવા જીવવિષયક તેઓને અનાભોગ વર્તે છે અર્થાત્ તેઓના યોગથી જે જીવોનો ઘાત થાય છે તે જીવો મારા યોગથી મરશે તેવું અજ્ઞાન વર્તે છે. આ પ્રકારના અજ્ઞાનરૂપ અનાભોગથી સહકૃત મોહનીયકર્મના સહકારીકારણના વશથી તેઓના કાયાદિ વ્યાપારો જીવઘાતના હેતુ બને છે; કેમ કે છબસ્થ સંયત હોવાથી અનાભોગને કારણે જ તેમનાથી હિંસા થાય છે અને મોહનીયકર્મની સત્તા વિદ્યમાન છે તેથી દ્રવ્યાશ્રવરૂપ જીવઘાત થાય છે.
વળી, જ્યારે છદ્મસ્થ સંયતના યોગો જ ઘાત્યજીવ વિષયક આભોગ સહકૃત તેવા પ્રકારના મોહનીયના સહકારીકારણથી વિશિષ્ટ બને છે ત્યારે જીવરક્ષાના હેતુ બને છે. આથી જ દયાળુ સ્વભાવવાળા સાધુ નદી આદિ ઊતરતા હોય ત્યારે પોતાના યત્નથી જીવો મરશે તેવો આભોગ વર્તે છે છતાં તે પ્રકારના બોધથી યુક્ત તેવા પ્રકારનો મોહનીયનો ક્ષયોપશમભાવ વર્તે છે અર્થાત્ આ સર્વ જીવો મારા તુલ્ય છે તેથી સંયમવૃદ્ધિના પ્રયોજનાર્થે હું નદી ઊતરું ત્યારે પણ શક્ય એટલી જીવરક્ષા માટે મારે ઉદ્યમ કરવો જોઈએ, એવા પ્રકારના મોહનીયના ક્ષયોપશમાદિ સહકારીકારણથી વિશિષ્ટ છબસ્થના યોગો નદી ઊતરવાના કાળમાં જીવરક્ષાના હેતુ બને છે અર્થાત્ સ્વપ્રયત્નથી સાધ્ય એવી યતના દ્વારા જીવરક્ષા માટે યત્ન કરે છે આ પ્રકારે અનુભવથી સિદ્ધ છે.
વળી, કેવલીના યોગથી જેઓ હિંસા થાય છે તેમ માને છે તેઓના અભિપ્રાય અનુસાર કેવલીને કેવલજ્ઞાન હોવાથી છદ્મસ્થ સંયત જેવો અનાભોગનો પરિણામ નથી અર્થાતુ પોતાના યોગથી જીવોની હિંસા થશે તેના વિષયમાં બોધનો અભાવ નથી. વળી, કેવલી વીતરાગ હોવાથી મોહનીયાદિનો અભાવ છે તેથી પરિશેષથી કેવલજ્ઞાન સહકૃત એવા કેવલીના યોગો જ જીવઘાતના હેતુ બને છે; કેમ કે કેવલજ્ઞાનથી આટલા જીવો અમુક ક્ષેત્રાદિમાં મારે અવશ્ય હણાવા જોઈએ એવું જાણીને જ કેવલીના યોગથી તેમનો ઘાત થાય છે અને તે રીતે જેમ છબસ્થ સંયત જીવરક્ષા માટે યત્ન કરે છે તેમ કેવલીને જીવરક્ષાદિ ક્યારેય થાય નહીં; કેમ કે કેવલજ્ઞાન સહકૃત તેમના યોગોનું સદા ઘાતકપણું છે અર્થાત્ કેવલીને કેવલજ્ઞાનથી જણાય છે કે મારે તે તે ક્ષેત્રમાં આટલા જીવો હણવાના છે તેથી તે પ્રકારનો વ્યાપાર કરીને કેવલી જીવહિંસા માટે યત્ન કરે છે તેમ માનવું પડે.
વળી, જેમ છદ્મસ્થ સાધુના યોગથી હિંસા થવા છતાં તેઓ જીવરક્ષા માટે યત્ન કરે છે તેમ કેવલી માટે સંભવ નથી; કેમ કે જીવઘાતની જેમ જીવરક્ષાનું પણ અવશ્યભાવિપણા વડે કરીને કેવલીને જ્ઞાન છે. તેથી જીવઘાતમાં અને જીવરક્ષામાં કેવલજ્ઞાનનું સહકારી કારણ કલ્પવામાં આવે તો કેવલીના યોગો જીવઘાતનો પણ હેતુ છે અને જીવરક્ષાનો પણ હેતુ છે તેમ માનવું પડે. જો આમ માનીએ તો કેવલીના યોગો એક સાથે શુભાશુભરૂપ સદા બને; કેમ કે કેવલજ્ઞાનમાં તેમને ઘાત્યજીવોનું પણ જ્ઞાન છે અને પોતાના યોગથી રક્ષણ થશે તેનું પણ જ્ઞાન છે, તેથી કેવલી ઘાયજીવ વિષયક ઘાતનો યત્ન કરે છે અને રક્ષણીય જીવ વિષયક