________________
૧૯૦.
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૯ વળી કોઈ મહાત્માને અંતરંગ હિતાનુકૂલ ઉચિત યત્ન વિષયક સૂક્ષ્મબોધ હોવાને કારણે અજ્ઞાનપ્રસાદ પણ નથી, સંશયપ્રમાદ પણ નથી અને વિપર્યયપ્રમાદ પણ નથી; આમ છતાં કોઈક નિમિત્તથી રાગ કે દ્વેષ ઇષદ્ ઉલ્લસિત થાય છે તેથી આત્માના અપ્રમાદભાવમાં તે મહાત્મા યત્ન કરી શકતા નથી તેથી રાગ નામના કે દ્વેષ નામના પ્રમાદની પ્રાપ્તિ થાય છે.
વળી, કોઈક મહાત્મા સૂક્ષ્મબોધવાળા હોવા છતાં અને બાહ્યપદાર્થોને આશ્રયીને રાગ-દ્વેષના અભાવવાળા હોવા છતાં મતિનો ભ્રંશ થવાને કારણે પ્રમાદ વર્તે છે અર્થાત્ જે સૂક્ષ્મબોધ છે તેને અનુરૂપ અંતરંગ ઉદ્યમ થાય તે રીતે સંયમના ક્રિયાકાળમાં ઉચિત મતિનો ઉપયોગ ભ્રંશ પામે અર્થાત્ અલના પામે ત્યારે મતિભ્રંશ પ્રમાદની પ્રાપ્તિ થાય છે.
વળી, કોઈ મહાત્મા સૂક્ષ્મબોધવાળા હોવા છતાં મન-વચન-કાયાના યોગોમાંથી કોઈક યોગ અંતરંગ દિશા તરફ યત્ન કરવામાં બાધક બનતો હોય ત્યારે યોગદુષ્મણિધાન નામના પ્રમાદની પ્રાપ્તિ થાય છે.
વળી, કોઈ મહાત્માને અંતરંગ યત્ન વિષયક સૂક્ષ્મબોધ હોવા છતાં તેને અનુરૂપ યત્ન કરીને ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા ધર્મનિષ્પન્ન કરવા પ્રત્યે તે પ્રકારનો ઉત્સાહ ન થાય ત્યારે ધર્મઅનાદર નામના પ્રમાદની પ્રાપ્તિ થાય છે.
આ આઠ પ્રકારના પ્રમાદમાંથી અજ્ઞાન સિવાયના અન્ય પ્રમાદો સમ્યગ્દષ્ટિને પણ સંભવે છે; કેમ કે સમ્યગ્દષ્ટિને અંતરંગ રીતે ત્રણ ગુપ્તિમાં જવા માટેનો ઉચિત યત્ન શું છે ? તેનો સૂક્ષ્મબોધ છે તોપણ ક્યારેક સંશયાદિ અન્ય પ્રમાદો થવાની સંભાવના રહે છે. પ્રમત્તસંયત સુધીના મહાત્માઓને આ આઠ પ્રમાદમાંથી કોઈક પ્રમાદ થાય છે, પરંતુ અપ્રમત્તમુનિઓને ક્યારેય આઠ પ્રમાદમાંથી એક પણ પ્રકારનો પ્રમાદ વર્તતો નથી; કેમ કે પ્રમાદ અને અપ્રમાદ સાથે રહી શકે નહીં
અહીં આઠ પ્રમાદો જે કહ્યા છે તેમાં રાગ-દ્વેષ રૂપ જે બે પ્રમાદો છે તે યોગના દુષ્પણિધાન દ્વારા આરંભિકીક્રિયાના હેતુ જાણવા, યોગનું દુષ્મણિધાનનું કારણ બને એવા રાગ-દ્વેષ જીવઘાત પ્રત્યે ક્યારેક કારણ બને છે તોપણ જેઓના રાગ-દ્વેષ યોગના દુષ્પણિધાનના જનક છે તે સર્વકાળ જીવઘાતને અનુરૂપ સ્વરૂપયોગ્યતાવાળા છે, તેથી તેઓના યોગને આશ્રયીને જીવઘાત ન થતો હોય તોપણ તેઓને આરંભિકીક્રિયા છે.
વળી, અપ્રમત્તસાધુઓમાં પણ રાગ-દ્વેષ વિદ્યમાન છે છતાં તેઓના રાગ-દ્વેષ યોગના દુષ્પણિધાનનું કારણ નથી, પરંતુ યતનાપૂર્વકની સર્વ પ્રવૃત્તિ કરાવે તેવા છે, તેથી તેઓના રાગ-દ્વેષ આરંભિક ક્રિયાના હેતુ થતા નથી. તેથી અનાભોગથી ક્યારેક અપ્રમત્તસાધુથી હિંસા થાય તોપણ તેઓમાં યોગનું દુષ્પણિધાન નહીં હોવાને કારણે અને ઉચિત યતનાયુક્ત સંયમપ્રવૃત્તિ હોવાને કારણે તેઓની ક્રિયા આરંભિકી બનતી નથી; જ્યારે પ્રમત્તસાધુઓના રાગ-દ્વેષ અયતનાથી વિશિષ્ટ હોવાને કારણે યોગના અશુભભાવોના જનક હોવાને કારણે આરંભિકીક્રિયાના હેતુ બને છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે અયતનાથી પ્રવૃત્તિ કરતા પ્રમત્તસાધુ પ્રમાદથી કે અનાભોગથી જીવોની હિંસા કરે છે.