________________
૧૭૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૬
ભાવાર્થ -
ઉપદેશપદમાં કહ્યું છે કે “વીતરાગ કોઈ ગણીય પ્રવૃત્તિ કરતા નથી.” આ પ્રકારનું ઉપદેશપદનું વચન પાપના અકરણનિયમની અપેક્ષાએ છે; કેમ કે ઉપદેશપદમાં તે સ્થાનમાં પાપઅકરણનિયમનો જ અધિકાર ચાલે છે. તેથી એ ફલિત થાય કે વીતરાગ ગહણીય એવું કોઈ પાપ કરતા નથી. માટે પૂર્વપક્ષી કહે છે કે ઉપશાંતમોહવાળા વિતરાગને મોહનીયની સત્તાના કારણે ગહણીય એવો જીવવધ હોય છે તે વચન યુક્ત નથી.
અહી પ્રશ્ન થાય કે પાપઅકરણનિયમ શું છે? તેથી ગ્રંથકારશ્રી પાપઅકરણનિયમનું સ્વરૂપ સ્પષ્ટ કરે
“આત્મામાં વર્તતા પાપરૂપ શરીરને કૃશ કરવાનું કારણ એવા ક્ષયરોગ જેવો ક્ષયોપશમવિશેષ, તે પાપના અકરણનો નિયમ છે.”
તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં એવો ક્ષયોપશમભાવ પ્રગટેલો છે કે જે ક્ષયોપશમભાવના કારણે પાપને કરાવનાર કષાયોની પરિણતિ સતત ક્ષીણ થઈ રહી છે તેથી તેઓના આત્મામાં જે પૂર્વનાં બંધાયેલાં પાપો છે તે પાપરૂપે શરીર સતત ક્ષણ-ક્ષીણતર થઈ રહ્યું છે. જેમ ક્ષયરોગમાં સંસારી જીવોનું શરીર સતત ક્ષીણ થાય છે તેમ જેઓમાં વિવેક પ્રગટેલો છે તેવા વિવેકવાળા જીવોનો ક્ષયોપશમવિશેષ સતત પાપનો નાશ કરે છે.
અહીં ક્ષયોપશમવિશેષ કહેવાથી જેઓ માત્ર બાહ્યક્રિયાઓ કરે છે અને બાહ્ય આરંભ-સમારંભનો ત્યાગ કરે છે તેમાં પણ પાપની નિવૃત્તિનો પરિણામ છે તોપણ તે ક્ષયોપશમવિશેષજન્ય નથી. એથી માત્ર બાહ્ય પાપની નિવૃત્તિ કરીને તેઓ સંતોષ પામે છે, પરંતુ પાપના મૂળનો નાશ કરે તે પ્રકારનો ક્ષયોપશમવિશેષ નથી. જેઓમાં વિવેકદૃષ્ટિ પ્રગટેલી છે તેમાં તે પ્રકારનો ક્ષયોપશમવિશેષ છે જેથી તેઓ માત્ર પાપની વિરતિની બાહ્યક્રિયા કરીને સંતોષ માનનારા નથી. પરંતુ આત્મામાં વર્તતા પાપરૂપ શરીરનો સર્વથા નાશ થાય તેવા વિવેકપૂર્વકના ઉચિત અનુષ્ઠાન કરવાના પરિણામવાળા છે. તેઓનો તેવો વિવેકવાળા અનુષ્ઠાન કરવાનો જે પરિણામ છે તે ક્ષયોપશમવિશેષ છે. આવા ક્ષયોપશમવિશેષરૂ૫ પાપના અકરણનો નિયમ ગ્રંથિભેદથી માંડીને ક્ષીણમોહગુણસ્થાનક સુધી સતત પ્રવર્ધમાન થાય છે; કેમ કે ગ્રંથિભેદ પ્રગટ્યા પછી જે વિવેક પ્રાપ્ત થયો છે તે સતત ભગવાનના વચનના રહસ્યને જાણવા માટે યત્ન કરાવીને અધિક-અધિક વિવેકનું કારણ બને છે અને ક્ષણમોહગુણસ્થાનકમાં પાપના અકરણનો નિયમ ક્ષાયિકભાવરૂપે પ્રગટ થાય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જે જે પ્રકારે પાપના અકરણનિયમની પ્રવૃદ્ધિ થાય છે તે તે પ્રકારે પાપની પ્રવૃત્તિનો અપકર્ષ થાય છે આથી જ સમ્યગ્દષ્ટિ જીવ અનંતાનુબંધી કષાયોના વિગમન પછી જેમ જેમ વિશેષ-વિશેષ પ્રકારના કષાયોના વિગમન દ્વારા પાપઅકરણનિયમના પ્રકર્ષવાળા બને છે તેમ તેમ તેનામાં