________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
૨૧૫
અપવાદનો અભાવ હોતે છતે, ઉત્સર્ગના પણ અભાવતી આપત્તિ છે.
કેમ, કલ્પાતીત એવા ભગવાનને ઉત્સર્ગના અભાવની પ્રાપ્તિ છે ? તેમાં હેતુ કહે છે – તેનું પણ ઉત્સર્ગનું પણ, જિનકલ્પ અને સ્થવિરકલ્પ સાથે નિયતપણું છે. અને જો ઉત્સર્ગવિશેષ જ કલ્પનિયત છે એથી તત્ સામાવ્યનું ઉત્સર્ગસામાવ્યનું, ભગવાનમાં અસંભવ નથી એમ પૂર્વપક્ષી સ્વીકારે તેને ગ્રંથકારશ્રી કહે છે –
તો અપવાદવિશેષતું જ તથાપણું હોતે છત=સ્થવિરકલ્પ સાથે નિયતપણું હોતે છતે તેના સામાન્યનું પણ=અપવાદસામાન્યનું પણ, ભગવાનમાં અપાયપણું છે=અપવાદસામાન્યનું પણ ભગવાનમાં સંગતપણું છે. અને આ યુક્ત છે; કેમ કે તીર્થકરને પણ અતિશયાદિ ઉપજીવતરૂપ સ્વજીતકલ્પથી અન્યત્ર સાધુ સામાન્યધર્મનું પ્રતિપાદન છે. તે બૃહત્કલ્પભાષ્યમાં અને વૃત્તિમાં કહેવાયું છે – “અહીં પર કહે છે – જે જે પ્રાચીન ગુરુ વડે આચીર્ણ છે તે તે પાશ્ચાત્યો વડે પણ આચરવું જોઈએ તો ત્રણ ગઢ, છન્નત્રયાદિ વૈભવો તેઓના માટે જ સુરો વડે રચાયેલા જે પ્રમાણે તીર્થંકરો વડે ઉપભોગ કરાયો તે પ્રમાણે અમે પણ અમારા નિમિત્તે કરાયેલું કેમ ઉપભોગ ન કરીએ ? તેને સૂરિ ઉત્તર આપે છે –
ખરેખર, કામ=અમને અનુમત છે, અનુગુરુ ઘર્મો છે=જે તીર્થકરરૂપ ગુરુના ધર્મો છે તે જ તેમના શિષ્યરૂપ અનુગુરુના ધર્મો છે. તોપણ સર્વસાધર્મથી વિચારાતા નથી. જે કારણથી અતિશયવાળા પ્રાભૂતિકાદિને ગુરુઓ-તીર્થકરો, સમુપજીવન કરે છે–ઉપભોગ કરે છે. (બૃહત્કલ્પસૂત્ર ગાથા-૯૯૬)
વ્યાખ્યા-ખરેખર, અમને કામ અનુમત છે જે અનુગુરુ ધર્મો છે તોપણ સર્વસાધર્મથી ચિંતવન કરાતા નથી–ગુરુ અને અનુગુરુના ધર્મો સર્વસાધર્મ્સથી શિષ્યો દ્વારા આચરાતા નથી, પરંતુ દેશસાધર્મ જ આચરાય છે. તે આ પ્રમાણે – ગુરુઓ તીર્થકરો છે જે વળી અતિશયવાળા પ્રાભૃતિક સુરેન્દ્રથી કરાયેલ સમવસરણની રચના રૂપ પ્રાભૃતિક, આદિનો ઉપયોગ કરે છે. આદિ શબ્દથી અવસ્થિત નખ-રોમ, અઘોમુખકંટક આદિ સુરકૃત અતિશયોનું ગ્રહણ છે. તે તીર્થંકરનો જીવકલ્પ છે જેથી કરીને ત્યાં અનુધર્મતા ચિતનીય નથી=તીર્થકરોનું અનુસરણ શિષ્યોને કર્તવ્ય નથી. જ્યાં વળી તીર્થકરોનું અને ઈતર સાધુઓનું સામાન્યધર્મપણું છે ત્યાં જ અનુધર્મતા વિચારાય છે=તીર્થંકર વડે જે આચરણ કરાયું છે તે જ શિષ્યો વડે આચરણ કરાય છે. ટીકા :
सा चेयमाचीर्णेति दर्श्यते - सगडद्दहसमभोमे अवि अ विसेसेण विरहिअतरागं । तहवि खलु अणाइन्नं एसणुधम्मो पवयणस्स ।।९९७ ।।
यदा भगवान् श्रीमन्महावीरस्वामी राजगृहनगरादुदायननरेन्द्रप्रव्राजनाथ सिन्धुसौवीरदेशावतंसं वीतभयं नगरं प्रस्थितस्तदा किलापान्तराले बहवः साधवः क्षुधास्तृिषार्दिताः संज्ञाबाधिताश्च बभूवुः यत्र च भगवानावासितस्तत्र तिलभृतानि शकटानि पानीयपूर्णश्च हृदः समभौमं च गर्ताबिलादिवर्जितं स्थण्डिलमभवद्, अपि च विशेषण