________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
सूरिवचनमपि व्याख्यातं, तत्रापि मार्गभेदाभिप्रायेणैव धर्मभेदाभिधानात् न हि साधु श्रावकयोर्मार्गभेदेन धर्मभेदः संभवदुक्तिकोऽपीति विचारणीयम् ।
Че
ટીકાર્થ ઃ
અવિચ • વિદ્યાર્ળીયમ્ । અને વળી, આ ‘મરીચિનું વચન ઉત્સૂત્રમિશ્ર છે' એ પ્રમાણે બોલતા પૂર્વપક્ષી વડે મૂળથી જ જૈનશાસનની પ્રક્રિયા જ્ઞાત નથી. જે કારણથી સૂત્ર-ઉત્સૂત્ર વ્યવસ્થા=આ સૂત્રાનુસારી છે અને આ ઉત્સૂત્ર છે એ પ્રકારની વ્યવસ્થા, શ્રુતભાવભાષાને આશ્રયીને કરાઈ છે અને તે=શ્રુતભાવભાષા, સત્ય, અસત્ય અને અનુભયરૂપ હોવાથી ત્રિવિધ જ દશવૈકાલિકનિર્યુક્તિ આદિ સિદ્ધાંતમાં પ્રતિપાદન કરાઈ છે. વળી, પરના અભિપ્રાયથી=પૂર્વપક્ષી જે પ્રમાણે મરીચિના વચનને ઉત્સૂત્રમિશ્ર કહે છે તે અભિપ્રાયથી, મિશ્રરૂપ પણ તેની સિદ્ધિ થયે છતે=શ્રુતભાવભાષાની મિશ્રરૂપે સિદ્ધિ થયે છતે, ભગવાત ભદ્રબાહુ વડે કહેવાયેલ વિભાગના વ્યાઘાતનો પ્રસંગ છે. એથી આ= પૂર્વપક્ષીનું વચન=મરીચિનું વચન ઉત્સૂત્રમિશ્ર છે એ વચન, અર્થ વગરનું છે અને આ રીતે=પૂર્વમાં કહ્યું કે મરીચિના વચનને ઉત્સૂત્રમિશ્ર કહેનાર જૈની પ્રક્રિયા જાણતો નથી એ રીતે, મરીચિની અપેક્ષાથી મરીચિનું અનુસૂત્ર જ આ વચન છે અને કપિલની અપેક્ષાએ વિપર્યાસબુદ્ધિ જનકત્વનું જ્ઞાન હોવા છતાં પણ=મરીચિને ‘મારું વચન કપિલને વિપર્યાસબુદ્ધિનું જનક છે' એવું જ્ઞાન હોવા છતાં પણ, આ રીતે કહેવાતું આ વચન મારું ઉત્સૂત્ર છે=જે રીતે મરીચિએ કહ્યું એ રીતે કહેવાતું મરીચિનું વચન ઉત્સૂત્ર છે, એ પ્રકારના પરિજ્ઞાનનો અભાવ હોવાથી કથંચિત્ અનાભોગહેતુક ઉત્સૂત્ર છે. એ પ્રમાણે કહેતાં પૂર્વપક્ષીને ‘મારી માતા વંધ્યા છે' એ પ્રકારના ન્યાયનો આપાત=પ્રાપ્તિ, છે, એ પ્રમાણે જાણવું.
વળી, તેનો=મરીચિનો, ઉત્સૂત્રનો આભોગ=ઉત્સૂત્રનું જ્ઞાન ન હતું. એ પણ દુઃશ્રદ્ધાન છે=માની શકાય તેવું નથી; કેમ કે વ્યુત્પન્ન એવા તેના=ભગવાનના શાસનમાં વ્યુત્પન્ન એવા મરીચિતા, તાદેશ અસ્પષ્ટ વચનમાં પણ=પોતે કઈ અપેક્ષાએ અહીં ધર્મ કરે છે ? તેનો સ્પષ્ટ નિર્ણય ન થાય પરંતુ કપિલને તેવા પ્રકારનો ભ્રમ થાય તેવા અસ્પષ્ટ વચનમાં પણ, ઉત્સૂત્રત્વના પ્રત્યયનું આવશ્યકપણું છે. અને સાધુભક્ત એવા મરીચિને તે પ્રકારના ઉત્સૂત્રનું ભાષણ=પોતાના વેશમાં કપિલને ધર્મબુદ્ધિ કરાવે તેવું ઉત્સૂત્રભાષણ, અસંભવિત છે, એમ શંકા ન કરવી; કેમ કે કર્મપરિણતિનું વિચિત્રપણું છે=શિષ્યના લોભને ઉત્પન્ન કરે તેવા પ્રકારની કર્મપરિણતિનું તે પ્રકારનું વિચિત્રપણું છે, કે જેથી સાધુભક્ત એવા પણ મરીચિને ઉત્સૂત્રપ્રવૃત્તિ કરાવે તેવું વિચિત્રપણું છે, અને ત્યાં=પૂર્વમાં કહ્યું કે મરીચિના તેવા અસ્પષ્ટ વચનમાં પણ ઉત્સૂત્રત્વ પ્રત્યયનું આવશ્યકપણું છે તે વચનમાં, અભિમતાનભિમતવિધિ નિષેધના અવધારણમાં અક્ષમત્વરૂપ અસ્પષ્ટપણું=ભગવાનને અભિમતમાં વિધિનું અવધારણ કરવામાં અને ભગવાનને અનભિમત એવા ત્રિદંડી વેષમાં ધર્મના નિષેધનું અવધારણ કરવામાં