________________
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-પ૧
૨૦૯ ज्ञात्वापि केवलिना भुक्तं' इति छद्मस्थेन ज्ञातत्वात्, अत एव रक्तातिसारोपशमनार्थं रेवतीकृतकूष्माण्डपाको भगवता श्रीमहावीरेण प्रतिषिद्धः, कदाचित्साधुना श्रुतव्यवहारशुद्ध्यानीतोऽपि रेवती तु जानात्येव यद् 'भगवता श्रीमहावीरेण ज्ञात्वैव भुक्तं' इति छद्मस्थज्ञानगोचरत्वेन श्रुतव्यवहारभङ्ग एवेति । एतेन 'केवलिनोऽभिप्रायाभावाज्जीवघातादौ सत्यपि न दोषः' इति पराशङ्कापि परास्ता, रेवतीकृतकूष्माण्डपाकपरित्यागानुपपत्तिप्रसक्तेः । किञ्च स्वतंत्रक्रियावतो ज्ञानपूर्वकप्रवृत्तावभिप्रायाभावं वक्तुं कः समर्थः? ટીકાર્ય :ગત વ ... સમર્થ ? આથી જ પુષ્પમાલામાં કહેવાયું છે –
વ્યવહાર પણ બલવાન છે જે કારણથી કેવલી પણ છદ્મસ્થને વંદન કરે છે. અને મુતવ્યવહારને પ્રમાણ કરતા આધાર્મિ વાપરે છે.” (પુષ્પમાલા ગાથા -૨૨૯)
તેની વૃત્તિ આ પ્રમાણે છે – “કેવલ નિશ્ચય પણ નહીં, પરંતુ સ્વવિષયમાં વ્યવહાર પણ બલવાન છે. જે કારણથી સમુત્પન્ન કેવલજ્ઞાનવાળા પણ શિષ્ય જો કે નિશ્ચયથી વિનયથી સાધ્ય એવા કાર્યનું સિદ્ધપણું હોવાથી કેવલી કોઈને વંદનાદિ વિનય કરતા નથી તોપણ વ્યવહારનયને અનુવર્તન કરતા, પૂર્વમાં કરાયેલા વિનયવાળા એવા કેવલી ગુરુને વંદન કરે છે=આસનદાનાદિ તેમના વિનયને તે પ્રમાણે જ કરે છે જે પ્રમાણે પૂર્વમાં કરતા હતા તે પ્રમાણે જ કરે છે, જ્યાં સુધી હજી પણ પોતે કેવલી છે એ પ્રમાણે જણાયા નથી. વળી જ્ઞાત થયે છતે આ કેવલી છે એ પ્રમાણે જ્ઞાત થયે છતે, ગુરુ પણ નિવારણ જ કરે છે વંદન કરવાનું નિવારણ કરે છે, એ પ્રકારનો ભાવ છે. અને બીજું અતિ ગૂઢાચારવાળા કોઈક ગૃહસ્થ વડે વિહિત આધાકર્મ છે અને તે શ્રતમાં ઉપયુક્ત પરીક્ષાથી અશઠ ભાવથી પરીક્ષા કરનારા પણ છપ્રસ્થ સાધુ વડે અવિજ્ઞાત ગ્રહણ કરીને આધાકર્મરૂપે અવિજ્ઞાત ગ્રહણ કરીને, કેવલી નિમિત્તક લાવેલું અને યથાવસ્થિત નિશ્ચયનયના મતથી અભોક્તવ્ય પણ તેને જાણતા કેવલી મૃતરૂપ વ્યવહારનયને પ્રમાણ કરતા એવા આ=કેવલી, વાપરે જ છે. અન્યથા=કેવલી અશુદ્ધ છે માટે વાપરે નહીં તો, શ્રુત અપ્રમાણ કરાયેલું થાય. અને આ=કૃત, અપ્રમાણ કરવું જોઈએ નહીં; કેમ કે સર્વ વ્યવહારનું પ્રાયઃ શ્રુતથી જ પ્રવર્તમાનપણું છે. તે કારણથી વ્યવહારનય પણ બલવાન જ છે; કેમ કે કેવલી દ્વારા સમર્થિતપણું છે.”
એ પ્રકારે પુષ્પમાલાસૂત્રની વૃત્તિ આદિના વચનથી કેવલી અષણીય આહારની પ્રવૃત્તિની સિદ્ધિ હોવા છતાં પણ અપવાદની સિદ્ધિ નથી; કેમ કે જ્ઞાનાદિ હાતિના ભયથી ત્યાં અપ્રવૃત્તિ છેઃ અષણીયમાં કેવલીની પ્રવૃત્તિ નથી.
અહીં પ્રશ્ન થાય કે જો જ્ઞાનાદિ હાનિનો ભય કેવલીને ન હોય તો કેવલી અનેષણીય આહાર કેમ ગ્રહણ કરે છે ? એથી બીજો હેતુ કહે છે –
શ્રુતવ્યવહારની શુદ્ધિ માટે જ ત્યાં=અષણીય આહારમાં, પ્રવૃત્તિ છે=કેવલીની પ્રવૃત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે કેવલીની અનેષણીય આહારમાં પ્રવૃત્તિ છે અને અનેકણીય આહાર સાવદ્ય છે માટે અપવાદથી જ તેના ગ્રહણની કેવલીને સિદ્ધિ થશે. તેથી કહે છે –