________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
૨૨૭ છતાં ભાવ પરિગ્રહ નથી તેમ સ્વીકારે છે. પોતાના કથનની પુષ્ટિ માટે પૂર્વપક્ષી શું વિચારી શકે ? તે તિ વ'થી “વિમા તે' દ્વારા બતાવે છે –
છપ્રસ્થથી લાવેલ શ્રુતવ્યવહારથી શુદ્ધ અનેષણીય વસ્તુને કોઈ કેવલી ગ્રહણ કરે છે તે સ્થાનમાં તે આહારને અનેકણીયત્વનું જે કથન છે તે શ્રુતવ્યવસ્થાને આશ્રયીને જાણવું અર્થાત્ કેવલી શ્રુતવ્યવહારથી શુદ્ધ આહારગ્રહણ કરે છે તે વસ્તુતઃ અષણીય નથી, પરંતુ શ્રુતવ્યવસ્થાને આશ્રયીને આ આહાર આ પ્રકારના દોષવાળું અનેષણાય છે તેમ કહેવાય છે. વસ્તુતઃ શ્રુતવ્યવહારથી શુદ્ધ હોવાથી તે આહાર એષણીય જ છે, માટે કેવલી અપવાદથી અનેષણીય આહારગ્રહણ કરે છે તેમ કહેવું ઉચિત નથી. વળી, પોતાના કથનની પુષ્ટિ અર્થે પૂર્વપક્ષી દૃષ્ટાંત આપે છે –
આ સાધુ ઉદયન રાજા છે.” એ કથનમાં તે સાધુમાં રાજાપણું અગૃહીતશ્રામણ્ય અપેક્ષાએ જ છે, એ પ્રકારે બોલનારના વચનનું આશ્રયણ છે. વસ્તુતઃ ઉદયન રાજર્ષિ દીક્ષિત અવસ્થા કાળમાં રાજા નથી તેમ કેવલી દ્વારા ગ્રહણ કરાયેલ આહાર શ્રુતવ્યવસ્થાને આશ્રયીને જ અનેષણીય કહેવાય છે તે આહાર વહોરવાની પૂર્વની અવસ્થામાં ગૃહસ્થ દ્વારા નિષ્પાદન કરાયેલા દોષને આશ્રયીને છે. વસ્તુતઃ શ્રુતવ્યવહારથી શુદ્ધ આહાર એષણીય જ છે. માટે ભગવાન અપવાદથી અનેષણીય આહારગ્રહણ કરે છે તેમ કહેવું ઉચિત નથી; કેમ કે ભગવાન વડે સ્વીકૃત વ્યુતવ્યવહારથી શુદ્ધ એવો આહાર પ્રતિષિદ્ધત્વરૂપે અભિમત એવા વિષયની પ્રવૃત્તિવાળાનું વસ્તુતઃ પ્રતિષિદ્ધ વિષયપણું નથી=શાસ્ત્રમાં જેનો પ્રતિષેધ કરેલ હોય તેવા આહારને જે સાધુઓ ગ્રહણ કરે નહીં તેવા સાધુ માટે તે આહાર ન ગ્રહણ કરાય તેવો નથી; કેમ કે શ્રુતવ્યવહાર શુદ્ધ છે. વળી, ભગવાન વડે આ સાવદ્ય છે' એવું જાણીને સ્વીકારાયેલું નથી; કેમ કે ‘આ’ શબ્દથી સામે દેખાતો આહાર ઉપસ્થિત થાય છે. તે આહાર શ્રુતવ્યવહારથી શુદ્ધ હોવાને કારણે અનવદ્ય જ છે એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
અનેષણીય ગ્રહણ કરવું જોઈએ નહીં' ઇત્યાદિ પ્રતિષેધવાક્યમાં તારા કથન અનુસાર શ્રુતવ્યવહારથી શુદ્ધ અનેષણીયથી અતિરિક્ત અનેષણીયનો નિષેધ કહેવો જોઈએ. અપવાદિક અન્ય કૃત્યો પણ શ્રુતવ્યવહારથી સિદ્ધ હોય તે અપ્રતિષિદ્ધ જ છે તેમ તારા મત પ્રમાણે માનવું પડે. એથી આભોગથી પ્રતિષિદ્ધની પ્રવૃત્તિ સાધુને કોઈ સ્થાનમાં તારા મત પ્રમાણે પ્રાપ્ત થાય નહીં. એથી તારા નિયમ પ્રમાણે યતિઓના અશુભયોગત્વનો વિચ્છેદ જ થાય. જો આવું સ્વીકારીએ તો પ્રમત્તસાધુઓને શુભ-અશુભ-ઉભય યોગવાળારૂપે સ્વીકારનાર આગમનો વિરોધ થાય. આ પ્રકારનો દોષ પૂર્વપક્ષીના કથનથી પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે કેવલીએ સ્વીકારેલ શ્રુતવ્યવહારથી શુદ્ધ અનેષણયને પૂર્વપક્ષી એષણીયરૂપે સ્થાપન કરે તો શાસ્ત્રમાં સાધુને અનેષણીય ગ્રહણ કરવું જોઈએ નહીં એમ કહ્યું છે ત્યાં પણ અનેષણીયનો અર્થ એ પ્રમાણે કરવો જોઈએ કે શ્રુતવ્યવહારશુદ્ધ અનેષણીયથી અન્ય અનેષણીય ગ્રહણ કરવું જોઈએ નહીં. જો આમ સ્વીકારીએ તો તે રીતે અપવાદિક અનેષણીય આહાર સાધુ ગ્રહણ કરે છે તે શ્રુતવ્યવહારથી શુદ્ધ છે તેથી તેનો નિષેધ કરી શકાય નહીં. ફળસ્વરૂપે એવું માનવું પડે કે અપવાદ સિવાયનાં સ્થાનોમાં શ્રુતવ્યવહારથી