________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
કેમ ચતુરંત શબ્દાર્થનું સંસારનું વિશેષણ કરવામાં આવે તો ચતુરંતસંસારપરિભ્રમણરૂપ વિશિષ્ટ સાધ્યમાં પર્યવસાન છે ? તેમાં હેત કહે છે –
ચતુરંતથી અવિત સંસારનું ભ્રમણમાં અવય છે. અને તે રીતે ઉસૂત્રભાષણ કરનારને ચતુરંતસંસારપરિભ્રમણરૂપ વિશિષ્ટ ભ્રમણ પ્રાપ્ત થાય છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું તે રીતે, દષ્ટાંતરૂપ જમાલિમાં સૂત્રકૃતાંગની વૃત્તિમાં બતાવેલ દષ્ટાંતરૂપ જમાલિમાં, સાધ્યવેકલ્યરૂપ દોષનો અનુદ્ધાર છે=જે રીતે પૂર્વપક્ષી કહે છે કે દાંત નિશ્ચિત સાથ્થવાળું હોય તેમ સ્વીકારીએ તો સૂત્રકૃતાંગના વચનમાં અપાયેલ જમાલિના દષ્ટાંતમાં અનંતસંસારપરિભ્રમણરૂપ સાધ્ય સ્વીકારવામાં આવે તો ચાર ગતિના પરિભ્રમણરૂપ સાધ્ય અંશ પણ તેમાં પ્રાપ્ત થવો જોઈએ. અને જમાલિમાં ચારગતિના પરિભ્રમણની પ્રાપ્તિ નથી. તેથી ચારગતિના પરિભ્રમણરૂપ સાધ્યવૈકલ્યદોષનો ઉદ્ધાર કરવો શક્ય નથી.
કેમ દોષનો ઉદ્ધાર શક્ય નથી ? તેની પુષ્ટિ કરે છે – વિશિષ્ટ સાધ્ય હોતે છતે વિશેષ્ય અંશના સર્ભાવમાત્રથી=ચાર ગતિના ભ્રમણરૂપ વિશેષણ રહિત અનંતસંસારના ભ્રમણરૂપ વિશેષ્ય અંશના સભાવમાત્રથી, દષ્ટાંતમાં=જમાલિના દષ્ટાંતમાં, સાધ્યવૈકલ્યદોષનો ઉદ્ધાર કરવો શક્ય નથી, અને અનભિજ્ઞને અહમ્ ચૈત્ય અને અણગાર શબ્દથી જેમ એક અર્થનો બોધ થાય છે તેમ ચતુરંત અને સંસારકાંતાર બે શબ્દો દ્વારા એક જ અર્થનો બોધ સ્વીકાર કરાય છd=એક જ અર્થનો બોધ સ્વીકારીને જમાલિના દષ્ટાંતમાં સાધ્યવૈકલ્યદોષનો ઉદ્ધાર કરાયે છતે, વિચારકોના હાસ્યપાત્રત્વની આપત્તિ છે. ટીકા -
गत्यादीनां च यथा प्रतिप्राणिनं भिन्नत्वं तथा संसारस्याप्यध्यवसायविशेषाद् भिन्नत्वं किं नेष्यते ? “उम्मग्गमग्गसंपट्ठियाणं" (गच्छा. प्र. ३१) इत्यादिनोत्सूत्रभाषिणां नियमादनन्तसंसारसिद्धौ च
"सीअलविहारओ खलु भगवंतासायणाणिओगेण । तत्तो भवो अणंतो किलेसबहुलो जओ भणिअं ।। तित्थयरपवयणसुअं” इत्याद्युपदेशपदवचनात् (४२२-२३) शीतलविहारिणां पार्श्वस्थादीनां नियमादनन्तसंसारापत्तिः, इष्यते च तत्र परिणामभेदाद् भेदः, इत्यत्राप्यध्यवसायप्रत्ययः संसारविशेषो महानिशीथोक्तरीत्या श्रद्धेयः । किञ्च 'अरघट्टघटीयन्त्रन्यायेन यत्र संसारपरिभ्रमणप्रदर्शनं तत्र नियमादनन्तसंसारः' इत्यभ्युपगमे उत्सूत्रभाषिणामिव कामासक्तानामपि नियमतोऽनन्तसंसाराभ्युपगमप्रसङ्गः, तेषामपि संसारभ्रमणे तन्न्यायप्रदर्शनात् । तदुक्तमाचाराङ्गशीतोष्णीयाध्ययनवृत्ती (उ० २ गा. २) 'संसिच्चमाणा पुणरिंति गब्भं' इत्यवयवव्याख्याने 'तेन कामोपादानजनितेन कर्मणा