________________
૧૯૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૯ ટીકા :
द्रव्याश्रवाणां प्राणातिपातमृषावादादीनां परिणतिः निजनिजानि कारणानि यानि नोदनाभिघातादियोगव्यापारमृषाभाषावर्गणाप्रयोगादीनि, तत्प्रभवा सती न मोहान्मोहनीयकर्मणो भवति मोहजन्या नेत्यर्थः, क्वचित्प्रवृत्त्यर्थं मोहोदयापेक्षायामपि द्रव्याश्रवत्वावच्छिन्ने मोहनीयस्याऽहेतुत्वाद्, अन्यथाऽऽहारसंज्ञावतां कवलाहारप्रवृत्तौ बुभुक्षारूपमोहोदयापेक्षणात्कवलाहारत्वावच्छिन्नेऽपि मोहस्य हेतुत्वात् केवली कवलभोज्यपि न स्यादिति दिगंबरसगोत्रत्वापत्तिरायुष्मतः। ટીકાર્થ:
લાવા IT .... ગાયુષ્યતઃ આ પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ દ્રવ્યાઢવોની પરિણતિ, પોતપોતાનાં કારણો=જે તોદના-અભિવાતાદિ યોગ વ્યાપાર મૃષાભાષાવર્ગણાના પ્રયોગાદિ કારણો, છે તપ્રભવ છતી=મૃષાભાષાવર્ગણાના પ્રયોગ પ્રભવ છતી, મોહથી નથી=મોહનીયકર્મથી નથી=મોહજન્ય નથી; કેમ કે કોઈક વખતે પ્રવૃત્તિ માટે દ્રવ્યાશ્રવની પ્રવૃત્તિ માટે, મોહોદયની અપેક્ષા હોવા છતાં પણ દ્રવ્યાશ્રવત્નાવચ્છિન્નમાં=સર્વ દ્રવ્યાશ્રવમાં, મોહનીયનું અહેતુપણું છે. અન્યથા આવું ન માનવામાં આવે અર્થાત્ દ્રવ્યાશ્રવસામાન્ય પ્રત્યે મોહનો ઉદય કારણ નથી એમ ન માનવામાં આવે પરંતુ દ્રવ્યાવસામાન્ય પ્રત્યે મોહનો ઉદય કારણ છે એમ માનવામાં આવે તો, આહારસંજ્ઞાવાળા જીવોને કવલાહારની પ્રવૃત્તિમાં બુમુક્ષારૂપ મોહના ઉદયની અપેક્ષા હોવાથી કવલાહારત્નાવચ્છિન્નમાં પણ= કવલાહારસામાન્યમાં પણ મોહનું હેતુપણું હોવાથી કેવલી કવલભોજી પણ ન થાય એ પ્રમાણે દિગંબરની સાથે સગોત્રત્વની આપત્તિ આયુષ્યમાન છે=પૂર્વપક્ષી છે. ભાવાર્થ :
પૂર્વપક્ષી માને છે કે પ્રાણાતિપાત, મૃષાવાદાદિ દ્રવ્યાશ્રવની પરિણતિમાત્ર મોહજન્ય છે તેથી મોહરહિત મહાત્માને દ્રવ્યાશ્રવની પરિણતિ સંભવે નહીં. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
પ્રાણાતિપાત, મૃષાવાદરૂપ દ્રવ્યાશ્રવની પરિણતિ પોતપોતાનાં કારણોથી થયેલ છે અર્થાતું નોદના, અભિવાતાદિ યોગવ્યાપારથી પ્રાણાતિપાત થાય છે અને તે પ્રકારના બોલવાને અનુકૂળ વ્યાપારથી મૃષાવાદ આદિ થાય છે. તેથી દ્રવ્યાશ્રવની પરિણતિ તે તે દ્રવ્યાશ્રવને અનુકૂળ એવા કાયયોગ કે વચનયોગથી થાય છે, પરંતુ મોહનીયકર્મના ઉદયથી થતી નથી; છતાં જેઓના ચિત્તમાં મોહનો પરિણામ વર્તે છે તેઓ મોહના ઉદયથી પ્રેરાઈને પ્રાણાતિપાત મૃષાવાદાદિ પ્રવૃત્તિઓ કરે છે, જેનાથી તેઓને વિશેષ પ્રકારની મોહની પરિણતિઓ થાય છે. જેઓને મોહનો ઉદય નથી તેઓના તે પ્રકારના કાયવ્યાપારથી દ્રવ્યાશ્રવની પરિણતિ થાય છે, તેથી કોઈક સ્થાનમાં દ્રવ્યાશ્રવની પ્રવૃત્તિ માટે મોહના ઉદયની અપેક્ષા હોવા છતાં પણ સર્વ દ્રવ્યાશ્રવ પ્રત્યે મોહનીયનો ઉદય હેતુ નથી.