________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૮
૧૭૮
एव, अत एव क्षीणमोहस्य कदाचिदनाभोगमात्रजन्यसंभावनारूढाश्रवच्छायारूपदोषसंभवेऽपि न क्षतिः, तस्याध्यवसायरूपस्य छद्यस्थज्ञानागोचरत्वेनाऽगर्हणीयत्वाद्, गर्हणीयद्रव्याश्रवाऽभावादेव तत्र वीतरागत्वाहाने : - इत्याशङ्कायामाह
અવતરણિકાર્ય :
‘નનુ'થી શંકા કરે છે ‘વીતરાગ ગર્હણીય પાપ કરતા નથી' એ વચનથી ગર્હણીય પાપનો અભાવ ક્ષીણમોહને સિદ્ધ થાય છે. અને ગર્હણીય પાપ દ્રવ્યાશ્રવ જ છે; કેમ કે તેનું=દ્રવ્યહિંસાનું, ગર્ભાપરાયણ લોકને પ્રત્યક્ષપણું છે=આ દ્રવ્યહિંસા ગર્હણીય છે એ પ્રમાણે પ્રત્યક્ષથી દેખાય છે, એથી દ્રવ્યાશ્રવનો અભાવ ત્યાં=વીતરાગમાં, સિદ્ધ જ છે. આથી જ ક્ષીણમોહવાળાને ક્યારેક અનાભોગમાત્રજન્ય સંભાવનાઆરૂઢઆશ્રવની છાયારૂપ દોષનો સંભવ હોવા છતાં પણ ક્ષતિ નથી; કેમ કે અધ્યવસાયરૂપ એવા તેનું=અનાભોગનું, છદ્મસ્થના જ્ઞાનના અગોચરપણાને કારણે અગર્હણીયપણું છે. કેમ ક્ષીણમોહવાળાને ક્યારેક અનાભોગમાત્રજન્ય સંભાવનાઆરૂઢઆશ્રવની છાયારૂપ દોષ હોય છે, પરંતુ દ્રવ્યાશ્રવરૂપ હિંસા હોતી નથી ? તેમાં પૂર્વપક્ષી હેતુ કહે છે –
ગર્હણીય એવા દ્રવ્યાશ્રવના અભાવથી જ ત્યાં=ક્ષીણમોહમાં, વીતરાગત્વની અહાનિ છે, એ પ્રકારની પૂર્વપક્ષીની આશંકામાં ગ્રંથકારશ્રી કહે છે
-
ભાવાર્થ:
‘નનુ’થી પૂર્વપક્ષી કહે છે કે ‘વીતરાગ ગર્હણીય પાપ કરતા નથી' એ વચનથી ક્ષીણમોહવાળા મહાત્માને ગર્હણીય પાપનો અભાવ સિદ્ધ થાય છે. અન્ય જીવોની હિંસારૂપ દ્રવ્યાશ્રવ ગર્હણીય પાપ જ છે; કેમ કે પાપની ગર્હ કરવામાં પરાયણ લોકોને બાહ્ય જીવોની થતી હિંસા ગર્હ કરવા યોગ્ય સ્વરૂપે પ્રત્યક્ષથી દેખાય છે. એથી ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનકવાળા મહાત્માને દ્રવ્યાશ્રવનો અભાવ જ સિદ્ધ થાય છે અર્થાત્ તેમના યોગોને આશ્રયીને કોઈ જીવોની હિંસા થતી જ નથી, તેમ માનવું જોઈએ.
વળી પોતાના કથનની પુષ્ટિ અર્થે પૂર્વપક્ષી કહે છે
બારમા ક્ષીણમોહગુણસ્થાનકવાળા મહાત્માને કેવલજ્ઞાન થયું નથી ત્યાં સુધી અનાભોગમાત્રજન્ય સંભાવનાસ્વરૂપ દ્રવ્યહિંસાની છાયારૂપ દોષ સંભવે, પરંતુ તેમના યોગને આશ્રયીને કોઈ જીવની હિંસા સંભવે નહીં તેમ સ્વીકારવામાં કોઈ ક્ષતિ નથી; કેમ કે બાહ્યહિંસા તેઓના યોગથી ન થતી હોય અને અનાભોગરૂપ કાંઈક અજ્ઞાનનો અધ્યવસાય બારમા ગુણસ્થાનકે વિદ્યમાન હોય તે છદ્મસ્થના જ્ઞાનનો વિષય નહીં થતો હોવાથી ગર્હણીય બનતો નથી. પરંતુ તેમના યોગથી બાહ્યહિંસા થાય તે જ ગર્હણીય બને છે.
વળી પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે