________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૬
૧૭૧ અકરણનિયમની અપેક્ષાવાળું વીતરાગ કોઈ પાપ કરતા નથી એ પ્રકારના પાપના અકરણનિયમની અપેક્ષાવાળું, ઉપદેશપદમાં કહેવાયું છે; કેમ કે ત્યાં ઉપદેશપદમાં તેનો જ=પાપના અકરણનિયમનો જ, અધિકાર છે. અકરણનિયમ શું છે ? તે સ્પષ્ટ કરે છે –
અને અકરણનિયમ પાપશરીરની કૃશતાનો હેતુ એવા ક્ષયરોગસ્થાનીય ક્ષયોપશમવિશેષ છે. અને તે પાપઅકરણનિયમ, ગ્રંથિભેદથી માંડીને ક્ષીણમોહ સુધી પ્રવર્ધમાન પામે છે. અને જેમ જેમ તેની પ્રવૃદ્ધિ થાય છે–પાપઅકરણનિયમની પ્રવૃદ્ધિ થાય છે, તેમ તેમ પાપપ્રવૃત્તિનો અપકર્ષ થાય છે અને ક્ષીણમોહમાં મોક્ષયરૂપ અકરણનિયમના અત્યંત ઉત્કર્ષની સિદ્ધિ હોતે છતે પાપપ્રવૃત્તિનો અત્યંત અપકર્ષ છે. એથી ત્યાં-ક્ષીણમોહગુણસ્થાનકમાં, પાપપ્રવૃત્તિનો અત્યંત અભાવ સિદ્ધ થાય છે, એ પ્રકારે સૂત્ર સંદર્ભથી જ ત્યાંsઉપદેશપદમાં, સ્પષ્ટ પ્રાપ્તિ થાય છે. તે આ પ્રમાણે
“પાપના વિષયમાં અકરણનિયમ પ્રાયઃ પરઃબીજા યોગ્ય જીવોને, તેના નિવૃત્તિકરણથી પાપની નિવૃત્તિના કરણથી, જાણવું. અને ગ્રંથિભેદ થયે છતે ફરી તેના અકરણરૂપ જાણવો.” (ઉપદેશપદ ગાથા-૬૯૫)
અને કેટલાક અંતરમાંaઉપદેશપદની પૂર્વની ગાથાની સાથે કેટલાક અંતરમાં, કહ્યું છે તે બતાવે છે –
દેશવિરતિ ગુણસ્થાનકમાં અકરણનિયમનો જ સદ્ભાવ છે અને સર્વવિરતિગુણસ્થાનકમાં આ=પાપના અકરણનો નિયમ, વિશિષ્ટતર થાય છે. જે કારણથી તે=સર્વવિરતિ, લક્ષણ પ્રધાનતર આશય ભેદ છે. આનાથી જ=પરિણામ વિશેષથી જ, આ છે અકરણનિયમ પ્રધાનતર છે. આથી જ શ્રેણીમાં=ક્ષપકશ્રેણીમાં, સર્વત્ર પણ આ પાપમુકરણનિયમ, જાણવો. વળી આથી જ વીતરાગ કાંઈપણ ગહણીય કરતા નથી તેથી તદ્ તદ્ ગતિના ક્ષપણાદિના વિકલ્પવાળો આ=પાપાકરણનિયમ, જાણવો. (ઉપદેશપદ ગાથા-૭૨૯-૩૦-૩૧)
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને તે રીતે=ઉપદેશપદના વચનથી કહ્યું તે રીતે, આ વચનથી ઉપદેશપદના વચનથી, જિનોને અપ્રતિસેવાની સિદ્ધિ છે; કેમ કે પૂર્વ ગુણસ્થાનકોમાં પ્રતિસેવારૂપ પાપની પ્રવૃત્તિના અપકર્ષનું તારતમ્ય હોવાથી જિનોને તેના અત્યંત અપકર્ષનો સંભવ છે. પરંતુ દ્રવ્યવધનો પ્રતિષેધ નથી=જિનોને દ્રવ્યવધ ન હોય એવો નિયમ નથી; કેમ કે તેના અપકર્ષના તારતમ્યનું અદર્શન છે.
કેમ દ્રવ્યવધના અપકર્ષના તારતમ્યનું અદર્શન છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ આદિના યોગોથી થનારી દ્રવ્યહિંસામાં અપકર્ષનો ભેદ દેખાતો નથી જ જેનાથી જિનોમાં તેનો અત્યંત અભાવ સિદ્ધ થાય. વળી, અત્યંતર પાપના પ્રતિસેવનમાં પ્રતિગુણસ્થાનક મહાન જ ભેદ દેખાય છે તેથી કેવલીમાં તેના અત્યંત અભાવની સિદ્ધિ અવાબાધવાળી
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. II૪૬