________________
૨૧૩
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
વળી, કેવલી અનેષણીય આહારગ્રહણ કરે અને છદ્મસ્થ વડે ક્યારેય પણ જ્ઞાન થાય તેમ હોય કે કેવલી અશુદ્ધ આહાર વાપરે છે ત્યારે કેવલી તે અશુદ્ધ આહાર ગ્રહણ કરતા નથી. જેમ રેવતીએ વીરભગવાન માટે અશુદ્ધ આહાર કરેલ, અને રેવતીને જ્ઞાત હતું કે આ અશુદ્ધ આહાર છે. તેથી ભગવાને ભિક્ષા માટે જતા સાધુને સૂચન કરેલ કે મારા માટે કરેલ જે કુષ્માંડ પાક છે તે લાવશો નહીં, પરંતુ રેવતીએ જે પોતાના માટે કરેલ છે તે જ લાવજો. તેથી છબસ્થજ્ઞાનના વિષયપણા વડે તેવો આહાર કેવલી ગ્રહણ કરે તો શ્રુતવ્યવહારનો ભંગ જ થાય.
અહીં કોઈ કહે કે શ્રુતવ્યવહારની શુદ્ધિ માટે કેવલી અનેષણીય આહાર વાપરે તો કેવલી સાવઘની પ્રતિસેવના કરનાર પ્રાપ્ત થાય; કેમ કે કેવલીએ વાપરેલ આહાર અનેષણીય હોવાથી સાવધરૂપ છે. એ શંકાનું નિરાકરણ કરતા પૂર્વપક્ષી કહે છે –
સર્વ પણ વ્યવહારની પ્રવૃત્તિ જિનાજ્ઞારૂપ છે અને જિનાજ્ઞા શ્રુતવ્યવહારરૂપ છે તેથી શ્રુતવ્યવહારથી જે શુદ્ધ હોય તે પ્રવૃત્તિને સાવદ્ય કહેવાય નહીં, પરંતુ નિરવદ્ય જ કહેવાય. જેમ અપ્રમત્તસંયતથી અનાભોગથી જીવવધ થાય તોપણ એ અવધક જ છે; કેમ કે અપ્રમત્તના અપ્રમત્તતાપરિણામને કારણે લેશ પણ જીવવધને અનુકૂળ પરિણામ નથી. તેથી વધત લેશ પણ કર્મબંધ નથી. વળી, મોહની સત્તાને કારણે ઉપશાંતમોહવાળા વીતરાગના યોગથી જીવઘાત થાય તો પણ કેવલીની જેમ તેઓ વીતરાગ જ છે અને ઉત્સુત્ર આચરણા કરનારા નથી; કેમ કે મોહના ઉદયથી જ ઉત્સુત્ર આચરણા થાય છે. તે રીતે શ્રુતવ્યવહારથી શુદ્ધભિક્ષા અનેષણીય હોવા છતાં પણ ઇતર એષણીય આહારની જેમ એષણીય છે એથી કેવલીથી ગ્રહણ કરાયેલ અનેષણીય આહારને કારણે કેવલીને સાવદ્યનું પ્રતિસેવન છે તેમ કહી શકાય નહીં. આ રીતે કેવલીના વસ્ત્રગ્રહણને અપવાદિક નથી તેમ સ્થાપન કરીને પૂર્વપક્ષી એ સ્થાપન કરે છે કે કેવલી વસ્ત્રગ્રહણ કરે છે તે શ્રુતવ્યવહારના રક્ષણા કરે છે. માટે તેમને જેમ દ્રવ્યપરિગ્રહ છે તેમ તેમના યોગને આશ્રયીને અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસા સંભવી શકે એમ જે ગ્રંથકારશ્રી કહે છે તે ઉચિત નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીનું આ સર્વ કથન ગૂઢ શબ્દમાત્રથી જ મુગ્ધ જીવોને ઠગવા માટે છે. કેમ પૂર્વપક્ષીનું આ કથન ઉચિત નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે –
કેવલી વડે ગ્રહણ કરાયેલ દ્રવ્યપરિગ્રહ અને અષણીય આહાર સ્વરૂપથી સાવદ્ય છે તો પણ શ્રુતવ્યવહાર શુદ્ધ હોવાને કારણે ગ્રહણ કરવામાં દોષની પ્રાપ્તિ નથી. આમ છતાં તે દ્રવ્યપરિગ્રહ અને અનેષણીય આહાર અપવાદસ્થાનીય જ છે; કેમ કે પાધિક શુદ્ધતાશાલી કેવલીનું દ્રવ્યપરિગ્રહ અને અષણીય આહાર છે.
આશય એ છે કે ઉત્સર્ગથી આત્માને બાહ્ય પ્રવૃત્તિ કરવી ઉચિત નથી. પરંતુ આત્માના શુદ્ધભાવમાં જ રહેવું ઉચિત છે. તેથી બાહ્ય એવા પુદ્ગલના ગ્રહણરૂપ દ્રવ્યપરિગ્રહ પણ અપવાદનો વિષય છે. જેઓ દ્રવ્યપરિગ્રહ ગ્રહણ કરે છે તેઓને એ પરિગ્રહાનુસાર સંશ્લેષનો પરિણામ પણ થાય છે. તેથી દ્રવ્યપરિગ્રહ