________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧
૨૧૭
સ્થિતિ=આ સાધુઓએ આયુષ્યની સ્થિતિ, તેનો ક્ષય કર્યો તોપણ ભગવાને ગ્રહણ કર્યું નહીં=તલાદિ ગ્રહણ કર્યા નહીં; કેમ કે અશસ્ત્રહતમાં પ્રસંગ ન થાઓ=શિષ્યો દ્વારા ગ્રહણનો પ્રસંગ ન થાઓ. (બૃહત્કલ્પસૂત્ર ગાથા-૯૯૮)
વ્યાખ્યા—જ્યાં ભગવાન આવાસિત છે ત્યાં ઘણાં તલનાં ગાડાંઓ રહેલાં હતાં અને તેમાં તલો વ્યુત્ક્રાંતયોનિવાળા હતા=અશસ્ત્રોપહત પણ આયુષ્યના ક્ષયથી અચિત્ત થયેલા હતા. અને તે–તે ગાડાંઓ, અસ્થંડિલમાં=જીવાકુલભૂમિમાં, રહેલાં હોય તો કલ્પે નહીં. એથી કહે છે – સ્પંડિલમાં રહેલાં હતાં. આવા પ્રકારના પણ તે તલો ત્રસથી સંસક્ત હોઈ શકે ? આથી કહે છે - અત્રસા=ત્રસ વગરના હતા=તદ્ ઉદ્ભવ અને આગંતુક ત્રસજીવથી રહિત હતા. અને તલના શકટના સ્વામી વડે અને ગૃહસ્થો વડે અપાયા હતા. આનાથી—તલના સ્વામી અને ગૃહસ્થો વડે તે અપાયા આનાથી, અદત્તાદાન દોષ પણ તેમાં નથી. એ પ્રમાણે કહેવાયેલું થાય છે. અને વળી સાધુઓએ ક્ષુધાથી પીડિત આયુષ્યના સ્થિતિના ક્ષયને કર્યું, તોપણ જિનવર્ધમાન સ્વામીએ ગ્રહણ કર્યું નહીં; કેમ કે અશસ્ત્રહતમાં પ્રસંગ ન થાઓ=અશસ્ત્રહત વસ્તુના ગ્રહણમાં સાધુઓનો ગ્રહણનો પ્રસંગ ન થાઓ માટે ગ્રહણ કર્યું નહીં. અર્થાત્ તીર્થંકરો વડે પણ ગ્રહણ કરાયું છે=અશસ્ત્રહત ગ્રહણ કરાયું છે એ પ્રકારના મારા આલંબનને કરીને મારા સંતાનવર્તી શિષ્યો અશસ્ત્રહત ગ્રહણ ન કરો એ પ્રકારનો ભગવાનનો ભાવ હતો, વ્યવહારનયના બલીયપણાના ખ્યાપન માટે ભગવાન વડે ગ્રહણ કરાયું નથી એ તાત્પર્ય છે અને આ=વ્યવહારનયને પ્રમાણ કરીને અશસ્ત્રહત અચિત્ત વસ્તુને પણ તીર્થંકરોએ ગ્રહણ ન કર્યું એ, પ્રમાણસ્થ પ્રમાણસ્થ પુરુષોને યુક્તિયુક્ત છે=પ્રામાણિક એવા તીર્થંકરોને યુક્તિયુક્ત છે. જે કારણથી કહેવાયું છે એવા પુરુષો વડે યત્નથી પ્રમાણોનું રક્ષણ કરવું જોઈએ. વિસંસ્થૂલ એવા પ્રમાણસ્થથી=પ્રામાણિક પુરુષો પ્રમાણનું રક્ષણ ન કરે તેવા પુરુષોથી, પ્રમાણો સીદાય છે.” ઇત્યાદિ.
-
asi:
न तु
अत्र हि स्वजीतकल्पातिरिक्तस्थले तीर्थकृतः साधुसमानधर्मता प्रोक्ता, सा चाशस्त्रोपहतसचित्तवस्तुनोऽग्रहणेनोपपादिता, तच्चातिप्रसङ्गनिराकरणाभिप्रायेण, स च श्रुताप्रामाण्यबुद्ध्यैव स्यात्, 'भगवता प्रतिषेवितं ' इति छद्मस्थबुद्धिमात्रेण, छद्यस्थैरुत्सर्गतः प्रतिषिद्धत्वेन ज्ञायमानाया अपि भगवतो निशाहिण्डनभेषजग्रहणादिप्रवृत्तेः श्रवणाद् । 'अपवादतोऽप्रतिषिद्धत्वज्ञानात् तद्दर्शने न छद्मस्थानामतिप्रसङ्गः' इत्युक्तौ च सिद्धाऽनायासेनैव भगवतोऽपवादप्रवृत्तिः, तस्मादुन्नतनिम्नदृष्टान्तप्रदर्शितपरस्परप्रतियोगिकप्रकर्षापकर्षशालिगुणोपहितक्रियारूपोत्सर्गापवादाभावेऽपि साधुसमानधर्मतावचनाद् भगवति सूत्रोदितक्रियाविशेषरूपयोस्तयोर्यथोचिततया संभवोऽविरुद्ध इति युक्तं पश्यामः, तथा च धर्मोपकरणानेषणीयादिविषयप्रवृत्तेर्भगवतः स्वरूपत आपवादिकत्वेन तव मते आभोगेन प्रतिषिद्धविषयप्रवृत्त्युपधानस्य योगाऽशुभतानियामकत्वात् तया भगवद्योगानामशुभत्वापत्तिर्वज्रलेपायितैव ।
વપ્રનેષાવિતેવ । અહીં=બૃહત્કલ્પના સાક્ષીપાઠમાં, સ્વજીતકલ્પથી અતિરિક્ત સ્થલમાં=
ટીકાર્ય :
ત્ર ...