________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
ટીકાર્ય ઃ
હિન્ગ્યુ .... • પ્રેક્ષાવૃત્મિઃ । વળી, ‘વિન્ગ્વ’થી ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને કહે છે – સૂત્રમાં ઘોતક રચનારૂપ પણ ‘થાવત્’ પદ દેખાય છે. જે પ્રમાણે સ્કંદકાધિકારમાં “ભાવથી સિદ્ધમાં અનંત જ્ઞાનપર્યાય, અનંત દર્શનપર્યાય યાવત્ અનંતા અગુરુઅલઘુ પર્યાયો છે.” એ પ્રકારના કથનમાં, અહીં=સ્કન્દક-અધિકારમાં, ગણ મધ્યસ્થ અન્ય અર્થનો પરામર્શ યાવત્ શબ્દથી કરવો શક્ય નથી. જે કારણથી આ ગણ આ પ્રકારે બતાવાયો છે “જીવમાં ભાવથી અનંતા જ્ઞાનપર્યાય, અનંતા દર્શનપર્યાય, અનંતા ચારિત્રપર્યાય, અનંતા ગુરુલઘુપર્યાય, અનંત અગુરુઅલઘુ પર્યાયો" છે. ત્યાં=સ્કન્દકાધિકારમાં, બતાવેલા સિદ્ધમાં, જ્ઞાન-દર્શન પર્યાય સિદ્ધને સાક્ષાત્ કહેવાયેલા છે. અને ચારિત્રના પર્યાયો તેને=સિદ્ધના જીવને, સંભવતા નથી; કેમ કે ‘પરભવિક ચારિત્ર નથી.' એ પ્રકારના વચનમાં સિદ્ધના જીવને વ્યક્ત જ ચારિત્રનું નિષિદ્ધપણું છે. અને ગુરુલઘુપર્યાયો ઔદારિકશરીરને આશ્રયીને વ્યાખ્યાન કરાયા છે. એથી તે પણ=ગુરુલઘુપર્યાયો પણ, સિદ્ધને સંભવતા નથી. અગુરુલઘુપર્યાયો કાર્યણાદિ દ્રવ્યોને અને જીવ સ્વરૂપને આશ્રયીને વ્યાખ્યાન કરાયા છે. ત્યાં=અગુરુલઘુપર્યાયોમાં કાર્યણદ્રવ્યને આશ્રિત એવા તે=અગુરુલઘુપર્યાયો, સિદ્ધને સંભવતા નથી. જીવસ્વરૂપને આશ્રયીને સર્વાશ શુદ્ધ એવા તે=અગુરુલઘુ-પર્યાય, સંભવે છે. પરંતુ તે પણ=સર્વાંશ શુદ્ધ અગુરુલઘુપર્યાયો પણ, સાક્ષાત્ શબ્દથી કહેવાયા છે=સ્કન્દકઅધિકારમાં સિદ્ધને કહેવાયા છે, એથી યાવત્ શબ્દ વાચ્ય કંઈ બાકી રહેતું નથી=સ્કન્દકઅધિકારમાં સિદ્ધનાં સ્વરૂપને કહેનારા વચનમાં જે થાવત્ શબ્દ છે. તેનું વાચ્ય કોઈ અવશેષ રહેતું નથી, એથી તેનાથી=યાવત્ શબ્દથી, જે પ્રમાણે ત્યાં=સ્કન્દકઅધિકારમાં, વાક્યાર્થ દ્યોતક જ ‘યાવત્' શબ્દ છે. તેની જેમ અહીં પણ=કિલ્બિષિકના ભવભ્રમણને કહેનારા ભગવતીના પાઠમાં પણ, થાયથાવત્ શબ્દ વાક્યાર્થ ઘોતક થાય, એ પ્રમાણે કંઈ અનુપપન્ન નથી=જમાલિને અનંતસંસાર ન સ્વીકારીએ તોપણ યાવત્ શબ્દનો શું અર્થ થશે ? એ પ્રમાણે કંઈ અનુપન્ન નથી, એ રીતે વિચારકોએ નિપુણબુદ્ધિથી જોવું જોઈએ.
ટીકાઃ
किञ्च
“जाव चत्तारि पंच” इत्यादि सूत्रमपि नरकोपपातातिरिक्तविशेषाभावमादाय परिमितभवजमालिजातीयदेवकिल्बिषिकविषयं जमालिसादृश्यप्रदर्शनायोपन्यस्तं, न तु देवकिल्बिषिकसामान्यविषयमिति संभाव्यते, अन्यथा “अत्थेगइआ अणादीयं अणवदग्गं दीहमद्धं चाउरंतं संसारकंतारं अणुपरिअट्टंति” इत्यग्रिमसूत्राभिधानानुपपत्तेः, ततो " अत्येगइआ०" इत्यादिकमपरिमितभवाभिधायकं “जाव चत्वारि” इत्यादिकं च परिमितभवाभिधायकमिति युक्तं, भवति हि सामान्याभिधानस्याप्येकविशेषप्रदर्शने तदितरविशेषपरत्वं, यथा “ब्राह्मणा भोजयितव्याः कौण्डिन्यो न भोजयितव्यः" इत्यत्र "ब्राह्मणा भोजयितव्याः" इति वचनस्य कौण्डिन्येतरब्राह्मणभोजनविधिपरत्वमिति ।
૧૧૩
-