________________
૨૦૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
ગાથાર્થ :
વળી આ રીતે અવતરણિકામાં કહ્યું તે રીતે અપવાદ સ્વીકારાયે છતે સાધુ અપવાદથી વસ્ત્ર ગ્રહણ કરે છે એમ સ્વીકારાયે છતે, તારી પ્રતિજ્ઞાની હાનિ થશે અને એ રીતે તારા મતે જિનને અશુભ યોગો પ્રાપ્ત થશે. I/પ૧II ટીકા -
'अववाओवगमे पुण' त्ति । अत्र भगवतो द्रव्यपरिग्रहे, अपवादोपगमेऽपवादाङ्गीकारे पुनस्ते तव प्रतिज्ञाहानिः 'अपवादप्रतिषेवणं च संयतेष्वपि प्रमत्तस्यैव भवति' इति तव प्रतिज्ञेति । च पुनः एवं धर्मोपकरणसद्भावेनापवादतो द्रव्याश्रवाभ्युपगमे तव मते जिनस्याशुभयोगाः प्राप्नुवन्ति । ટીકા :
સત્ર... પ્રસ્તુત્તિ અવાગોવાને પુ' રિ પ્રતીક છે. અહીં=ભગવાનના દ્રવ્યપરિગ્રહમાં અપવાદનો સ્વીકાર કરાયે છતે વળી તારી પ્રતિજ્ઞાની હાનિ થશે. ‘અને સંયતોમાં પણ અપવાદનું પ્રતિસેવન પ્રમતને જ થાય છે એ પ્રમાણે તારી પ્રતિજ્ઞા છે એથીeતારી પ્રતિજ્ઞાની હાનિ છે એમ અવય છે. વળી આ રીતે ધમપકરણના સદ્ભાવને કારણે અપવાદથી દ્રવ્યાશ્રવ સ્વીકાર કરાયે છતે તારા મતમાં જિતને અશુભયોગો પ્રાપ્ત થાય છે. ભાવાર્થ
પૂર્વપક્ષી કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ હિંસા સ્વીકારતો નથી તેથી તેને ગ્રંથકારશ્રીએ દોષ આપ્યો કે જેમ કેવલીને દ્રવ્યપરિગ્રહ હોય છે તેમ કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસા સંભવી શકે છે. તેના નિરાકરણ માટે પૂર્વપક્ષીએ અવતરણિકામાં કહેલ કે સાધુને ઉત્સર્ગથી વસ્ત્રધારણની પ્રવૃત્તિ નથી. ઉત્સર્ગથી જગતના ભાવો પ્રત્યે પરમ ઉપેક્ષામાં જ પ્રવૃત્તિ છે; છતાં અપવાદથી સુસાધુઓ વસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે. આ અપવાદનું કારણ લજ્જાદિ ત્રણ છે. ભગવાનને તે ત્રણે કારણનો સંભવ નથી તેથી પરમ ઉપેક્ષાના પરિણામવાળા ભગવાન વસ્ત્ર ધારણ કરે નહીં તોપણ જેમ ભગવાનને આહાર નિમિત્તક સુધાપિપાસા પરિષહ છે તેમ વસ્ત્ર ધારણના નિમિત્ત શીતોષ્ણાદિ પરિષદની સત્તા છે તેથી તે પ્રકારનાં કર્મોના ક્ષપણાર્થે ભગવાન વસ્ત્ર ધારણ કરે છે અથવા તેવા પ્રકારના સાધ્વાચારની મર્યાદાના પાલનના અભિપ્રાયથી વસ્ત્ર ધારણ કરે છે માટે તેમાં દોષ નથી. પરંતુ બીજા જીવોના પ્રાણ નાશ થાય તેવા અનર્થદંડરૂપ દ્રવ્યહિંસા ભગવાનને સંભવે નહીં.
આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને કહે છે –
પૂર્વપક્ષી અપવાદથી દ્રવ્યપરિગ્રહ સ્વીકારે તો તેના વડે સ્વીકારાયેલી પ્રતિજ્ઞાની હાનિ થાય છે; કેમ કે પૂર્વપક્ષી માને છે કે અપવાદથી પ્રતિસેવન સાધુઓમાં પણ પ્રમત્તને જ થાય છે. તેથી જો ભગવાન