________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૫
૧૬૧ ટીકાર્ચ -
ક્ષીને . પ્રસાદ . ‘જીજે નોત્તિ' પ્રતીક છે. મોહ ક્ષીણ થયે છતે મોહનીયકર્મ સતા વગરનું થયે છતે, નિયમથી–નિશ્ચયથી, ગહના વિષયવાળું ગહણીય કૃત્ય પ્રાણાતિપાતાદિ ક્રિયા, કોઈપણ જીવને થતી નથી. તે ઉપદેશપદમાં કહેવાયું છે –
વળી આથી વીતરાગ કાંઈપણ ગણીય કૃત્ય કરતા નથી.” (ઉપદેશપદ ગાથા-૭૩૧) આની વૃત્તિનો એક દેશ=ઉપદેશપદની ટીકાનો એક દેશ “યથા'થી બતાવે છે – “આનાથી જ=પ્રકૃતરૂપ એવા અકરણનિયમથી જ, વીતરાગ=ક્ષીણમોહાદિ ગુણસ્થાનકવર્તી મુનિ, કાંઈપણ જીવઘાતાદિક સર્વ ગહણીય અવદ્ય, દેશોનપૂર્વકોટી કાળ જીવવા છતાં પણ કરતા નથી જ.” એ હેતુથી-કેવલી ગહણીય એવા જીવઘાતાદિ કરતા નથી એ હેતુથી, તે=હિંસા, જિનોને ગળી ગયેલાં છે સકલ ગણીય કર્મો જેમને એવા ક્ષીણમોહવીતરાગને, થતી નથી એ પ્રકારની તારી મતિ=અવતરણિકામાં શંકા કરનાર પૂર્વપક્ષીની મતિ, કેવલ ભાવપ્રાણના અતિપાતના નિષેધની અપેક્ષાએ સવિષયવાળી થાય. વળી દ્રવ્યવધમાં નિર્વિષયવાળી છે; કેમ કે તેનું દ્રવ્યવધનું, અશક્યપરિહારપણાથી અગહણીયપણું છે. કેમ અશક્યપરિહારવાળી દ્રવ્યહિંસાનું અગહણીયપણું છે ? તેમાં હેતુ કહે છે – દ્રવ્ય-ભાવ ઉભયરૂપનું કે કેવલ ભાવરૂપ એવા પ્રાણાતિપાત આદિનું વ્રતભંગરૂપપણું હોવાને કારણે શિષ્ટ લોકમાં ગહણીયપણું છે અને અશિષ્ટ લોકના ગહનું અપ્રયોજકપણું છે. કેમ અશિષ્ટલોકોનું ગોંનું અાયોજકપણું છે ? તે બતાવવા અર્થે કહે છે –
દૂરકર્મવાળા જીવો આ=ભગવાન, સ્વયંભૂ નથી પરંતુ મનુષ્ય જ છે એથી કેવી રીતે આમનું દેવપણું હોય ? અથવા કવલાહારવાળા જીવોનું કેવલીપણું કેવી રીતે હોય ? ઈત્યાદિક ભગવાનની પણ ગહન કરે છે. આ પ્રમાણે-કેવલી ગહણીય એવી ભાવહિંસા જ નથી એ પ્રમાણે, ન માનવામાં આવે તો ઉપશાંતમોગુણસ્થાનકવત જીવોને ગણીય પ્રાણાતિપાત આદિનો સ્વીકાર કરાય છતે પૂર્વપક્ષી દ્વારા મોહનીયની સત્તા દ્વારા ગહણીય પ્રાણાતિપાતનો સ્વીકાર કરાયે છતે, યથાખ્યાતચારિત્રના વિલોપનો પ્રસંગ આવે=પૂર્વપક્ષીને અગિયારમા ગુણસ્થાનકમાં મોહનીયની સત્તાના બળથી ગણીય એવી દ્રવ્યહિંસા સ્વીકાર કરાયે છતે ઉપશાંત વીતરાગમાં શાસ્ત્રસંમત એવું યથાખ્યાતચારિત્ર છે એના વિલોપનો પ્રસંગ આવે. ભાવાર્થ :
અવતરણિકામાં પૂર્વપક્ષીએ કહ્યું એ પ્રમાણે કેવલીને ગહણીય કૃત્યરૂપ જીવહિંસા સંભવે નહીં તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી
મોહનીયકર્મ ક્ષીણ થયે છતે કેવલીને નિયમથી ગર્તાના વિષયવાળું કૃત્ય થતું નથી, એથી કેવલીને દ્રવ્યહિંસા નથી એ પ્રકારની પૂર્વપક્ષીની મતિ છે; જે દ્રવ્યહિંસાના વિષયમાં અપ્રામાણિક છે; કેમ કે