________________
૧૬૯
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૫, ૪૬
પુલાક, બકુશ, અને પ્રતિસેવનાકુશીલ ત્રણમાં વર્તતા અપકૃષ્ટ સંયમસ્થાનની સાથે નિયત સંજવલનકષાયનો ઉદય વર્તતો હોવાથી તેઓનો વ્યાપારવિશેષ પ્રતિસેવનારૂપ સ્વીકારવો જોઈએ, સાધુનો આવો જ વ્યાપાર ગહણીય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ ભાવથી સાધુ હોવા છતાં પુલાક, બકુશ કે પ્રતિસેવનાકુશીલ હોવાને કારણે જ્યારે પ્રમાદને વશ નીચલા સંયમસ્થાનમાં વર્તે છે ત્યારે સંવલનકષાયનો ઉદય તેઓને પ્રમાદ કરાવે છે તેથી પ્રમાદયુક્ત એવી તેઓની પ્રવૃત્તિ ગણાય છે. વીતરાગને પ્રતિષિદ્ધનું પ્રતિસેવન નથી, માટે તેઓના યોગથી કોઈ હિંસા થાય તો પણ તે ગહણીય નથી.
વળી, આ કથનની પુષ્ટિ માટે ગ્રંથકારશ્રી કહે છે કે વીતરાગ કોઈ ગહણીય પ્રવૃત્તિ કરતા નથી. આ વચન દ્વારા વિતરાગને ગહણીય પ્રવૃત્તિનો અત્યંત અભાવ બતાવાયો છે, પરંતુ દ્રવ્યહિંસાનો પણ અભાવ બતાવાયો નથી. માટે વીતરાગના યોગને આશ્રયીને અશક્યપરિહારરૂપ કોઈ હિંસા થાય તો તે ગહણીય નથી; કેમ કે તેમના પ્રયત્નથી તે જીવોના રક્ષણનો સંભવ નથી તેથી જ તે હિંસા થઈ છે. માટે તેઓની તે પ્રવૃત્તિ ગહણીય કહી શકાય નહીં. I૪પા અવતરણિકા -
एतदेव स्फुटीकुर्वनाह - અવતરણિકાર્ય -
આને જકવીતરાગને કોઈ ગહણીય પ્રવૃત્તિ નથી અને દ્રવ્યહિંસાનો અભાવ પણ નથી એને જ. સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
अकरणणियमावेक्खं एयं भणिति अपडिसेवाए । इत्तो जिणाण सिद्धी ण उ दव्ववहस्स पडिसेहो ।।४६।।
છાયા -
अकरणणियमापेक्षमेतद्भणितमित्यप्रतिषेवायाः ।
इतो जिनानां सिद्धिर्न तु द्रव्यवधस्य प्रतिषेधः ।।४६।। અન્વયાર્થ:
અરળિયાવરણં અકરણનિયમની અપેક્ષાવાળું પાપના નહીં કરવાના પરિણામની અપેક્ષાવાળું, પ્રયંકઆ, મrગં=કહેવાયું છે=ઉપદેશપદમાં કહેવાયું છે, ફ્લો=આનાથી, નિr=જિનોને, અપસેવા સિદ્ધી=અપ્રતિસેવાની સિદ્ધિ છે. ૩=પરંતુ, વ્યદક્સ દ્રવ્યવધનો, પડદો પ્રતિષેધ =નથી. II૪૬
‘તિ' શબ્દ પાદપૂર્તિ અર્થે છે.