________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૫
૧૬૫
કેમ દ્રવ્યવધમાં ઉપશાંતમોહવાળાને યથાખ્યાતચારિત્રના વિલોપનું વજ્રલેપપણું છે ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે
=
“પરિહારવિશુદ્ધિસંયમના વિષયમાં ગૌતમસ્વામી પૃચ્છા કરે છે. ભગવાન ઉત્તર આપે છે હે ગૌતમ ! પ્રતિસેવના હોય નહીં=પરિહારવિશુદ્ધિસંયમમાં શાસ્ત્રનિષિદ્ધ એવી પ્રતિસેવના હોય નહીં, અપ્રતિસેવના હોય; એ રીતે યાવત્ યથાખ્યાતસંયમમાં જાણવું.” (ભગવતીસૂત્ર શતક-૨૫, ઉદ્દેશો-૬)
“કષાયકુશીલમાં ગૌતમસ્વામી પૃચ્છા કરે છે, ભગવાન કહે છે – ‘હે ગૌતમ ! પ્રતિસેવના હોય નહીં=કષાય કુશીલસાધુને પ્રતિસેવના હોય નહીં અપ્રતિસેવના હોય; એ રીતે નિગ્રંથમાં પણ, એ રીતે સ્નાતકમાં પણ જાણવું.” (ભગવતીસૂત્ર શતક-૨૫, ઉદ્દેશો-૭)
ઇત્યાદિ આગમ વડે પ્રતિષિદ્ધના પ્રતિસેવન કરનારને ઉપરિતન ચારિત્ર અને નિગ્રંથત્રયની વિરોધિતાનું પ્રતિપાદન છે.
અહીં પૂર્વપક્ષી કહે છે પ્રતિ=સંયમ પ્રતિકૂલ અર્થનો સંજ્વલનકષાયના ઉદયથી સેવક તે પ્રતિસેવક છે, એ પ્રકારે પ્રતિસેવનાદ્વારમાં વ્યાખ્યાન હોવાથી પ્રતિસેવનાવિશેષથી જ=સંજ્વલનકષાયની સત્તાથી થતી પ્રતિસેવના કરતાં સંજ્વલનકષાયના ઉદયજન્ય પ્રતિસેવનારૂપ પ્રતિસેવનાવિશેષથી જ, યથાખ્યાતચારિત્રના વિરોધની વ્યવસ્થિતિ હોવાને કારણે અનાભોગથી થનારી દ્રવ્યહિંસાનું પ્રતિસેવનારૂપપણું હોવા છતાં અને ઉપશાંતમોહવૃત્તિપણું હોવા છતાં બાધક નથી=યથાખ્યાતચારિત્રનું બાધક નથી, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું; કેમ કે પ્રતિસેવાપદના વિષયના વિભાગમાં અનાભોગથી થનારી પ્રતિસેવાનું પણ પરિગણન છે. જે કારણથી આગમ છે
-
-
-
“દશ પ્રકારની પ્રતિસેવના કહેવાય છે. તે આ પ્રમાણે – દર્પ, પ્રમાદ અને અનાભોગમાં, આતુરમાં, આપત્તિમાં, શંકિતમાં, સહસાત્કારમાં, ભયથી, પ્રદ્વેષથી અને વિમર્શથી.” (ઠાણાંગસૂત્ર સૂત્ર-૭૩૩)
તે કારણથી=પ્રતિસેવાપદના વિભાગમાં અનાભોગથી થનારી પ્રતિસેવનાની ગણના છે તે કારણથી, દ્રવ્યહિંસાનું પ્રતિસેવનારૂપપણું સ્વીકાર કરાયે છતે તેને પણ=ઉપશાંતમોહવાળા મહાત્માને પણ, પ્રતિસેવીપણું થાય. એથી અપ્રતિસેવિત્વવ્યાપ્ય યથાખ્યાતચારિત્ર અને નિગ્રંથપણાની ત્યાં=ઉપશાંતમોહમાં, પ્રત્યાશા ક્યાંથી હોય ? અર્થાત્ યથાખ્યાતચારિત્ર સંભવે નહીં.
વળી, ઉપશાંતમોહવાળાને દ્રવ્યવધરૂપ પ્રતિષિદ્ધનું પ્રતિસેવન છે, એમ પૂર્વપક્ષી કહે છે તે ઉચિત નથી તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
મોહોદયવિશિષ્ટ પ્રતિસેવનપણાથી ઉત્સૂત્રપ્રવૃત્તિનું હેતુપણું સ્વીકારીને વીતરાગમાં મોહસત્તાજન્મ પ્રતિસેવનાનું આશ્રયણ કરાયે છતે દુર્ધર જ=ઉદ્ધાર ન થઈ શકે તેવા જ, અપસિદ્ધાંતાદિ દોષો પ્રાપ્ત થાય; કેમ કે મોહોદયની સત્તાજન્ય ઉત્સૂત્રપ્રવૃત્તિના હેતુ એવી પ્રતિસેવનાના ભેદનું પ્રવચનમાં ક્યાંય શ્રવણ નથી. ઊલટું કષાયકુશીલ આદિ અને પરિહારવિશુદ્ધિક આદિ ઉપરિતન નિગ્રંથ સંયમન્ત્રયની અપ્રતિસેવિતાનું અભિધાન છે=કથન છે. મોહોદય માત્ર પણ પ્રતિસેવનાનો જનક નથી