________________
૧૯૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૦ છે તે રીતે, તેઓને કેવલીને, જીવરક્ષાદિ ક્યારેય પણ થશે નહીં, કેમ કે કેવલજ્ઞાન સહકૃત તેઓના યોગોનું સદા ઘાતકપણું છે. જીવઘાતની જેમ જીવરક્ષાનું પણ અવશ્યભાવિપણાથી પરિજ્ઞાન હોવાને કારણે બંને ઠેકાણે પણ=જીવઘાતમાં અને જીવરક્ષામાં બંને ઠેકાણે પણ, કેવલજ્ઞાનનું સહકારી કારણત્વ કલ્પનામાં કેવલીના યોગોનું જીવઘાતના અને જીવરક્ષાના હેતુ એવું શુભાશુભપણું હોતે છતે સર્વકાલ યુગપત થાય અને આ અનુપપન્ન છે=શુભાશુભ યોગ એક કાલમાં અનુપપન્ન છે; કેમ કે પરસ્પર પ્રતિબંધકપણું છે. એથી એકતરના સ્વીકારમાં કેવલીના યોગો જીવઘાતના હેતુ છે અથવા જીવરક્ષાના હેતુ છે એ રૂપ એકતરના સ્વીકારમાં, પરાભિપ્રાયથી કેવલીના યોગથી અશક્ય પરિહારરૂપ હિંસા સ્વીકારનારના અભિપ્રાયથી, સર્વકાલથી અશુભ જ યોગ સિદ્ધ થાય છે. એથી હત્તવ્ય એવા ચરમ જીવના હનન સુધી કેવલી દ્વારા હણવા યોગ્ય ચરમ જીવતા હતા સુધી, હિંસાનુબંધીરૌદ્રધ્યાનનો પ્રસંગ છે કેવલી હિંસાનુબંધીરૌદ્રધ્યાનનો પ્રસંગ છે. આ પ્રકારનું પરનું વચન પૂર્વના કથન દ્વારા પ્રક્ષિપ્ત છેઃનિરાકૃત છે; કેમ કે સંરક્ષણના ભાવરૂપ સંરક્ષણાનુબંધીરૌદ્રધ્યાનનું સદશપણું હોવાથી દ્રવ્ય પરિગ્રહના સ્વીકારમાં ભગવાનને તુલ્ય યોગક્ષેમપણું છે=ભગવાનને સંરક્ષણાનુબંધીરૌદ્રધ્યાન સ્વીકારવાની પૂર્વપક્ષીને આપત્તિ છે. અહીં પણ દ્રવ્યપરિગ્રહના વિષયમાં પણ, તમારા જેવા વડે કહેવું શક્ય છે. પરિગ્રહણ કરવા યોગ્ય વસ્તુ વિષયક અનાભોગ સહકૃત મોહનીય લક્ષણ સહકારીકરણના વશથી છઘસ્થસંયતોના કાયાદિ વ્યાપારો પરિગ્રહના ગ્રહણના હેતુ છે દ્રવ્યપરિગ્રહરૂપ સંયમની ઉપધિવા ગ્રહણના હેતુ છે. અને આથી જ પરિગ્રાહ્ય વસ્તુ વિષયક=ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ વિષયક, આભોગ સહકૃત તેવા પ્રકારના મોહનીય ક્ષયોપશમાદિ સહકારીકારણથી વિશિષ્ટ એવા યોગો પરિગ્રહતા ત્યાગના હેતુ છે. એથી અનાભોગના અભાવમાં અને મોહનીયતા અભાવમાં કેવલીના યોગનું પરિગ્રહગ્રહણમાં કેવલજ્ઞાન જ સહકારી કારણ છે. એથી કેવલીઓ જયાં સુધી ધમપકરણ ધારણ કરે છે ત્યાં સુધી સંરક્ષણાનુબંધીરૌદ્રધ્યાન અક્ષત જ છે=કેવલી અવશ્ય પ્રાપ્ત જ છે, એથી દ્રવ્યપરિગ્રહમાં અભિલાષમૂલસંરક્ષણીયત્વજ્ઞાનનો અભાવ હોવાથી રૌદ્રધ્યાન નથી એ પ્રમાણે જો પૂર્વપક્ષી દ્વારા વિભાવન કરાય તો દ્રવ્યહિંસામાં પણ પોતાના યોગ નિમિત્તક હિંસાના પ્રતિયોગી એવા જીવમાં અને સ્વને ઈષ્ટ એવો હિંસાના પ્રતિયોગીત્વરૂપઘાત્યત્વજ્ઞાનનો અભાવ હોવાથી જ તે નથી=હિંસાનુબંધીરોદ્રધ્યાન નથી, એ પ્રમાણે પ્રગુણ જ પંથને યથાર્થ જ પંથને, કેમ જોતો નથી? i૫૦ના ભાવાર્થ
પૂર્વપક્ષી કેવલીના યોગથી દ્રવ્યહિંસાનો સંભવ નથી એમ માને છે અને કહે છે કે કેવલીને કેવલજ્ઞાન હોવાથી અજ્ઞાન નથી અને ક્ષાયિકભાવનું વીર્ય હોવાથી કેવલી માટે અશક્યપરિહાર કાંઈ નથી, તેથી કેવલી અવશ્ય પોતાના યોગોથી હિંસાનો પરિહાર કરી શકે છે માટે જેઓ એવું સ્વીકારે છે કે કેવલીના યોગથી દ્રવ્યવધ થાય છે તેઓના મતે કેવલીને હિંસાનુબંધીરૌદ્રધ્યાન છે તેમ માનવાનો પ્રસંગ આવશે.