________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
૨૧૧
ટીકાર્ચ -
ન ... શાનિત્વત્ ા અને શ્રુતવ્યવહારથી શુદ્ધ અષણીય વાપરતા કેવલી સાવધતા પ્રતિસેવન કરનાર થશે, એ પ્રમાણે શંકા ન કરવી; કેમ કે સર્વ પણ વ્યવહારોનું જિનાજ્ઞારૂપપણું હોવાથી શ્રુતવ્યવહારના સાવઘત્વનો અભાવ હોવાથી તેની=મુતની, શુદ્ધિથી લવાયેલા આહારનું કિરવાપણું છે. આ ભાવ છે – જે પ્રમાણે અપ્રમત્તસંયત જીવવધમાં પણ અવધક છે તેમની કાયાથી કોઈક જીવવધ થાય તોપણ અવધક છે; કેમ કે તે વળી અવધક છે' (ગા. ૭૫૦) એ પ્રમાણે ઓઘનિર્યુક્તિનું વચન છે.
અહીં પ્રશ્ન થાય કે સાક્ષાત્ તેમના યોગથી હિંસા થયેલ છે, છતાં અપ્રમત્તમુનિ અવધક કેમ છે? તેમાં હેતુ કહે છે –
અનાભોગ હોતે છતે પણ અપ્રમત્તતાનું તે પ્રકારનું માહાભ્ય છે કાયાથી હિંસા થવા છતાં અંતરંગ રીતે અપ્રમત્તતા અહિંસક પરિણતિને સદા જાગ્રત રાખે એ પ્રકારનું માહાભ્ય છે, અને જે પ્રમાણે મોહસત્તામાત્રહેતુક જીવઘાત હોતે છતે પણ ઉપશાંતમોહવીતરાગ કેવલીની જેમ વીતરાગ છે અને ઉત્સુત્રચારી નથી; કેમ કે મોહનીયતા અનુદય તે પ્રકારે માહાભ્ય છે કેવલીની જેમ વીતરાગ છે અને ઉત્સુત્રચારી નથી તે પ્રકારનું માહાભ્ય છે. અને શ્રુતવ્યવહારની શુદ્ધિના માહાભ્યથી અષણીય પણ=કેવલી દ્વારા ગ્રહણ કરાયેલું અનેષણીય પણ, ઈતર એષણીયની જેમ એષણીય જ છે, એથી કેવી રીતે સાવધ પ્રતિસેવીની ગંધ પણ છે ?=કેવલી શ્રુતવ્યવહાર શુદ્ધ અષણીય વાપરે તોપણ તેઓને સાવદ્ય પ્રતિસેવિત્વની પ્રાપ્તિ થશે એ પ્રકારની લેશ પણ સંભાવના નથી.
એ પ્રમાણે પૂર્વપક્ષી કહે અથથી માંડીને અત્યાર સુધી કહ્યું એ પ્રકારે પૂર્વપક્ષી કહે, તો ગ્રંથકારશ્રી કહે છે – તે આ સર્વ ગૂઢશબ્દમાત્રથી જ મુગ્ધને ઠગવામાત્ર છે. જે કારણથી જો ભગવંત સ્વીકૃત દ્રવ્યપરિગ્રહ અને અષણીય આહારનું સ્વરૂપથી સાવધપણું હોવા છતાં પણ શ્રુતવ્યવહારથી શુદ્ધનું ઉપાદેયત્વ બુદ્ધિથી દોષ અનાવહપણું છે તો તેઓનું ભગવાન વડે સ્વીકારાયેલ દ્રવ્યપરિગ્રહનું અને અષણીય આહારનું, અપવાદસ્થાનીયપણું જ પ્રાપ્ત છે; કેમ કે પાધિકશુદ્ધતાશાલિપણું છેઃ જીવના અધ્યવસાયરૂપ પાધિક પરિણામને કારણે તે દ્રવ્યપરિગ્રહ અને અષણીય આહાર શુદ્ધ કહેવાય છે. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે કેવલી જો અપવાદથી ધર્મોપકરણ ગ્રહણ કરે તો કેવલીને તારા મતે ફલોપહિતયોગ્યતા હોવાને કારણે અશુભયોગની પ્રાપ્તિ થશે. તેનું નિરાકરણ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે અમે ધર્મોપકરણનું ગ્રહણ ભગવાનને અપવાદથી સ્વીકારતા હોઈએ તો આ દોષની પ્રાપ્તિ થાય. પરંતુ કેવલીને ક્યારેય અપવાદ અમે સ્વીકારતા નથી.
કેમ વસ્ત્રગ્રહણ કેવલીને અપવાદિક નથી ? તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે –