________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૮
૧૮૧
સ્વીકારે તો ક્ષીણમોહગુણસ્થાનકમાં અર્થથી ભાવગત પાપ સ્વીકારાયેલું થાય છે. અર્થાત્ લોકોને ગહનો વિષય બને તેવી બાહ્યહિંસાનો અભાવ બારમા ગુણસ્થાનકમાં હોવા છતાં અજ્ઞાનને કારણે અનાભોગજન્ય ભાવગત પાપ બારમા ગુણસ્થાનકમાં છે. તે પ્રકારે પૂર્વપક્ષી દ્વારા સ્વીકારાયેલું થાય છે; કેમ કે લોકમાં ગર્હણીય એવી બાહ્યહિંસારૂપ પાપ પ્રત્યે પૂર્વપક્ષીના મતે મોહનીયકર્મ હેતુ છે અને બારમા ગુણસ્થાનકમાં મોહનીયનો અભાવ હોવાથી લોકમાં ગર્હાનો વિષય થાય તેવા બાહ્ય પાપની નિવૃત્તિ મોહના અભાવના કા૨ણે બારમા ગુણસ્થાનકમાં છે તોપણ અનાભોગરૂપ જીવના મલિન અધ્યવસાય સ્વરૂપ અગર્હણીય ભાવરૂપ પાપ બારમા ગુણસ્થાનકમાં છે. તેથી જ અનાભોગમાત્રજન્ય સંભાવનારૂઢઆશ્રવની છાયારૂપ દોષ બારમા ગુણસ્થાનકમાં પૂર્વપક્ષી સ્વીકારે છે.
વળી, પૂર્વપક્ષી કહે છે કે અગéણીય પાપમાં બારમા ગુણસ્થાનકે અનાભોગનું હેતુપણું છે અને કેવલીમાં અનાભોગની નિવૃત્તિ થયેલી હોવાથી કેવલીમાં અગર્હણીય પાપ પણ નથી. ક્ષીણમોહગુણસ્થાનકમાં અજ્ઞાન હોવાને કારણે અગર્હણીય એવું આશ્રવની છાયારૂપ પાપ છે. “તે ઉચિત નથી” એમ ગ્રંથકારશ્રી કહે છે; કેમ કે જીવમાં અધ્યવસાયરૂપ અત્યંતર પાપ માત્ર ગહપરાયણ લોકને અપ્રત્યક્ષ છે તેથી પૂર્વપક્ષીના મતે તેને અગÁણીય સ્વીકારવું પડે અર્થાત્ દ્રવ્યહિંસા ગર્હણીય છે અને જીવના અધ્યવસાયરૂપ મલિન ભાવો અગર્હણીય છે, એમ પૂર્વપક્ષીએ સ્વીકારવું પડે. વળી, અધ્યવસાયની મલિનતારૂપ અગર્હણીય પાપસામાન્યમાં અનાભોગ હૅતુ નથી અર્થાત્ પૂર્વપક્ષના મત પ્રમાણે બા૨મા ગુણસ્થાનકે રહેલ અગર્હણીયપાપમાં અનાભોગ હેતુ હોવા છતાં તેની પૂર્વે બાહ્યહિંસા નહીં કરનારા જે જીવો કષાયના પરિણામવાળા છે તેઓના અધ્યવસાયની મલિનતારૂપ અગર્હણીય પાપમાં અનાભોગ હેતુ નથી, પરંતુ મોહનો ઉદય હેતુ છે. તેથી અત્યંતર પાપ લોકને અપ્રત્યક્ષ હોય માટે અગર્હણીય છે, તેમ કહેવું ઉચિત નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે મોહથી અજન્ય એવા અગર્હણીય પાપમાં અનાભોગનું હેતુપણું છે અને અન્ય અગર્હણીય પાપમાં મોહનું હેતુપણું છે તેથી એ પ્રાપ્ત થાય કે બારમા ગુણસ્થાનકમાં મોહજન્ય અંતરંગ મલિનતારૂપ અગર્હણીય પાપ નથી તોપણ મોહઅજન્ય અને અજ્ઞાનજન્ય અગર્હણીય પાપ બારમા ગુણસ્થાનકમાં છે. કેવલીને અનાભોગ નહીં હોવાથી સર્વથા અગર્હણીય પાપ પણ નથી અને મોહની સત્તા નહીં હોવાથી દ્રવ્યહિંસારૂપ ગર્હણીય પાપ પણ નથી.
આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
-
ગર્હણીય હિંસાદિ પાપનો હેતુ મોહનો ઉદય છે, આથી જ મોહના ઉદયથી જ જીવો હિંસાદિમાં પ્રવર્તે છે; છતાં તે મોહ અગર્હણીય પાપનો હેતુ થઈ શકે નહીં. તેથી બારમા ગુણસ્થાનક પૂર્વે અગર્હણીય પાપ જીવના મલિન અધ્યવસાયરૂપ છે તે મોહજન્ય છે તેમ પૂર્વપક્ષી કહી શકે નહીં. જો આવું સ્વીકારવામાં ન આવે તો એમ માનવું પડે કે મોહથી જન્ય ગર્હણીય-અગર્હણીયઉભય સ્વભાવવાળું એક પાપ છે અર્થાત્ બારમા ગુણસ્થાનક પૂર્વે મોહથી ગર્હણીય પાપ થાય છે અર્થાત્ બાહ્યહિંસારૂપ ગર્હણીય પાપ થાય છે. બારમા ગુણસ્થાનકમાં અગર્હણીય એવું ભાવપાપ થાય છે તેવું ઉભય સ્વભાવવાળું પાપ છે; કેમ કે જેઓને