________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ પ્રતિષિદ્ધના સેવનરૂપ જે પ્રવૃત્તિ હોય તે સ્વરૂપથી સાવદ્ય હોય છે અને તેવી પ્રવૃત્તિ અપવાદિક પ્રવૃત્તિ કહેવાય છે. કેવલી વસ્ત્રગ્રહણ કરે છે તે સ્વરૂપથી સાવદ્ય નથી. કેવલી જે વસ્ત્રગ્રહણ કરે છે તે નિરવઘ જ છે, માટે અપવાદિક નથી.
૧૨
કેવલીનું વસ્તુનું ગ્રહણ નિરવઘ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે
જે સાવદ્ય હોય તેવી પ્રવૃત્તિ પુષ્ટાલંબનથી સેવાયેલી હોય અને રોગવિશેષની વિનાશક હોય અર્થાત્ અપવાદના સેવન દ્વારા ભાવરોગવિશેષનો નાશ કરનાર હોય અને પરિકર્મિત વત્સ્યનાગ જેવી હોય અર્થાત્ પરિકર્મિત વિષ જેવી હોય અર્થાત્ જેમ પરિકર્મિત વિષે રોગનાશનું કારણ બને છે તેમ અપવાદથી સેવાયેલી સાવદ્ય પ્રવૃત્તિ ભાવરોગવિશેષનો નાશ ક૨ના૨ છે અને પ્રાયશ્ચિત્તના સ્વીકારાદિ દ્વારા તેની શુદ્ધિ કરાય છે તેવી પ્રવૃત્તિ અપવાદિક પ્રવૃત્તિ કહેવાય છે. કેવલીનું વસ્ત્રનું ગ્રહણ તેવું નથી માટે નિરવઘ છે.
વળી અપવાદિક પ્રવૃત્તિ પુષ્ટાલંબનથી જ હોય છે તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે
ધર્મરુચિ અણગારે નાવિકાદિની જે હિંસા કરી તે પણ અપવાદિક હતી; કેમ કે ૫૨માર્થથી વિચારીએ તો ધર્મરુચિ અણગારે પુષ્ટાલંબનથી જ તે હિંસા કરેલ છે.
કેમ પુષ્ટાલંબનથી નાવિકની હિંસા કરી છે ? તેથી પૂર્વપક્ષી કહે છે
નાવિકકૃત ઉપસર્ગમાં જ્ઞાનાદિની હાનિ પ્રાપ્ત થતી હતી અને જ્ઞાનાદિની હાનિજન્ય પરલોકની અનારાધનાના ભયથી પ્રતિષિદ્ધ એવી હિંસાની ધર્મરુચિ અણગારની પ્રવૃત્તિ હતી. તેથી પુષ્પાલંબનથી જ પ્રતિષિદ્ધનું પ્રતિસેવન ધર્મરુચિ અણગારે કરેલ. શક્તિના અભાવમાં પુષ્ટાલંબનથી અપવાદિક પ્રવૃત્તિ થાય છે, જ્યારે શક્તિ વિદ્યમાન હોય ત્યારે અપુષ્ટાલંબનથી અપવાદનું સેવન થાય છે. પુષ્ટાલંબનથી અપવાદના સેવનકાળમાં પ્રશસ્ત સંજ્વલનકષાયનો ઉદય હોય છે અને અપુષ્ટાલંબનથી અપવાદનું સેવન કરાય છે ત્યારે અપ્રશસ્ત સંજ્વલનકષાયનો ઉદય હોય છે. કેવલીને જ્ઞાનાદિની હાનિનો ભય હોતો નથી, તેથી કેવલીને અપવાદથી પ્રવૃત્તિ ક્યારેય હોતી નથી. કેવલી જે ધર્મોપકરણનું ધારણ કરે છે તે વ્યવહારનયના પ્રમાણ માટે કરે છે; કેમ કે કેવલીએ પણ વ્યવહારનયને પ્રમાણ તરીકે સ્વીકારવું જોઈએ આ પ્રકારનું શાસ્ત્રવચન છે. તેથી શ્રુતમાં કહેલી મર્યાદાનુસાર કેવલી ધર્મોપકરણ ધારણ કરે તેમાં કેવલીપણાની હાનિ નથી; કેમ કે ધર્મોપકરણ ધારણ કરવું એ સાવદ્ય છે તેવું જાણીને કેવલી ધર્મોપકરણ ધારણ કરતા નથી. આથી જ પુષ્પમાલામાં કહ્યું છે કે વ્યવહારનયને પ્રમાણ ક૨વા અર્થે જ કેવલી છદ્મસ્થ એવા ગુરુને વંદન કરે છે. શ્રુતવ્યવહારથી શુદ્ધભિક્ષા હોવા છતાં કેવલજ્ઞાનથી તે આધાકર્મી છે તેમ જાણતા કેવલી તે આધાકર્મી ભિક્ષા વાપરે છે ત્યારે પણ વ્યવહારનયને પ્રમાણ કરે છે. તેથી પુષ્પમાલા સૂત્રની વૃત્તિ આદિના વચનથી કેવલીને અનેષણીય આહારની પ્રવૃત્તિ હોવા છતાં અપવાદની સિદ્ધિ નથી; કેમ કે જ્ઞાનાદિ હાનિના ભયથી જે પ્રતિષિદ્ધનું પ્રતિસેવન છે તે અપવાદિક પ્રવૃત્તિરૂપ છે. કેવલીને જ્ઞાનાદિ હાનિનો ભય નથી, ફક્ત શ્રુતવ્યવહારની શુદ્ધિ અર્થે જ અનેષણીય આહાર કેવલીગ્રહણ કરે છે તેથી કેવલીની અનેષણીય આહારની પ્રવૃત્તિમાં ‘આ સાવઘ છે' એ પ્રકારનો વચનપ્રયોગ થતો નથી.