________________
૧૬૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ અને અનાભોગથી થનાર દ્રવ્યહિંસારૂપ પ્રતિષિદ્ધનું પ્રતિસેવન તેવું નથી, પરંતુ વિશેષ છે; કેમ કે સંજ્વલનકષાયના ઉદય વગરનું છે. તેથી ઉપશાંતમોહવાળા મહાત્માઓના યથાખ્યાતચારિત્રનું બાધક નથી, એમ પૂર્વપક્ષી કહે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીનું આ કથન ઉચિત નથી; કેમ કે પ્રતિસેવા પદથી અનાભોગથી થનારી પ્રતિસેવાનું પણ ગ્રહણ કરાયેલ છે તેની અનાભોગથી પણ પ્રતિસેવા કરવામાં આવે તો યથાખ્યાતચારિત્રનો બાધ થાય.
પ્રતિસેવા પદથી અનાભોગનું પણ ગ્રહણ છે તે બતાવવા માટે ગ્રંથકારશ્રી ઠાણાંગસૂત્રનો પાઠ આપે
દશ પ્રકારની પ્રતિસેવના કહેવાઈ છે – દર્પથીકરાગાદિની આકુળતાથી, પ્રમાદથી, અનાભોગથી, આતુરથી=રોગને કારણે, આપત્તિને કારણે, શંકિતને કારણે, સહસાત્કારને કારણે, ભયને કારણે, દ્વેષને કારણે કે વિમર્શને કારણે પ્રતિસેવના થાય છે. માટે દ્રવ્યહિંસાને પૂર્વપક્ષી પ્રતિસેવનારૂપ સ્વીકારે તો ઉપશાંતમોહવાળાને પણ પ્રતિસવીપણું પ્રાપ્ત થાય અને અપ્રતિસેવિત્વની સાથે વ્યાપ્તિવાળું યથાખ્યાતચારિત્ર અને નિગ્રંથપણું બંને ઉપશાંતમોહમાં સંભવે નહીં. તેથી પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ કે બાહ્યથી થતી દ્રવ્યહિંસાથી અલ્પ પણ કર્મબંધ થતો નથી, પરંતુ પ્રમાદને વશ અયતનાના પરિણામથી જે હિંસા થાય છે તેનાથી જ કર્મબંધ થાય છે. કર્મબંધને અનુકૂળ એવી જે આચરણા છે તે પ્રતિસેવના છે જેને ઉપશાંતમોહવાળા, ક્ષીણમોહવાળા કે ઉપરના નિગ્રંથભાવમાં વર્તતા મુનિઓ ક્યારેય કરતા નથી. યોગ્ય નિરીક્ષણ કર્યા પછી પણ જે હિંસાનો પરિહાર શક્ય નથી તેવી હિંસા જ અપ્રમત્ત એવા પણ નિગ્રંથોથી, ઉપશાંતમોહવાળાથી, ક્ષણમોહવાળાથી અને કેવલીથી પણ થાય છે. આવી હિંસા ક્યારેય ગહણીય નથી; પરંતુ પોતાની શક્તિ હોવા છતાં જીવરક્ષા માટે જેઓ યત્ન કરતા નથી તેઓના યોગથી થતી હિંસા જ ગહણીય છે. આથી જ છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા મુનિ પણ પડિલેહણાદિ ક્રિયા પ્રમાદવાળી કરતા હોય તે કાળે કોઈ જીવની હિંસા ન થાય તોપણ તેઓના પ્રમાદરૂપ ભાવને આશ્રયીને તે પડિલેહણની ક્રિયા ગહણીય છે.
વળી પૂર્વપક્ષી મોહના ઉદયથી વિશિષ્ટ પ્રતિસેવનાને ઉસૂત્રપ્રવૃત્તિનો હેતુ સ્વીકારે છે અને ઉપશાંતમોહવીતરાગમાં મોહની સત્તાજન્ય પ્રતિસેવના સ્વીકારે છે તેમ સ્વીકારવામાં અપસિદ્ધાંત આદિ દોષો પ્રાપ્ત થાય છે એમ ગ્રંથકારશ્રી બતાવે છે. ગ્રંથકારશ્રી કહે છે કે મોહના ઉદયજન્ય અને મોહની સત્તાજન્ય ઉસૂત્રપ્રવૃત્તિના ભેદો શાસ્ત્રમાં ક્યાંય સંભળાતા નથી, પરંતુ કષાયકુશીલ આદિ, પરિહારવિશુદ્ધિ આદિ અને ઉપરિતન નિગ્રંથ સંયમત્રયવાળાને અપ્રતિસેવિત્વનું કથન છે. તેથી મોહના ઉદયથી જ પ્રતિસેવના થાય છે, પરંતુ મોહની સત્તાથી પ્રતિસેવના થાય છે એવું કથન ક્યાંય શાસ્ત્રમાં ઉપલબ્ધ નથી. માટે પૂર્વપક્ષી મોહસત્તાજન્ય અને મોહના ઉદયજન્ય એમ ઉસૂત્રપ્રવૃત્તિના બે વિભાગ કરે છે તે અત્યંત અસમંજસ છે.