________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ “શ્રુતમાં જ વિહિત છે, જે કારણથી ત્રણ કારણો વડે વસ્ત્ર ધારણ કરવાં જોઈએ તે કારણથી જ તેનેવસ્ત્રને નિરતિશયવાળા એવા સાધુએ અવશ્ય ધારણ કરવાં જોઈએ. જે કારણથી જિનકલ્પને અયોગ્ય એવા સાધુઓને ઠ્ઠી, કુચ્છા અને પરિષહો અવશ્ય છે. હ્રી=લજ્જા, અથવા તે સંયમ છેઠ્ઠી સંયમ છે, તેના માટે વિશેષથી વસ્ત્રધારણ કરવું જોઈએ.” (વિશેષાવશ્યકભાષ્ય ગાથા-૨૬૦૨-૨૬૦૩)
૧૯૮
અને ભગવાનને જોકે વસ્ત્રાદિનું ધરણ હ્રી-કુત્સાપરિષહ પ્રત્યય સંભવતું નથી; કેમ કે તેમને તેનો અભાવ છે=ટ્ટી-કુત્સાદિનો અભાવ છે, તોપણ શીતોષ્ણાદિ પરિષહ પ્રત્યે તે છે=વસ્ત્રનું ધારણ છે; કેમ કે આહાર નિમિત્ત ક્ષુધા-પિપાસાપરિષહતી જેમ વસ્ત્રધરણ નિમિત્ત શીતોષ્ણાદિ પરિષહની સત્તાનો પણ ભગવાનમાં અવિરોધ છે. અને તે પ્રકારે તેવા પ્રકારનું કર્મ ક્ષપણીય છે એ અભિપ્રાયથી વસ્ત્રનું ધારણ છે, રાગાદિ વિકલ્પ નથી અથવા તેવા પ્રકારના સાધ્વાચારની સ્થિતિના પરિપાલનના અભિપ્રાયથી જ તે છે=વસ્ત્રધારણ છે, એથી ધર્માર્થતિથી ઉપગૃહીતપણું હોવાને કારણે દ્રવ્યપરિગ્રહમાં ભગવાનને દોષ નથી; કેમ કે જે જાતીય દ્રવ્યાશ્રવમાં સંયતોને અનાભોગથી જ પ્રવૃત્તિ છે તદ્દાતીય દ્રવ્યાશ્રવનો જ મોહજન્યત્વનો અભ્યુપગમ છે.
કેમ જે દ્રવ્યાશ્રવમાં સંયતોને અનાભોગથી પ્રવૃત્તિ છે, તાતીય દ્રવ્યાશ્રવનો જ મોહજન્યત્વનો અભ્યપગમ છે અન્યમાં નહીં ? તેમાં હેતુ કહે છે
અનર્થદંડભૂત દ્રવ્યહિંસાનું જ તથાપણું છે=મોહજન્યપણું છે. વળી ધર્મોપકરણરૂપ દ્રવ્યાશ્રવમાં સંયતોને અનાભોગથી જ પ્રવૃત્તિ નથી. પરંતુ ધર્માર્થ મતિથી અપરિગ્રહત્વના ઉપયોગને કારણે જ વસ્ત્રાદિમાં સુસંયતની પ્રવૃત્તિ છે એથી સ્વકારણ લબ્ધજન્મવાળા એવા તેનું=વસ્ત્રગ્રહણના કારણથી લબ્ધજન્મવાળા વસ્ત્રના ગ્રહણતું, ભગવાનમાં અવિરોધ છે એ પ્રકારની આશંકામાં કહે છે
-
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે કેવલીને જેમ વસ્ત્રગ્રહણમાં સંરક્ષણાનુબંધીૌદ્રધ્યાન નથી તેમ કેવલીના યોગ વડે થતી અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસામાં હિંસાનુબંધીરૌદ્રધ્યાન નથી. માટે જેમ કેવલી દ્રવ્યપરિગ્રહરૂપ વસ્ત્ર ધારણ કરે છે તેમ કેવલીના યોગને અવલંબીને અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસા સંભવે છે. ત્યાં ‘અથ’થી પૂર્વપક્ષી કહે છે -
—
સાધુને વસ્ત્રનું ધા૨ણ ઉત્સર્ગથી નથી, પરંતુ અપવાદથી છે; કેમ કે આગમમાં કહ્યું છે કે ત્રણ સ્થાનોથી સાધુએ વસ્ત્રોને ધારણ કરવાં જોઈએ. (૧) લજ્જાને કારણે : નગ્ન ફરવામાં શિષ્ટ પુરુષને લજ્જા આવે તેથી લજ્જાના નિવારણ માટે સાધુ નગ્નતાનો પરિહાર થાય તે પ્રકા૨નાં વસ્ત્રોને ધારણ કરે. (૨) શીતાદિ પરિષહને કારણે : વળી અતિશીતાદિ પરિષહ હોય જેથી ધર્મધ્યાન સ્ખલના પામતું હોય ત્યારે શીતાદિ પરિષહ સંયમની મ્લાનિ કરે છે તેના ૨ક્ષણ માટે જેટલાં વસ્ત્રો આવશ્યક જણાય તેટલાં વસ્ત્રો સાધુ ધારણ કરે, જેથી સ્વાધ્યાયાદિ ઉચિત કૃત્યો કરવા માટે સમર્થ બને. (૩) દુર્ગંછાને કારણે : વળી સાધુ નગ્ન હોય તો પોતાની નગ્નતા પ્રત્યે દુર્ગંછા થાય એથી તેના નિવારણ અર્થે સાધુ વસ્ત્ર ધારણ કરે.