________________
૨૨૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
આશ્રયણ છે તેમ શ્રત વ્યવસ્થાને આશ્રયીને જ શ્રુતવ્યવહારથી શુદ્ધ એવી ભિક્ષામાં અષણીયત્વનું વિધાન છે એમ પૂર્વની સાથે અન્યાય છે.
ભગવાન વડે સ્વીકારાયેલા વ્યુતવ્યવહારથી શુદ્ધ પ્રતિષિદ્ધત્વ અભિમત વિષયવાળી પ્રવૃત્તિઓનું વસ્તુતઃ પ્રતિષિદ્ધવિષયપણું નથી=મુતવ્યવહારથી છઘસ્થ દ્વારા લાવેલ, કેવલી વડે શુદ્ધ તરીકે સ્વીકારાયેલ અને શ્રત વ્યવહારથી શુદ્ધ એવા તે આહારમાં પ્રતિષિદ્ધવાભિમત વિષયની પ્રવૃત્તિઓનું વસ્તુતઃ પ્રતિષિદ્ધ વિષયપણું નથી. અથવા તેઓ વડે=કેવલી વડે આ સાવધ છે એ પ્રમાણે પ્રજ્ઞાપન કરીને પ્રતિસેવિત્વ નથી અર્થાત્ શ્રત વ્યવહારથી શુદ્ધભિક્ષામાં આ સાવદ્ય છે એવો બોધ કરાવીને સેવન કરાયું નથી; કેમ કે “આ' એ શબ્દ દ્વારા પ્રત્યક્ષ વ્યક્તિનું ગ્રહણ છે અને તેનું સામે દેખાતી ભિક્ષાનું, અનવદ્યપણું છે અર્થાત્ શ્રત વ્યવહારથી શુદ્ધ એવી ભિક્ષાનું અનવદ્યપણું છે. એ પ્રમાણે જો પૂર્વપક્ષી વડે કહેવાય તો “અષણીય સાધુને ગ્રહણ કરવું જોઈએ નહીં' ઈત્યાદિ પ્રતિષેધવાક્યમાં શ્રુતવ્યવહારથી શુદ્ધ અનેકણીયથી અતિરિક્ત અષણીયાદિનું નિષેધપણું કહેવું જોઈએ=પૂર્વપક્ષીએ કહેવું જોઈએ. અને તે રીતે=જે રીતે શ્રત વ્યવહારશુદ્ધ અનેષણીયથી અતિરિક્ત અષણીયનું નિષેધપણું છે તે રીતે, અપવાદિક અન્ય પણ કૃત્ય કૃતવ્યવહારસિદ્ધ છે, એથી અપ્રતિષિદ્ધ જ છે. એથી આભોગથી પ્રતિષિદ્ધ વિષયક પ્રવૃત્તિ સાધુને ક્યારેય પણ નહીં થાય. એથી તારી અપેક્ષાએ= પૂર્વપક્ષીની અપેક્ષાએ, યતિઓના અશુભયોગત્વનો ઉચ્છેદ જ થાય. એથી પ્રમત્તસાધુઓના શુભાશુભયોગપણાથી વૈવિધ્યના પ્રતિપાદક આગમને વિરોધ થાય.
તે કારણથી પૂર્વપક્ષીના મતાનુસાર સ્વીકારવામાં આવે તો પ્રમત્તસાધુઓના શુભાશુભ યોગપણાથી કૈવિધ્ય પ્રતિપાદક આગમનો વિરોધ છે તે કારણથી, આભોગથી જીવઘાત ઉપહિતપણું યોગોનું અશુભપણું નથી. પરંતુ સૂત્ર ઉદિત ઈતિકર્તવ્યતાના ઉપયોગપૂર્વક વ્યાપારપણું શુભયોગપણું છે અને તદનુપયોગપૂર્વક વ્યાપારપણું સૂત્રમાં કહેલ ઇતિકર્તવ્યતાના અનુપયોગપૂર્વક વ્યાપારપણું, અશુભયોગપણું છે એમ આગળની સાથે અવય છે. અથવા અશુભયોગજન્ય જીવઘાત આરંભકત્વ વ્યવહારનો વિષય નથી; કેમ કે અશુભયોગપદમાં અને આરંભપદમાં પર્યાયત્વનો પ્રસંગ છે.
છેઅહીં ‘નામયોગાન નીવાતો' પૂર્વે ‘ન વા' હોવાની સંભવાના છે. અને પાછળમાં રહેલ વા’ આવશ્યક જણાતો નથી.
અને એકેન્દ્રિય આદિમાં આરંભકત્વના વ્યવહારના અભાવનો પ્રસંગ છે. દિકજે કારણથી, તેઓ= એકેંદ્રિય જીવો, આભોગપૂર્વક જીવતો નાશ કરતા નથી અને તેઓમાં એકેંદ્રિયાદિ જીવોમાં, આરંભકત્વનો વ્યવહાર છે. તે ભગવતીવૃત્તિમાં કહેવાયું છે એકેન્દ્રિય આદિ જીવોમાં આભોગપૂર્વક જીવહિંસા નહીં હોવા છતાં આરંભકત્વનો વ્યવહાર છે તે ભગવતીની વૃત્તિમાં કહેવાયું છે – “ત્યાં જે તે અસંયત જીવો છે તે અવિરતિને આશ્રયીને આત્મારંભ પણ છે યાવત્ અલારંભવાળા નથી." આ પ્રકારના આવા વ્યાખ્યાનમાં= ભગવતીના વ્યાખ્યાનમાં, કહેવાયું છે –