________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
૧૯૯
આ પ્રકારના શાસ્ત્રવચનથી વસ્ત્ર ધારણ અપવાદિક છે. વસ્ત્રનું ધારણ જિનકલ્પ અયોગ્ય એવા સ્થવિરકલ્પી સાધુઓને સાર્વદિક જ છે; કેમ કે નિરતિશયપણું છે. સ્થવિરકલ્પી સાધુઓમાં નગ્નતા ન દેખાય તેવો અતિશય નથી, માટે અપવાદથી પણ ધારણ કરવાનું વસ્ત્ર સાધુને સાર્વત્રિક પ્રાપ્ત થયું. કેવલી ભગવાનને લજ્જા, કુત્સા અને પરિષહ પ્રત્યયિક વસ્ત્ર ધારણ સંભવતું નથી; કેમ કે તેઓને લજ્જા, જુગુપ્સા કે પરિષદમાં સંયમની પ્લાનિ નથી તોપણ શીતોષ્ણાદિ પરિષહ પ્રત્યે તેના નિવારણ માટે કેવલી વસ્ત્ર ધારણ કરે છે; કેમ કે કેવલીમાં આહારનિમિત્ત, ક્ષુધા-પિપાસા પરિષદની સત્તાનો સંભવ છે અને વસ્ત્રધારણના નિમિત્તભૂત શીત-ઉષ્ણાદિ પરિષદની સત્તાનો પણ સંભવ છે. તેથી પોતાનું આહાર આદિનું જે કર્મ છે કે શીતાદિથી શરીરના રક્ષણનું જે કર્મ છે તેને ક્ષય કરવાના અભિપ્રાયથી કેવલી વસ્ત્ર ધારણ કરે છે, રાગાદિ વિકલ્પથી વસ્ત્ર ધારણ કરતા નથી, અથવા તેવા પ્રકારના સાધ્વાચારની મર્યાદ અભિપ્રાયથી જ કેવલી વસ્ત્ર ધારણ કરે છે, માટે કેવલીના દ્રવ્યપરિગ્રહમાં દોષ નથી. જ્યારે દ્રવ્યહિંસામાં કેવલીને દોષની પ્રાપ્તિ છે; કેમ કે જે જાતીય દ્રવ્યાશ્રવમાં સંયતોને અનાભોગથી જ પ્રવૃત્તિ છે, તર્જાતીય દ્રવ્યાશ્રવનું જ મોહજન્યપણું છે. જેમ દ્રવ્યહિંસામાં સંયતોની અનાભોગથી જ પ્રવૃત્તિ છે તેથી દ્રવ્યહિંસા મોહજન્ય જ છે એમ સ્વીકારાય છે જ્યારે ધર્મોપકરણરૂપ દ્રવ્યાશ્રવમાં સંયતોને અનાભોગથી પ્રવૃત્તિ નથી, પરંતુ ધર્મની મતિથી જ આભોગપૂર્વકની પ્રવૃત્તિ છે. માટે ધર્મોપકરણ ધારણ કરવામાં કેવલીને દોષ નથી, પરંતુ બીજા જીવોની હિંસા થાય તેવી દ્રવ્યહિંસા કેવલીને સ્વીકારવામાં કેવલીને દોષની પ્રાપ્તિ થાય. માટે કેવલીના યોગથી હિંસા થાય છે એમ સ્વીકારવું ઉચિત નથી. એ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
अववाओवगमे पुण इत्थं नूणं पइण्णहाणी ते । पावंति असुहजोगा एवं च जिणस्स तुज्झ मए ।।५१।।
છાયા :
अपवादोपगमे पुनरित्थं नूनं प्रतिज्ञाहानिस्ते ।
प्राप्नुवन्ति अशुभयोगा एवं च जिनस्य तव मते ।।५१।। અન્વયા :
પુરૂત્યં વળી આ રીતે=અવતરણિકામાં કહ્યું તે રીતે, વવાઝોવા=અપવાદ સ્વીકારાયે છત=સાધુ અપવાદથી વસ્ત્ર ગ્રહણ કરે છે એમ સ્વીકારાયે છતે, તે તારી, પsuપEા=પ્રતિજ્ઞાની હાનિ થશે, ઘ=અને, વં એ રીતે, તુ મeતારા મતે, નિપા=જિનને, સુહગા=અશુભ યોગો, પાવંતિ પ્રાપ્ત થશે. i૫૧.