________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ પ્રમત્તસાધુઓ પણ જીવહિંસાના અધ્યવસાયવાળા નથી, પરંતુ અપવાદિક કારણથી સુમંગલ સાધુની જેમ હિંસા કરે ત્યારે પણ અપવાદનું અવલંબન હોવાને કારણે વિરતિનો પરિણામ છે. ફક્ત અપવાદથી પણ ઉપયોગપૂર્વક બીજાને પીડા થાય તેવું કૃત્ય કરે છે માટે પ્રમત્તસાધુને અશુભ યોગ છે.
વળી, અપ્રમત્તસાધુઓને તો અપવાદનો અધિકાર નથી. તેથી આભોગપૂર્વક જીવઘાતના હેતુ અપ્રમત્તસાધુના યોગો ક્યારેય થતા નથી. વળી, અપવાદથી પ્રતિસેવના રહિત અવસ્થામાં પણ અપ્રમત્તસાધુની જેમ પ્રમત્તસાધુથી પણ જે જીવવાત થાય છે તે અનાભોગજન્ય જ છે; કેમ કે પ્રમત્તસાધુ પણ અપવાદનું કારણ ન હોય ત્યારે યતનાપૂર્વક ગમનાદિ કરે છે છતાં અનાભોગથી ક્યારેક જીવોની હિંસા થવાનો સંભવ છે, તોપણ અપ્રમત્તસાધુની જેમ પ્રમત્તસાધુઓના યોગોમાં પણ અશુભયોગની પ્રાપ્તિ નથી.
૨૦૬
અહીં પ્રશ્ન થાય કે ફલોપહિતયોગ્યતા શું છે અને સ્વરૂપયોગ્યતા શું છે ? તેને સ્પષ્ટ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે
–
વિવક્ષિતકાર્ય પ્રત્યે અન્ય સર્વ કારણોથી સહિત તે કારણની પ્રાપ્તિ હોય ત્યારે તે કારણ ફલોપહિતયોગ્યતાવાળું કહેવાય. જેમ ચક્ર-ચીવર-કુલાલાદિ સર્વ સામગ્રીથી યુક્ત દંડ હોય ત્યારે તે દંડ ઘટરૂપ કાર્યને ક૨વાના વ્યાપારવાળો હોવાથી ફલોપહિતયોગ્યતાવાળો કહેવાય તેમ સાધુના જે યોગોનો વ્યાપાર અનાભોગાદિ અન્ય સામગ્રીથી યુક્ત હોય, જેના કા૨ણે તે યોગોથી હિંસા થતી હોય, ત્યારે ફલોપહિતયોગ્યતાવાળા સાધુના યોગો છે.
વળી સ્વરૂપયોગ્યતા એટલે અન્ય સામગ્રી વગર માત્ર દંડ વિદ્યમાન હોય ત્યારે એ દંડ ઘટરૂપ કાર્ય પ્રત્યે સ્વરૂપયોગ્ય છે તેમ કહેવાય, તે રીતે કેવલીના યોગો અનાભોગાદિ અન્ય કારણોના સહકાર વગરના હોવાથી હિંસા પ્રત્યે સ્વરૂપયોગ્ય છે, પરંતુ ફલોપહિતયોગ્યતાવાળા નથી. માટે કેવલીના યોગોથી હિંસા ક્યારેય થતી નથી.
વળી સ્વરૂપયોગ્યતા એક કારણમાં અનેક પ્રકારની હોય છે. જેમ દંડમાં ઘટજનનની સ્વરૂપયોગ્યતા છે તેમ અભિઘાત જનકપણાથી ઘટનાશની પણ યોગ્યતા છે. તેથી દંડથી જેટલાં કાર્યો થઈ શકે તેટલા પ્રકારની સ્વરૂપયોગ્યતા દંડમાં છે. સ્વરૂપયોગ્યતાથી જનિત જ ફલોપહિતયોગ્યતા છે તોપણ તે ફલોપહિતયોગ્યતા ક્યારેક જ હોય છે; કેમ કે તે કાર્યનાં ઇતર સર્વ કારણો પ્રાપ્ત થાય ત્યારે જ ફલોપહિતયોગ્યતા પ્રાપ્ત થાય છે.
વળી, જે કારણમાં ફલોપહિતયોગ્યતા ક્યારેક પ્રાપ્ત થતી હોય તેવી યોગ્યતા અન્ય સામગ્રી ન મળે તો તે કારણથી તે કાર્ય ક્યારેય થતું નથી. જેમ દંડમાં ઘટની સ્વરૂપયોગ્યતા છે, છતાં કોઈક વિવક્ષિત દંડને અન્ય સામગ્રીનો યોગ ન થાય તો તે દંડમાંથી ક્યારેય ઘટ થતો નથી તેમ કેવલીના યોગોમાં જીવઘાત પ્રત્યે સ્વરૂપયોગ્યતા હોવા છતાં અનાભોગાદિ અન્ય સામગ્રીનો યોગ ક્યારેય નહીં થતો હોવાને કારણે કેવલીના યોગોથી ક્યારેય હિંસાની પ્રાપ્તિ નથી. આથી કેવલીના યોગો અશુભકાર્ય માત્ર પ્રત્યે હંમેશાં સ્વરૂપયોગ્ય હોય છે, વળી ક્યારેય પણ કેવલીના યોગો અશુભકાર્ય પ્રત્યે ફલોપહિતયોગ્યતાવાળા હોતા નથી; કેમ કે