________________
૧૮૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૯ ધર્મોપકરણ દ્રવ્યથી પરિગ્રહ છે, ભાવથી નથી. મૂચ્છિત-=મૂચ્છિત સાધુને, તેની અપ્રાપ્તિમાં ધર્મોપકરણની અપ્રાપ્તિમાં, ભાવથી છે, દ્રવ્યથી નથી. એ રીતે જ સંપ્રાપ્તિમાં=ધર્મોપકરણની પ્રાપ્તિમાં, દ્રવ્યથી પણ છે. ભાવથી પણ છે=મૂચ્છિત સાધુને દ્રવ્યથી પણ પરિગ્રહ છે અને ભાવથી પણ પરિગ્રહ છે. ચરમભંગ વળી શૂન્ય છે.” એ પ્રકારની ચતુર્ભગીથી દશવૈકાલિકસૂત્ર, પાક્ષિકસૂત્રની વૃત્તિ, ચૂણિ આદિમાં સુપ્રસિદ્ધપણું છે=ધર્મઉપકરણના દ્રવ્યપરિગ્રહપણાનું સુપ્રસિદ્ધપણું છે. અને દ્રવ્યપરિગ્રહયુક્ત પણ ભગવાનને મોહવાપણું ઈચ્છાતું તથી એથી દ્રવ્યાશ્રવની પરિણતિ મોહનવ્ય નથી, એ પ્રકારનો ભાવ છે. ૪૯ ભાવાર્થ :
ગાથાના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રીએ કહ્યું કે દ્રવ્યાશ્રવ મોહજન્ય નથી. જો દ્રવ્યાશ્રવને મોહજન્ય સ્વીકારવામાં આવે તો કવલભોજનને પણ મોહજન્ય સ્વીકારવાની આપત્તિ આવશે. ત્યાં “ગ'થી પૂર્વપક્ષી કહે છે –
કવલાહારનું વેદનીયકર્મથી જન્યપણું છે, એથી કેવલી કવલાહાર કરે છે તેમાં મોહનું હેતુપણું નથી. વળી, આશ્રવ મોહપ્રભવ છે એ પ્રકારની પ્રસિદ્ધિ હોવાથી દ્રવ્યાશ્રવની પરિણતિ પણ મોહજન્ય જ છે, તેથી દ્રવ્યથી થતી હિંસા પણ મોહજન્ય સ્વીકારવી પડે અને મોહરહિત એવા કેવલીને દ્રવ્યહિંસા સંભવે નહીં એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે –
અસંયત જીવોમાં ઉદય અવસ્થામાં આવેલું ચારિત્રમોહનીયકર્મ ભાવાશ્રવનો હેતુ બને છે. આથી જ સંસારી જીવો ચારિત્રમોહનીયના ઉદયથી આરંભ-સમારંભરૂ૫ ભાવાશ્રવ કરે છે. વળી, પ્રમત્ત પણ સંયતોનું સત્તાવર્તી ચારિત્રમોહનીય દ્રવ્યાશ્રવનું સંપાદન કરે છે, પરંતુ ભાવાશ્રવનું સંપાદન કરતું નથી અર્થાત્ કાયાથી હિંસા આદિરૂપ દ્રવ્યાશ્રવ સંપાદન કરે છે, પંરતુ ચારિત્રમોહનીય ઉદયમાં નહીં હોવાથી સત્તાવાર્તા ચારિત્રમોહનીય પરિણામની મલિનતારૂપ ભાવાશ્રવ કરતું નથી. આથી જ સુમંગલ સાધુની જેમ આભોગથી પણ કરાતી હિંસા જ્ઞાનાદિ માટે અતિ અપવાદિક હોવાને કારણે તે હિંસાજન્ય કર્મબંધનો અભાવ છે તેથી સંયમ પરિણામનો નાશ નહીં થવાથી અવિરતિના પરિણામનો ત્યાં અભાવ પ્રાપ્ત થાય છે. સુમંગલ સાધુએ જંગલમાં સાધુઓના રક્ષણ અર્થે હિંસા માટે આવતા સિંહને કંઈક દયાળુ ચિત્તપૂર્વક થપ્પડ મારી, જેનાથી તે સિંહ ભયભીત થઈને દૂર ગયો અને આગળ જઈને મરી ગયો. આ રીતે એક રાત્રિમાં ચાર સિંહો સાધુના ભક્ષણ માટે આવેલા, સાધુના રક્ષણ માટે સુમંગલસાધુએ અપવાદથી તે બધા સિંહને થપ્પડ મારી, જે સાધુઓના જ્ઞાનાદિના રક્ષણાર્થે હોવાથી તે સુમંગલ સાધુને સિંહની હિંસાથી કર્મબંધ પ્રાપ્ત થતો નથી; કેમ કે સિંહની હિંસા થવા છતાં સુમંગલ સાધુમાં સંયમનો પરિણામ વિદ્યમાન હતો, તેથી એ પ્રાપ્ત થાય કે પ્રમત્ત એવા પણ સંયતોનું સત્તાવાર્તા ચારિત્રમોહનીયકર્મ સુમંગલ સાધુની જેમ દ્રવ્યહિંસાનું સંપાદન કરે છે, ભાવહિંસા સંપાદન કરતું નથી.
અહીં પ્રશ્ન થાય કે પ્રમત્તસાધુઓને શાસ્ત્રમાં આરંભિક ક્રિયા કહી છે તેથી જે પ્રમત્તસાધુ હિંસા કરે