________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧
૨૨૧
વળી, છદ્મસ્થ સાધુઓ આ સચિત્ત છે કે આ અચિત્ત છે ? એવો નિર્ણય કરી શકતા નથી, તેથી ભગવાનનું અવલંબન લઈને શસ્ત્રઉપહત ન હોય તેવી વસ્તુ સાધુઓ ગ્રહણ કરશે એવી બુદ્ધિથી ભગવાને તલાદિના ગ્રહણનો ત્યાગ કર્યો નથી, પરંતુ ભગવાને જે તલ વગેરેનું અગ્રહણ કર્યું તે શ્રુતના પ્રામાણ્ય બુદ્ધિથી જ અગ્રહણ કરેલ છે. મુનિસુવ્રતસ્વામી ભગવાન જાણતા હતા કે સાધુથી રાત્રે વિહાર કરાય નહીં, છતાં અશ્વના બોધ માટે ભગવાને વિહાર કર્યો. વળી, વીરપ્રભુ જાણતા હતા કે સાધુને ઉત્સર્ગથી રોગમાં ચિકિત્સા કરાય નહીં, છતાં વી૨ ભગવાને ચિકિત્સા કરેલ. તેથી ભગવાનનું અવલંબન લઈને કોઈ રાત્રે વિહાર કરશે કે રોગ અવસ્થામાં ઔષધ ગ્રહણ ક૨શે, તેવી આપત્તિ નથી. પરંતુ વિવેકી સાધુ નિર્ણય કરી શકશે કે મુનિસુવ્રતસ્વામીએ અપવાદથી જ રાત્રે વિહાર કર્યો છે અને વીર ભગવાને અપવાદથી જ ઔષધનું ગ્રહણ કર્યું છે. તેથી ભગવાનની તે પ્રવૃત્તિ જોઈને છદ્મસ્થને અતિપ્રસંગ નથી એમ પૂર્વપક્ષી સ્વીકારે તો એ પ્રાપ્ત થાય કે ભગવાનને પોતાના સંયમના પરિણામના રક્ષણાર્થે અપવાદવિશેષ નથી તોપણ કોઈક જીવોના લાભાદિના પ્રયોજનથી અપવાદસામાન્યનો સંભવ છે. માટે ભગવાને ધર્મોપકરણ અપવાદથી ગ્રહણ કર્યા છે તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
આ કથનથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
-
ઊંચા-નીચાના દૃષ્ટાંતથી પ્રદર્શિત પરસ્પર પ્રતિયોગિક પ્રકર્ષ-અપકર્ષશાલિ એવા ગુણઉપહિતક્રિયારૂપ ઉત્સર્ગ-અપવાદનો ભગવાનને અભાવ હોવા છતાં પણ સાધુ સમાનધર્મતાના વચનને કા૨ણે સૂત્રમાં કહેવાયેલી ક્રિયાવિશેષરૂપ ઉત્સર્ગ-અપવાદનો ઔચિત્યાનુસાર ભગવાનને સંભવ છે.
આશય એ છે કે આ પર્વત ઊંચો છે અને આ ભૂમિ નીચી છે એ બંન્ને પરસ્પર એકબીજાની અપેક્ષાથી કહેવાય છે. જેમ ભૂમિની અપેક્ષાએ પર્વત ઊંચો છે તેમ કહેવાય છે અને પર્વતની અપેક્ષાએ ભૂમિ નીચી છે તેમ કહેવાય છે તે રીતે સાધુઓ સંયમવૃદ્ધિ માટે જે ઉત્સર્ગમાર્ગનું સેવન કરે છે તે ઉત્સર્ગમાર્ગથી સંયમવૃદ્ધિ ન થતી હોય ત્યારે અપવાદમાર્ગનું સેવન કરીને તેના દ્વારા સંયમની વૃદ્ધિ કરે છે. તેથી તેવા ઉત્સર્ગવિશેષ અને અપવાદવિશેષ પરસ્પર સાપેક્ષ થઈને ગુણવૃદ્ધિના કારણરૂપ ઉત્સર્ગ-અપવાદ છે. આવા ઉત્સર્ગઅપવાદ ભગવાનને નથી, પરંતુ સ્થવિરકલ્પાદિ સાધુઓને જ હોય છે; કેમ કે તે પ્રકારના ઉત્સર્ગવિશેષ અને અપવાદવિશેષને સેવીને જ તેઓ સંયમની વૃદ્ધિ કરી શકે છે. જે ઉત્સર્ગસામાન્ય અને અપવાદસામાન્ય સાધુના ધર્મઆત્મક છે એવો ઉત્સર્ગ-અપવાદ ભગવાનને પણ સંભવે છે. આથી જ શસ્ત્ર અનુપહત તલાદિ ઉત્સર્ગસામાન્યધર્મને આશ્રયીને ભગવાને ગ્રહણ કર્યા નહીં અને અશ્વના ઉપકાર અર્થે અપવાદસામાન્યધર્મનો આશ્રય કરીને મુનિસુવ્રતસ્વામીએ રાત્રે પણ વિહાર કર્યો. ગુણવૃદ્ધિના કારણભૂત એવા ઉત્સર્ગઅપવાદ સ્થવિરકલ્પાદિ સાધુઓને આશ્રયીને છે અને સાધુ સમાનધર્મતાને આશ્રયીને ઉત્સર્ગ-અપવાદ ભગવાનને પણ છે. તેથી ભગવાન ધર્મનું ઉપકરણ ગ્રહણ કરે છે અને છદ્મસ્થથી લાવેલ શ્રુતથી શુદ્ધ એવો અનેષણીય આહાર પણ કેવલી ગ્રહણ કરે છે તે અપવાદિક છે. કેવલી આભોગપૂર્વક તે પ્રવૃત્તિ કરે છે તેથી પૂર્વપક્ષીના મતાનુસાર કેવલીને અશુભયોગની પ્રાપ્તિ થશે; કેમ કે પૂર્વપક્ષી કહે છે તે પ્રમાણે કેવલીના