________________
૧૬૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪પ એથી તેની સત્તાજ =મોહની સતાજન્ય, પ્રતિસેવાની વાત પણ દુરોત્સાહિત જ છે. એથી તેની ઉસૂત્ર-પ્રવૃત્તિના હેતુપણામાં મોહોદયવિશિષ્ટપણું તંત્ર છે. એ પ્રકારે અહીં સૂત્રની સંમતિનું પ્રદર્શન અતિ અસમંજસ છે. તેથી પુલાક-બકુશ-પ્રતિસેવનાકુશીલત્રયવૃત્તિ અપકૃષ્ટસંગમસ્થાનનિયત સંજવલનકષાયના ઉદયથી વ્યાપ્ય જ વ્યાપારવિશેષ પ્રતિસેવના રૂપ સ્વીકારવો જોઈએ અને સાધુઓનો તે જ=સંજવલન કષાયના ઉદયથી જવ્ય વ્યાપારવિશેષ જ, ગહણીય છે.
“આથી જ વીતરાગ કાંઈપણ ગહણીય કરતા નથી” ) એના દ્વારા તેનો અત્યંત અભાવ જ ગહણીય કૃત્યનો અત્યંત અભાવ જ, વીતરાગને પ્રતિપાદન કરાય છે, પરંતુ દ્રવ્યહિંસાનો અભાવ પણ પ્રતિપાદન કરાતો નથી એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. In૪પા ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પૂર્વપક્ષીને કહ્યું કે અશક્યપરિહારવાળી હિંસાને પૂર્વપક્ષી ગણીય સ્વીકારે તો ઉપશાંતમોહગુણસ્થાનકમાં યથાખ્યાતચારિત્રના વિલોપની પ્રાપ્તિ થાય. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે ઉપશાંતમોહવીતરાગગુણસ્થાનકવાળાને મોહની સત્તાના હેતુભૂત ક્યારેક અનાભોગના સહકારના વશથી ગહણીય એવો જીવવધ થાય છે.
કેમ તે જીવવધ ગણાય છે ? તેથી પૂર્વપક્ષી કહે છે – હિંસાની ગર્તાના પરાયણ લોકને હિંસામાં ગહણીયપણું પ્રત્યક્ષથી દેખાય છે. આમ છતાં ઉપશાંતવીતરાગને ગહણીય એવા જીવઘાતથી યથાખ્યાતચારિત્રનો લોપ નથી; કેમ કે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિથી જ યથાખ્યાતચારિત્રનો લોપ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ગહણીય એવો જીવઘાત ઉપશાંતવીતરાગથી થતો હોય તો તે ઉસૂત્રપ્રવૃત્તિ રૂપ કેમ નથી ? તેથી પૂર્વપક્ષી કહે છે –
પ્રતિષિદ્ધના પ્રતિસેવનમાત્રથી ઉસૂત્રપ્રવૃત્તિ નથી અર્થાત્ ગહણીય એવી જે હિંસા શાસ્ત્રમાં પ્રતિષિદ્ધ છે, તેના સેવનમાત્રથી ઉસૂત્રપ્રવૃત્તિ નથી; પરંતુ કર્મબંધના કારણભૂત એવી ક્રિયાના હેતુ એવા મોહનીયકર્મના ઉદયના સહકારથી કરાયેલા પ્રતિષિદ્ધના પ્રતિસેવન વડે ઉસૂત્રપ્રવૃત્તિ છે. ઉપશાંતમોહગુણસ્થાનકવાળાને મોહનીયના ઉદય સહકૃત પ્રતિષિદ્ધનું પ્રતિસેવન નથી, તેથી તેઓના યોગથી થતી ગઈણીય એવી પણ હિંસા ઉસૂત્રપ્રવૃત્તિરૂપ નથી, માટે તેમને યથાખ્યાતચારિત્રનો બાધ નથી.
કેમ ઉપશાંતમોહગુણસ્થાનકવાળા જીવોની ગહણીય એવી હિંસા આદિની પ્રવૃત્તિ ઉસૂત્રરૂપ નથી ? તેને સ્થાપન કરવા અર્થે પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે –
ઉપશાંતમોહગુણસ્થાનકવાળા મુનિને મોહનીયના અનુદયથી જન્ય એવી ઈર્યાપથિકીક્રિયા હોવાના કારણે ગણીય પણ હિંસા ઉત્સુત્રરૂપ બનતી નથી, તેનું કારણ તેમની ઈર્યાપથિકીક્રિયા તે ઉસૂત્રપ્રવૃત્તિનો બાધ કરે છે; કેમ કે ઉસૂત્રપ્રવૃત્તિ અને ઈર્યાપથિકીક્રિયા બેયનું સહઅવસ્થાન નથી.