________________
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-પ૧
૨૫ “અહીં=ભગવતીસૂત્રના કથનમાં, આ ભાવ છે – જો કે અસંયત એવા સૂક્ષ્મ એકેન્દ્રિય આદિ જીવોને આત્મારંભકાશિત્વ સાક્ષાત્ નથી તોપણ અવિરતિને આશ્રયીને તેઓને તે છે=આત્મારંભકાદિત્વ છે. હિં=જે કારણથી, તેઓ-સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવો, તેનાથી આરંભથી, નિવૃત્ત નથી. આથી અસંયત એવા તેઓની અવિરતિ,
ત્યાં=આત્માઆરંભકત્વાદિમાં, કારણ છે. વળી, નિવૃત્ત એવા સાધુઓને અવિરતિથી નિવૃત્ત એવા સાધુઓને, કોઈક રીતે આત્માદિ આરંભકપણું હોવા છતાં પણ બાહ્ય કૃત્યને આશ્રયીને આરંભકપણું હોવા છતાં પણ, અનારંભકપણું છે. જે કારણથી કહે છે – “યતમાનની જે વિરાધના છે તે નિર્જરાફળવાળી છે ઈત્યાદિ ઓઘનિર્યુક્તિ ગાથા-૭૫૯માં કહેવાયું છે.”
પૂર્વમાં સ્થાપન કર્યું કે કેવલીનું આભોગપૂર્વક જીવાત ઉપહિતપણું અશુભયોગપણું નથી અથવા અશુભયોગજન્ય જીવઘાત આરંભકત્વના વ્યવહારનો વિષય નથી. તો શું છે ? તે વિસ્તુથી કહે છે –
પરંતુ સૂત્ર ઉદિત ઈતિકર્તવ્યતાના ઉપયોગપૂર્વક વ્યાપારપણું=સૂત્રમાં કહેલી જે પ્રકારની કર્તવ્યતા છે તેના સ્મરણના ઉપયોગપૂર્વક વ્યાપારપણું, શુભયોગપણું છે અને શાસ્ત્રમાં કહેલી ક્રિયાના ઈતિકર્તવ્યતાના અનુપયોગપૂર્વક વ્યાપારપણું અશુભયોગપણું છે. ભગવતીવૃત્તિમાં તે શુભયોગપણું અને અશુભયોગપણું, કહેવાયું છે – ઉપયુક્તપણાથી પ્રત્યુપેક્ષણાદિ કરણ શુભયોગ છે. વળી તે જ=પ્રત્યુપેક્ષણાદિ અનુપયુક્તપણાથી કરણ અશુભયોગ છે. ત્યાં શુભયોગ સંતસાધુઓને છઠ્ઠા પણ ગુણસ્થાનકમાં, સંયમના સ્વભાવથી જ છેઃછઠ્ઠા ગુણસ્થાનકમાં વર્તતા ચારિત્રના પરિણામના કારણે જ છે. અને અશુભયોગ પ્રમાદ ઉપાધિવાળો =મોહને પરવશ વર્તતા ઉપયોગરૂપ ઉપાધિવાળો છે. તે ત્યાં જ કહેવાયું છે=શુભયોગ અને અશુભયોગ શેના કારણે છે? તે ત્યાં જ કહેવાયું છે – પ્રમત્તસંયતને શુભ-અશુભયોગ થાય=સંતપણાને કારણે શુભયોગ થાય પ્રમાદપરપણાને કારણે અશુભયોગ થાય. ત્યાં પ્રમત્તસંયતોને અનુપયોગથી પ્રત્યુપેક્ષણાદિ કરણને કારણે અશુભયોગદશામાં આરંભિકીક્રિયાના હેતુનું વ્યાપારવાનપણું હોવાને કારણે સામાન્યથી આરંભકપણું હોવાથી આત્મા આરંભકત્વાદિ છે. વળી, શુભયોગદશામાં સમ્યફ ક્રિયાના ઉપયોગનું આરંભિકીક્રિયાનું પ્રતિબંધકપણું હોવાથી તદુપહિત વ્યાપારનો અભાવ હોવાને કારણે=આરંભિકીક્રિયાથી યુક્ત વ્યાપારનો અભાવ હોવાને કારણે, અમારંભકપણું છે. વળી પ્રમત ગુણસ્થાનકમાં સદા આરંભિકીક્રિયાનો સ્વીકાર અયુક્ત છે; કેમ કે અનિયમથી ત્યાં=પ્રમત ગુણસ્થાનકમાં, તેનું પ્રતિપાદન છે=આરંભિકીક્રિયાનું પ્રતિપાદન છે, તે પ્રજ્ઞાપનામાં બાવીસમા ક્રિયાપદમાં કહેવાયું છે – “હે ભગવાન ! આરંભિકીક્રિયા કોને હોય છે. હે ગૌતમ ! અન્યતર પણ પ્રમત્તસંયતને હોય છે.” એની વૃત્તિ પ્રજ્ઞાપતાની વૃત્તિ, યથાથી બતાવે છે – ‘આમિયા ' ઈત્યાદિથી માંડીને ‘મUMયરવિ ' એ પ્રતીક છે. એમાં ‘પિ' શબ્દ ભિન્નક્રમવાળો છે.
ક્યાં ‘' શબ્દનું યોજન છે ? તે કહે છે – ‘પ્રમત્તસંયતમાં “મ'નું યોજન છે. તેથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે –