________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૬
૧૭૩
પાપ પ્રવૃત્તિનો અપકર્ષ થતો જાય છે=કષાયની પરિણતિરૂપ પાપપ્રવૃત્તિનો અપકર્ષ થતો જાય છે. ક્ષણમોહગુણસ્થાનકમાં મોહનો સંપૂર્ણ ક્ષય થયેલો હોવાથી પાપાકરણનિયમનો અત્યંત ઉત્કર્ષ સિદ્ધ થાય છે.
તેથી એ ફલિત થાય કે ચિત્તમાં વર્તતી કષાયની પરિણતિ જ પાપના કરણરૂપ છે. સમ્યગ્દષ્ટિ જીવ સતત શાસ્ત્રવચનથી ભાવિત થઈને કષાયની પરિણતિને ક્ષીણ-ક્ષીણતર કરે છે અને ક્ષીણમોહગુણસ્થાનકમાં સંપૂર્ણ કષાયનો અભાવ છે તેથી કષાયના અભાવરૂપ પાપપ્રવૃત્તિનો અત્યંત અભાવ ક્ષીણમોહગુણસ્થાનકમાં સિદ્ધ થાય છે. આ કથનને જ ગ્રંથકારશ્રી ઉપદેશપદના વચનથી સ્પષ્ટ કરે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જિનોને અપ્રતિસેવનાની સિદ્ધિ છે; કેમ કે કષાયના પરિણામ સ્વરૂપ જ પાપની પ્રતિસેવના છે અને જિનોને કષાયની પરિણતિ નહીં હોવાથી પાપરૂપ પ્રતિસેવના નથી.
પરંતુ ઉપદેશપદના વચનમાં જિનોને દ્રવ્યવધનો પ્રતિષેધ કરાયો નથી તેઓના યોગથી દ્રવ્યહિંસા ન થાય તે પ્રમાણે કહેવાયું નથી.
કેમ દ્રવ્યવધનો પ્રતિષેધ કરાયો નથી ? તેથી કહે છે – દ્રવ્યવધમાં અપકર્ષરૂપ તારતમ્ય નથી. આશય એ છે કે સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં વિવેક પ્રગટે છે તેના કારણે કષાયોનો અપકર્ષ થાય છે તેથી તેઓના કષાયોમાં અપકર્ષની પરાકાષ્ઠા દ્વારા સર્વથા કષાયોના અભાવની પ્રાપ્તિ થાય છે તે રીતે સમ્યગ્દષ્ટિ આદિ જીવોના વિવેકથી દ્રવ્યવધમાં અપકર્ષનું દર્શન થતું નથી, પરંતુ કષાયોના જ અપકર્ષનું દર્શન થાય છે. માટે વિવેકના પ્રકર્ષથી કષાયોનો અત્યંત અભાવ પ્રાપ્ત થાય છે, પરંતુ દ્રવ્યહિંસાનો અત્યંત અભાવ પ્રાપ્ત થતો નથી.
વળી, અત્યંતર પાપના પ્રતિસેવનના વિષયમાં દરેક ગુણસ્થાનકમાં મહાન ભેદ દેખાય છે તેથી કેવલીને તેના અત્યંત અભાવની સિદ્ધિ સંગત થાય છે. આશય એ છે કે કષાયની વૃદ્ધિથી જ અત્યંતર પાપનું પ્રતિસેવન થાય છે અને કષાયોના તિરોધાનથી જ અત્યંતર પાપનું પ્રતિસેવન અલ્પ-અલ્પતર થાય છે. ચોથા ગુણસ્થાનકમાં અત્યંતર પાપરૂપ અનંતાનુબંધી કષાયનું વિગમન થાય છે તેથી તેટલા અંશમાં પાપના અકરણનિયમની પ્રાપ્તિ થાય છે. વળી, પાંચમા ગુણસ્થાનકમાં અનંતાનુબંધી કષાયનું અને અપ્રત્યાખ્યાનીયકષાયનું વિગમન થાય છે તેથી તેટલા અંશમાં અત્યંતર પાપની પ્રતિસેવના અધિક નિવર્તન પામે છે. વળી સર્વવિરતિ ગુણસ્થાનકમાં અનંતાનુબંધી કષાયનું, અપ્રત્યાખ્યાનીયકષાયનું અને પ્રત્યાખ્યાનીયકષાયનું વિગમન થાય છે, તેથી તેટલા અંશમાં અધિક અત્યંતર પાપના પ્રતિસેવનની નિવૃત્તિ થાય છે. ઉપર-ઉપરના ગુણસ્થાનકમાં સંજ્વલનકષાય પણ ક્ષણ-ક્ષીણતર થતા જાય છે. તેથી જેટલા જેટલા અંશમાં સંજ્વલનકષાય ક્ષણ-ક્ષીણતર થાય છે તેટલા તેટલા અંશમાં અત્યંતર પાપની પ્રતિસેવના અધિક-અધિક નિવર્તન પામે છે. કેવલીને સંજ્વલનકષાયનો પણ સર્વથા અભાવ હોવાથી અત્યંતર પાપના પ્રતિસેવનનો અત્યંત અભાવ સિદ્ધ થાય છે.
વિવેકદૃષ્ટિની તરતમતાને લીધે ભાવહિંસામાં તરતમતા પ્રાપ્ત થતી હોવા છતાં દ્રવ્યહિંસામાં ક્યાંય