________________
૨૨૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
કઈ રીતે ભગવાનને સાધુના સામાન્યધર્મનો સંભવ છે ? તે બતાવવા અર્થે બૃહત્કલ્પભાષ્યની સાક્ષી આપે છે –
બૃહત્કલ્પભાષ્યમાં પૂર્વપક્ષીએ શંકા કરી છે કે જે પ્રાચીન ગુરુઓ વડે આચાર્ય હોય તે પાશ્ચાત્ય એવા તેમના શિષ્યો વડે આચરવું જોઈએ એવું જો સ્વીકારીએ તો ભગવાન માટે દેવોએ ત્રણ ગઢ, છત્ર વગેરેની રચના કરી છે તેનો ભગવાન ઉપયોગ કરે છે અને સમવસરણમાં બેસીને દેશના આપે છે તે રીતે ભગવાનના શિષ્ય સાધુ પણ સાધુઓના નિમિત્તે કરાયેલા આહાર આદિ વાપરે તો શું વાંધો ? કેમ કે સાધુ નિમિત્તે કૃતપણું ઉભયત્ર તુલ્ય છે અર્થાત્ ભગવાન માટે ત્રણ ગઢાદિની રચનામાં પણ તીર્થકરો નિમિત્તક કૃતપણું છે એવું જ કૃતપણું સાધુ નિમિત્તે કોઈ કરે તો સાધુએ તેનો સ્વીકાર કરવો જોઈએ. તેનો ઉત્તર આપતાં કલ્પભાષ્યમાં આચાર્ય ભગવંત કહે છે –
તીર્થંકરની સર્વ આચરણા તેમના શિષ્યોને અનુસરણીય નથી, પરંતુ કેટલીક જ આચરણાઓ શિષ્યને અનુસરણીય છે. જેમ તીર્થકરો દેવતાકૃત સમવસરણાદિનો ઉપભોગ કરે છે તે સર્વ શિષ્યોને અનુસરણીય નથી, પરંતુ જે અન્ય સામાન્યધર્મ ભગવાન અનુસરે છે તે સર્વ સાધુઓએ અનુસરવા જોઈએ.
આ સામાન્ય ધર્મ ક્યા છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – વીરભગવાન વીતભયનગરી તરફ પ્રસ્થિત હતા ત્યારે ઘણા સાધુઓ ક્ષુધા-તૃષાથી આર્ત હતા અને સુધા-તૃષાની પીડાના કારણે સંજ્ઞાથી બાધિત હતા અર્થાત્ આહારગ્રહણ કરવાને અભિમુખ પરિણામવાળા હતા. આ વખતે ભગવાન અને તે મુનિઓ જ્યાં હતા તે જ સ્થાને સહજ રીતે અચિત્ત થયેલા તલથી ભરાયેલાં ગાડાંઓ હતાં, ત્યાં સરોવર પણ અચિત્ત પાણીવાળું સહજ રીતે થયેલું હતું. તેથી નિર્દોષ તલ અને નિર્દોષ પાણીથી તે સાધુઓનો નિર્વાહ થાય તેમ હતો. વળી, ગાડાંઓ જે ભૂમિમાં હતાં તે ભૂમિ જીવસંસક્ત ન હતી તેથી તેને ગ્રહણ કરવામાં પણ કોઈ હિંસાનો સંભવ ન હતો. તલનાં ગાડાના માલિક ગૃહસ્થો સાધુને તે આપવા માટે પરિણામવાળા હતા, તેથી અદત્તાદાન દોષની પણ પ્રાપ્તિ ન હતી. વળી, ક્ષુધા અને તૃષા એટલાં તીવ્ર હતાં કે એષણીય આહારની અપ્રાપ્તિમાં સાધુઓ પીડિત થઈને મૃત્યુ પામ્યા તોપણ ભગવાને શસ્ત્રથી ઉપહત નહીં થયેલા તે તલને અને શસ્ત્રથી ઉપહત નહીં થયેલા એવા તે જલને ગ્રહણ કર્યું નહીં.
કેમ વીરપ્રભુએ તે કાલે શસ્ત્રથી ઉપહત નહીં થયેલા તે તલ અને જલને ગ્રહણ ન કર્યું? તેનો હેતુ કહે
તીર્થકરો વડે ગ્રહણ કરાયું છે” એ પ્રકારના ભગવાનના આલંબનથી એમના શિષ્યો અશસ્ત્ર ઉપયત ગ્રહણ ન કરે એ પ્રકારના ભાવથી ભગવાને ગ્રહણ કર્યું નહીં. વ્યવહારનય શસ્ત્ર ઉપહત વસ્તુને જ અચિત્ત સ્વીકારે છે. તે બલવાન છે તે જણાવવા માટે જ ભગવાને તે તલાદિ ગ્રહણ કર્યા નહીં. તેથી પોતાના પ્રાતિહાર્ય આદિરૂપ જીતકલ્પથી અતિરિક્ત સ્થળમાં તીર્થકરની સાધુ સાથે સમાનધર્મતા કહેવાઈ છે, જે પ્રસ્તુતમાં અશસ્ત્રથી ઉપહિત એવી સચિત્ત વસ્તુના અગ્રહણથી બતાવાઈ છે. તેથી નક્કી થાય છે કે સાધુની સામાન્યધર્મતા ભગવાનથી પણ આશીર્ણ છે.