________________
૧૮૫
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪૯ કવલાહારમાં, મોહનીય હેતુપણું નથી. વળી, આશ્રવ મોહપ્રભાવપણું પ્રસિદ્ધ હોવાને કારણે દ્રવ્યાશ્રવની પરિણતિ પણ મોહનવ્ય જ છે. ત્યાં=આશ્રવતી પરિણતિમાં, ઉદિત ચારિત્રમોહનીય અસંયત જીવોને ભાવાશ્રવનો હેતુ પ્રાપ્ત થાય છે. વળી પ્રમત્ત પણ સંયતોનું સત્તાવર્તી ચારિત્રમોહનીય દ્રવ્યાશ્રવ જ સંપાદન કરે છે, કેમ કે સુમંગલસાધુની જેમ આભોગથી પણ થતા એવા તેનું= દ્રવ્યાશ્રવનું, જ્ઞાનાદિ માટે અતિઅપવાદિકપણું હોવાને કારણે તજન્ય દ્રવ્યાશ્રવજન્ય, કર્મબંધનો અભાવ હોવાથી સંયમ પરિણામો અપાય હોવાને કારણે=સુમંગલ સાધુની દ્રવ્યહિંસાથી સંયમના પરિણામનો અનાશ હોવાને કારણે, અવિરતિ પરિણામનો અભાવ હોવાથી તેની ઉપપત્તિ છે દ્રવ્યાશ્રવની ઉપપતિ છે.
વળી, તેઓની જે આરંભિકીક્રિયા=પ્રમત્ત પણ સંયતોની જે આરંભિકીક્રિયા, તે જીવઘાતજન્ય નથી, પરંતુ પ્રમત યોગજવ્ય છે; કેમ કે ‘સર્વ પ્રમત્તયોગ આરંભ છે એ પ્રકારનું વચન છે. અન્યથા તેવું ન માનવામાં આવે તો=પ્રમત્તયોગવાળા જીવની આરંભિકીક્રિયા જીવઘાતજન્ય છે તેમ માનવામાં આવે તો, આરંભિક ક્રિયા કોઈક પ્રમતને ક્યારેક જ થાય; કેમ કે તેના કારણ એવા જીવઘાતનું કોઈકનું કદાચિત્કપણું છે અને પ્રમત ગુણસ્થાનક સુધી અનવરત જ આરંભિકીક્રિયા છે. વળી જો જીવઘાતથી આરંભિક ક્રિયા થાય તો અપર એવા અપ્રમત્તસાધુ તો દૂર રહો, ઉપશાંત વીતરાગને પણ આરંભિકીક્રિયા વક્તવ્ય થાય. અને તેનેaઉપશાંતવીતરાગને, જીવઘાત હોવા છતાં પણ ઈર્યાપથિકી જ ક્રિયા છે એથી જીવઘાતથી સંયતને આરંભિકીક્રિયા નથી. પરંતુ પ્રમત્તયોગથી જ છે એ પ્રમાણે સ્થિત છે. ટીકા :
स च प्रमत्तो योगः प्रमादैर्भवति ते च प्रमादा अष्टधा शास्त्रे प्रोक्ताः अज्ञानसंशयविपर्ययरागद्वेषमतिभ्रंशयोगदुष्प्रणिधानधर्मानादरभेदात् ते चाज्ञानवर्जिताः सम्यग्दृष्टेरपि संभवन्तोऽतः प्रमत्तसंयतपर्यन्तानामेव भवन्ति न पुनरप्रमत्तानामपि, प्रमादाप्रमादयोः सहानवस्थानात् । तेनेहाष्टासु प्रमादेषु यौ रागद्वेषौ प्रमादत्वेनोपात्तौ तौ योगानां दुष्प्रणिधानजननद्वाराऽऽरंभिकीक्रियाहेतू ग्राह्यो, तयोश्च तथाभूतयोः फलोपहितयोग्यतया जीवघातं प्रति कारणत्वस्य कादाचित्कत्वेऽपि स्वरूपयोग्यतया तथात्वं सार्वदिकमेव । यद्यपि सामान्यतो रागद्वेषावप्रमत्तसंयतानामपि कदाचित्फलोपहितयोग्यतयापि जीवघातहेतू भवतस्तथापि तेषां तौ न प्रमादौ, यतनाविशिष्टया प्रवृत्त्या सहकृतयोस्तयोरारंभिकीक्रियाया अहेतुत्वात्, तदप्यनाभोगसहकृतयतनाविशिष्टयो रागद्वेषयोर्योगानां दुष्प्रणिधानजनने सामर्थ्याभावात्, सम्यगीर्यया प्रवृत्त्या तयोस्तथाभूतसामर्थ्यस्यापहरणात् न चैवं प्रमत्तानां संभवति, तेषामयतनया विशिष्टयोस्तयोर्योगानामशुभताजनकत्वेनारम्भिकीक्रियाहेतुत्वाद् । अत एव