________________
૨૦૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧ હોવાથી, ફલોપહિતયોગ્યતા છે. વળી, અન્યથાઅન્ય કારણસામગ્રી વગરના કારણમાં, સ્વરૂપ યોગ્યતા છે; કેમ કે તેનું કારણ પણું હોવા છતાં પણ તદ્ ઇતર સકલ કારણરાહિત્યને કારણે=જે કારણ વિદ્યમાન છે તેનાથી ઇતર કારણસામગ્રીનો વિરહ હોવાના કારણે, વિવક્ષિતકાર્યનું અજનકપણું છે. કેવળ સ્વરૂપયોગ્યતા એક પણ કારણમાં સજાતીય, વિજાતીય અનેક શુભ અશુભ કાર્યોના જુદા જુદા પ્રકારના આધાર-આધેયભાવ સંબંધને સાથે થયેલી કારણ સમાનકાલીન છે. વળી, સ્વરૂપ યોગ્યતાથી જનિત પણ ફલોપહિતયોગ્યતા કદાચિત્ક જ છે; કેમ કે તઈતર સકલ કારણસાહિત્યનું વિવક્ષિત કારણથી ઈતર સર્વકારણથી યુક્તનું, કદાચિત્કપણું છે. અને જે કાદાચિત્ય છે તે કેટલાક કારણોનું ક્યારેય પણ થતું નથી જ. તે કારણથી કેટલાંક કારણોની સંભવતી પણ ફલોપહિતયોગ્યતા કાદાચિત્ક જ માનવી જોઈએ. આથી જ કેવલીના યોગો અશુભકાર્યમાત્ર પ્રત્યે સ્વરૂપ યોગ્યતાવાળા જ સર્વકાલ હોય છે, પરંતુ ક્યારેય પણ ફલોપહિતયોગ્યતાવાળા પણ નહીં; કેમ કે જ્ઞાનાવરણીયતા ઉદયાદિ ઘાતકર્મના અભાવને કારણે અશુભકાર્યમાત્રનાં કારણોનું તદ્ ઈતર સકલ કારણસાહિત્યનો અભાવ છે=યોગથી ઈતર અજ્ઞાતાદિ સકલ કારણસાહિત્યનો કેવલીના યોગમાં અભાવ છે. વળી, શુભકાર્યોની યથાસંભવ ક્યારેક ફલોપહિતયોગ્યતા પણ થાય=કેવલીના યોગોમાં થાય; કેમ કે તે પ્રકારે જ=કારણ સ્વનું કાર્ય કરે તે પ્રકારે જ, તેનાથી ઈતર સકલ કારણસાહિત્યનો સંભવ છે. એથી કોઈ વિરોધ નથી-કેવલીના યોગોથી શુભકાર્યો યથાસંભવ થાય છે અને હિંસા આદિ અશુભકાર્યો ક્યારેય થતાં નથી તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, અને આ રીતે=પૂર્વપક્ષીએ અત્યાર સુધી સ્થાપન કર્યું એ રીતે, અપવાદદશામાં પ્રમસંયતોના યોગોનું ફલોપહિતયોગ્યપણાથી આભોગપૂર્વક જીવઘાતના હેતુપણાને કારણે જે પ્રમાણે અશુભપણું છે તે પ્રમાણે ધમર્થમતિથી કેવલીના અપવાદિક ધમપકરણના ધરણમાં પણ તારા મતની નીતિથી પૂર્વપક્ષીના મતની નીતિથી, આભોગપૂર્વક પરિગ્રહના ગ્રહણના ફલોપહિતયોગ્યપણારૂપે હેતુ એવા યોગોના અશુભત્વની આપત્તિ સ્પષ્ટ જ છે. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પૂર્વપક્ષીને કહ્યું કે તારા મતે જો કેવલીને અપવાદથી ધર્મોપકરણ ગ્રહણ થાય છે તો આવા અપવાદિક ધર્મોપકરણનું ગ્રહણ કેવલીને સ્વીકારવામાં આવે તો પૂર્વપક્ષીના મતાનુસાર કેવલીને અશુભયોગોની પ્રાપ્તિ થાય.
પૂર્વપક્ષીના મતે કેવલીને કઈ રીતે અશુભયોગોની પ્રાપ્તિ થાય ? તે બતાવવા અર્થે પ્રથમ ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીનો મત બતાવે છે –
પૂર્વપક્ષી કેવલીના યોગથી અશક્યપરિહારરૂ૫ હિંસાનો સંભવ સ્વીકારતો નથી. પોતાના કથનની પુષ્ટિ અર્થે પૂર્વપક્ષી કહે છે કે યોગોનું અશુભપણું જીવવાના હેતુત્વમાત્રથી નથી; કેમ કે અપ્રમત્તસાધુથી માંડીને ઉપશાંત ગુણસ્થાનકવાળા સુધી મહાત્માઓના યોગને આશ્રયીને અનાભોગથી ક્યારેક જીવઘાત થાય છે. આગમમાં અપ્રમત્તાદિ મુનિઓને અનારંભક કહ્યા છે તેથી અપ્રમત્તમુનિઓના યોગથી જીવઘાત થવા છતાં